________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન)
અશેષ – સંપૂર્ણ કષાયબલ જીતીને, જગતને અભય આપીને મહાવ્રત લઈને, તત્ત્વનું ધ્યાન કરીને શિવ મોક્ષપદ લહે છે – પામે
99..
·
-
કાય જૈનોમાં તે શબ્દના અર્થમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચારનો
સમાવેશ થાય છે ને તે જૈનનો જ પારિભાષિક શબ્દ છે.
(૧૬૬) ગંપિણુ વાણારસિહિં ન૨, અહ ઉજ્જૈણિહિં ગંપિ, મુઆ પરાવહિં પરમ-પઉ, દિવ્યન્તરઈ મ જંપિ.
-
• જે ન૨ વાણા૨સીમાં જઈને અથ(વા) ઉજ્જયિનીમાં જઈને મરેલા, તે પરમ પદ પ્રાપ્ત કરે છે, બીજા સ્વર્ગોની (વાત) મ કર; અથવા બીજા તીર્થોની (દોધકવૃત્તિ') વાત ન કર. •
વાણારસી યા વારાણસી - વર+અનસ્ - સારા રથોવાળી એ અર્થ થાય છે પરંતુ તેનો વરણા+અસી એ બે નદીઓની વચ્ચે હોવાથી એ નામ બન્યાની કલ્પના કરી લીધી છે. હેમચન્દ્રે વ્યાકરણમાં વારાણસી, વાણા૨સીમાં કેવળ વ્યત્યય માનેલ છે (૮-૨-૧૧૬થી ૧૧૯). આવો વ્યત્યય બોલવામાં થઈ જાય છે.
(૧૬૮) રવિ-અસ્થમણિ સમાઉલેણ, કંઠિ વિઇષ્ણુ ન છિષ્ણુ, ચક્કે ખંડુ મુણાલિઅહે, નઉ જીવગ્ગલુ દિણુ.
• રવિ આથમ્યો ત્યાં સમાકુલ ચક્રવાકે મૃણાલિકા - કમલિનીનો ખંડ કંઠે સ્થાપિત (કર્યો), છિન્ન ન (કર્યો), જાણે જીવને આગળિયો દીધો.
-
ચક્રવાકે મૃણાલનો કટકો મોંમાં લીધો કે સૂર્યાસ્ત થઈ ગયો. વિયોગનો સમય આવ્યો. બિચારે એક કટકો પણ ન કાપ્યો, મોંમાં નાખ્યો. જાણે કે વિયોગમાં જીવ ન નીકળી જાય તે માટે આગળિયો દઈ દીધો.
વિઇષ્ણુ સં.વિતીર્ણ. નઉ – ઉપમાવાચક, જુઓ ઉપર ક્ર.પ. જીવગ્ગલુ -
જીવ+અર્ગલા.
સંસ્કૃતના નીચેના શ્લોકનો ભાવ છે ઃ
મિત્રે ક્વાપિ ગતે સરોરુહવને બદ્ધાનને તામ્યતિ ક્રન્દત્સુ ભ્રમરેષુ જાતવિરહાશંકાં વિલોક્ય પ્રિયામ્ । ચક્રાàન વિયોગિના વિલસતા નાસ્વાદિતા નોજ્જિતા કંઠે કેવલમર્ગલેવ નિહિતા જીવસ્ય નિર્ગચ્છતઃ ।।
૧૧૯
(૧૬૯) વાલયાવલિ-નિવડણ-ભએણ, ધણ ઉદ્દભુંઅ જાઈ, વલ્લહ-વિરહ-મહાદહહો, થાહ ગવેસઇ નાઇ.
Jain Education International
- સુભાષિતાવલિ સં., ૩૪૮૩, પિટર્સન
•
વલયાવલિના નિપતનના ભયથી નાયિકા ઉર્ધ્વભુજ જાય છે. ચાલે છે, જાણે કે વલ્લભના વિરહરૂપી મહા દહ – હૂદનો તાગ ગવેષતી
For Private & Personal Use Only
www.jainelibrary.org