________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન)
૧૧૫
કસરત – મોટામોટા કોળિયા. એવુઈ – એમ જ, અથવા એમ હોવા છતાં પણ (‘દોધકવૃત્તિ). સુહચ્છડી – સુખ અને અસ્તિપણું, ‘ડી’ લગાડી નામ બનાવાયું (જુઓ ક.૩૭) અથવા સુખાશા (“દોધકવૃત્તિ'). પિએ દિઠે – ભાવવાચક સપ્તમી. (૧૪૪) અજ્જ-વિ નાહુ મહ-જ્જિ, ઘરિ સિદ્ધત્થા વન્દઇ,
તાઉં-જિ વિરહુ ગવખેહિં, મક્કડુ-ઘુઘિઉ દેઇ.
• આજ પણ હજુ પણ] નાથ મારે જ ઘેર છે ને) સિદ્ધાર્થોને વંદે છે, તો પણ વિરહ ગવાક્ષો – જાળીઓમાંથી મર્કટવતુ ઘુરકિયા (ચેષ્ટારૂપ) દે છે – કરે છે. •
હવે હિન્દુ] નાથ પરદેશ ગયા નથી, ઘરમાં જ છે. યાત્રાકાલનાં મંગલ દ્રવ્યોને માથે લગાડે છે તોપણ વિરહ સમજી ગયો કે મારો વખત આવી ગયો. હવે તે મુખ્ય દરવાજામાંથી ઘૂસી શકતો નથી તેથી જાળીના મુખમાંથી વાંદરો ડોકિઉં કરે તેમ દેખાડે
અક્કવિ, મહર્જિ, તાઉંજિ -- એમાં ‘વિ’ અને ‘જિ' શબ્દને જોર આપે છે. સિદ્ધત્ય - સિદ્ધાર્થ, પીલાં સરસવ, મંગલ શકુન. ગવખ – ગવાક્ષ, જૂની શૈલીની જાળીઓનાં છેદ તદ્દન ગૌની આંખ જેવા હોવાથી, હિન્દી ગોખા, ગૂ. ગોખ, દરવાજા પરનો ઝરૂખો. મક્કડઘુઘિઉ - હિં.બંદર-વૃંડકી. “ઘુઘિઉનો અર્થ “દોધકવૃત્તિમાં ચાપલ્ય (!) આપ્યો છે. ચાપલ્ય=ચાળા.] (૧૪પ) સિરિ જર-ખંડી લોબડી, ગલિ મણિયડા ન વીસ,
તો-વિ ગોઠડા કરાવિઆ, મુદ્ધએ ઉઠ-બઈસ.
• શિર પર જીર્ણ લોબડી – કાંબળી (છે), ને ગળામાં (પૂરા) વીસ નહીં એવા મણકા (ની માળા) છે તોપણ મુગ્ધાથી ગોઠ - ગામના નિવાસીઓ એવા ગામના યુવકો પાસે ઊઠબેસ કરાવાઈ. •
મુગ્ધા પાસે શૃંગારનાં સાધનોમાં જૂની કબળ છે અને ગળામાં પૂરા વીસ મણકાની માળા પણ નથી તોપણ તેણીનું લાવણ્ય એવું છે કે આખા ગામના છેલોને ઊઠબેસ કરાવતી રહી છે.
જરખંડી – જીર્ણ, ખંડિત, લોઅડી – લોઇ, લોકપટી, કામળી. “મણિઅડામાં “ડ” કુત્સાના અર્થે ગોઠડા – જુઓ ગોઠ' ક્ર.૧૧૦માં. ગામની બહાર ગોસ્થાન હોય છે કે જ્યાં યુવકો એકઠા થાય છે. ત્યાંના નિવાસી. ગોષ્ઠ એટલે ગોકુલ – ગોસ્થાન, ત્યાં જે બેસે છે તે ગોષ્ઠ-ગોષ્ઠક-ગોષ્ઠપુરુષ (“દોધકવૃત્તિ). (૧૪૬) અખ્ખડિ પચ્છાયાવડા, પિઉ કલહિઅઉ વિઆલિ,
ઘઈ વિવરેરી બુડી, હોઈ વિણાસણો કાલિ.
• (સ્ત્રી પતિ સાથે માન કર્યા પછી પસ્તાય છે :) હે અમ્બા - માત ! પશ્ચાત્તાપ (થાય છે) કે વિકાલે - સંધ્યાસમયે પિયુ સાથે ઝગડો કર્યો. વિનાશના કાલે બુદ્ધિ વિપરીત થાય છે. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org