________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન)
૧૧૭
• સ્વામીની મહેરબાની, પિયુ સલજ્જ, (તેનો) સીમાસંધિમાં વાસ - એ જોઈને બાહુબલથી ઉલલિત પિયુને માટે) [બાહુની બલિષ્ઠતા જોઈને] ધણ – નાયિકા નિઃશ્વાસ મૂકે છે. •
રાજાની કૃપા, જેથી તે કદી છૂટી દે નહીં અને કઠિન કામ પર જ મોકલે, પિયુ સંકોચી એટલે કામ માટે ના પાડે નહીં ને છૂટી માગે નહીં, સીમાડા પર રહેવું કે જ્યાં નિતનિત નવાનવા ઝગડા થાય અને બાહુબળથી ગર્વિષ્ઠ પિયુ ઝગડો આગળ આવી વેચાતો લે. બિચારી આટલાં કારણોથી વિરહના અંતનો સંભવ ન જાણીને નિસાસા નાખે છે.
બાહુબલુલ્લડા - બાહુબલથી ઉલ્લલ – ઉલટ – ઉલલિત, અથવા ‘બાહુનું વિશેષણ બક્ષુલ્લડ એટલે બલગર્વથી ભરેલા બાહુ.
[વસ્તુતઃ ‘બાહુબલૂલડા' એટલે બાહુનું બળ.] (૧૫૭) એક ગૃહેમ્પિણુ છું જઈ, મઈ Dિઉ ઉલ્વારિજઈ,
મહુ કરિએવ૬ કિંપિ ન-વિ, મરિએવઉં પર દિwઇ.
• આ ગ્રહણ કરીને તે પિયુને મારાથી ઉગારી લેવાય તો મારું કર્તવ્ય કંઈ પણ નથી (બાકી રહેતું). મરવું પણ દેવાય – હું મારું મરણ દઈ દઉં (મરણ પણ સહી લઉં). •
દોધકવૃત્તિ અનુસાર “કોઈ સિદ્ધ પુરુષને વિદ્યા સિદ્ધિ માટે ધન આદિ આપી નાયિકા પાસે બદલામાં પતિ માગ્યો તો તેણી કહે છે કે જા આ લઈને પતિ ઉત્કર્યતે “ ત્યજ્યતે – બદલામાં આપવામાં આવે તો મારું કર્તવ્ય કંઈ કેવલ મરણ આપી શકું છું.” (ચાહે મારો પ્રાણ લઈ લે, પતિને આપીશ નહીં).
ઉવ્વારિજ્જઈ – (૧) ઉગાર્યો જાય. (૨) વહેંચાયો જાય ? જુઓ ઉપર ટીકા. કરિએÖઉં, મરિએÖઉં – કરવું, મરવું. રાજ્યસ્થાનીમાં કરબો, મરબો, સંસ્કૃતમાં કર્તવ્ય, મર્તવ્ય:
[ડૉ. ભાયાણીનો અનુવાદ : “એ લઈને જો હું પ્રિયતમને બાકી રાખું, (તો પછી) મારે કાંઈ પણ કરવાનું (રહેતું જ) નથી. માત્ર મરવાનું (જ) પ્રાપ્ત થાય છે.”] (૧૫૯) સોએવા પર વારિઆ, પુષ્કવઈહિં સમાણ,
જગેવા પુણુ કો ધરઇ, જઇ સો વેઉ પમાણુ.
• પુષ્પવતીની સાથે સૂવું વિશેષ વાર્યું – નિષિદ્ધ કર્યું છે (એવું) જો વેદપ્રમાણ હોય તો, વળી જાગવું કોણ ધરે – અટકાવે છે ?
વારિઆ – વારિત (દોધકવૃત્તિ પરવારિઆ – પરિવારિત સાથે લે છે) એટલે નિષિદ્ધ. પુફવઈ – પુષ્પવતી, રજસ્વલા. આમાંના “પુષ્પનો ઉપચાર હિન્દીમાં હજુ સુધી રહ્યો છે, કારણકે, પ્રથમ રજોદર્શનને ‘ફુલેરા' કહે છે. આ દોહા સાથે સરખાવો નીચેની ‘સરસ્વતીકંઠાભરણ' ૩–૨૯ની ગાથા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org