________________
કુમારપાલપ્રતિબોધ'ની રચના
૧૨૯
દુર્યોધન, અને કર્ણોની તો ગણત્રી જ નહીં. આ ભારતની ઉક્તિમાંથી અમે કહીએ છીએ કે કોઈ પાંડવ જૈન પણ રહ્યા હશે.”૨૯
બસ આવા પ્રસંગો પર આપણે ત્યાં જે ગડબડ મટાડવાના મહાસ્ત્ર છે – પછી ચાહે ઐતિહાસિક દૃષ્ટિએ તેમાં ઢીલાપણું કે કડકપણું હોય – તે અહીં કામ આવે કે ‘કલ્પભેદેન વ્યાખ્યયમ્.30
પ્રકરણ ૩ : “કુમારપાલપ્રતિબોધ'ની રચના
૨૧૧. સોમપ્રભની રચના મુખ્યતઃ પ્રાકૃતમાં છે. અંતમાં એકબે કથાઓ તદ્દન સંસ્કૃતમાં અને એકાદ અધિક અપભ્રંશમાં છે. આમ પ્રસંગપ્રસંગ પર વચમાં-વચમાં સંસ્કૃત શ્લોક અને જૂની દેશી ભાષાના દોહા પણ આવી ગયા છે. કિંતુ ગ્રંથ પ્રાકૃતનો જ છે. પ્રાકૃત બહુ સરસ, ફીત અને શુદ્ધ છે, ક્યાંક-ક્યાંક શ્લોક બહુ સારી રીતે લાવવામાં આવ્યા છે. એક સ્થળે પ્રાકૃત લખતાં લખતાં કવિ ગદ્યમાં જ તે સમયની હિંદી-ગુજરાતી પર ઊતરી ગયા છે પરંતુ ઝટ તે સાવધાન થઈ ગયા છે ?
ભો આયaહ મહ વયણ, તણુ-લખણિહિં મુણામિ, બહુ બાલક એયહ ઘરહ, કમિણ ભવિસ્સઈ સામી.
• ભો – અરે, મારાં વચનો સાંભળો; તનુ-લક્ષણોથી જાણું છું (કે) આ બાળક આ ઘરનો ક્રમે સ્વામી થશે. •
આયaહ મહ વયણુ’ આમાં આયaહ' પરથી એકનો એટલે સાંભળવું મારવાડીમાં વપરાય છે. તુલસીદાસજીના “અવનિપ અકનિ રામ પગુ ધારે એ પદમાં “અકનિ' શબ્દ છે તેમાં ધાતુ “અકબૂ'=આકણું (સાંભળવું) છે.
આવા ઐતિહાસિક વિકાસને ન માનનારા ભલે મહારાષ્ટ્રી પ્રાકૃત કહે પરંતુ આ દેશભાષા છે.
૨૧૨, “કુમારપાલપ્રતિબોધમાં જૂની દેશી કવિતા બે જાતની છે – એક તો તે સ્વયં સોમપ્રભની અને બીજી સિદ્ધપાલની રચેલી છે. તે હિંદીની ડિંગલ કવિતા સાથે ઘણી મળે છે અને તેનાં અવતરણ વધુ આપ્યાં નથી. તે પુસ્તક છપાઈ ગયું છે તેથી તેને ફરી પ્રકાશિત કરવાની જરૂર નથી રહેતી. આના જે નમૂના આપ્યા છે તેના બે જુદા ભાગ પાડ્યા છે એટલેકે બીજા ભાગમાં (જુઓ પ્રકરણ પાંચમાથી) આ બન્ને કવિઓની રચનાઓની કવિતાઓની સંખ્યા અને પૃષ્ઠક આપી દીધાં છે અને કેટલાક ચૂંટેલા નમૂના છે, જ્યારે પ્રથમ ભાગમાં (પ્રકરણ ચોથું) જૂની કવિતા એટલેકે ૨૯. અત્ર ભીખશત દગ્ધ પાણ્ડવાનાં શત્રયમ્ |
દુર્યોધનસહસ્ત્ર તુ કર્ણસંખ્યા ન વિદ્યતે ||
૩૦. એટલે ભિન્નભિન્ન કલ્પોમાં ભિન્નભિન્ન ઘટનાઓ થઈ એમ માની વ્યાખ્યા કરો. ‘કલ્પ'નો અર્થ કલ્પના પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org