________________
૧૧૪
(૧૩૯) ગયઉ સુ કેસરિ, પિઅહુ જલુ, નિચ્ચિનતઈ હરિણાઈ, જસુ કેરઇ હુંકારડએં, મુહહું પન્ત તૃણાઈ.
• હે હિરણો ! તે કેસરી કે જેના હુંકારથી (તમારા) મુખમાંથી તૃણ (ખરી) પડતાં હતાં તે ગયો. (હવે) જલ નિશ્ર્ચિતપણે પીઓ.
•
જસુ કેતેં – જેના કેરા, તણા. ‘જસુ’ (સં.યસ્ય)માં છઠ્ઠી વિભક્તિ ‘સુ’ યા ‘ઉ’ જુદી છે; ‘કેરમેં' વિશેષણની પેઠે ‘હુંકારએ’ને લાગુ પડે છે. ‘કેર’ વિભક્તિ નથી કે જેથી ‘જસુ' સાથે જોડવામાં આવે. આ ‘કેર' હિન્દી ‘કા, કી, કે'નો જનક પિતા કહેવામાં આવે છે પણ આ પોતે જ વિભક્તિ નથી તેમ જુદો પડતો નથી. વળી તેના પુત્ર-પૌત્ર કેવી રીતે છૂટા પડી શકે ?
આને મળતો એક મારવાડી પ્રસિદ્ધ દોહો છે કે : જિણ મારગ કેહરિ વુવો [?], રજ લાગી તિરણાંહ, તે ખડ ઊભી સૂખસી, નહીં ખાસી હિરણાંહ.
·
જે માર્ગે સિંહ ગયો ત્યાં તૃણોને રજ લાગશે, તે ખંડ ઊભું-ઊભું સુકાઈ જશે, હિરણો ખાશે નહીં.
[ગુજરાતીમાં પ્રચલિત દોહામાં ‘વુવો’ને સ્થાને ‘ગયો’ મળે છે.] (૧૪૦) સત્થાવત્યહં આલવણુ, સાવિ લોઉ કરેઇ, આદહં મલ્ભીંસડી, જો સજ્જષ્ણુ સો દેઇ.
મબ્બીસડી
સ્વસ્થાવસ્થાવાળા સુખી (પુરુષો) સાથે આલપન
કથન
વાતચીત (જુઓ ક્ર.૪૮) સૌએ લોક કરે છે, (પરંતુ) આર્ત(જનો)ને ‘મ ડરીશ' (એવી અભયવાણી) જે સજ્જન છે તે આપે છે. •
મા ડ૨, મા ભૈષી:' એ વાક્યથી બનાવેલી સંજ્ઞા. ‘ડી' છે તે
સ્વાર્થમાં છે.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
•
1
(૧૪૨) મઇ જાણીઉ બુટ્ટીસ હઉં, પ્રેમદ્રહિ હુહુરુ-ત્તિ;
નવરિ અચિન્તિય સંપડિય, વિપ્પિય-નાવ ઝડ-ત્તિ.
• મેં જાણ્યું (કે) હું હુહુર [ઘળઘળ] કરતી પ્રેમરૂપી દ્રહમાં બૂડીશ, પરંતુ અચિંતિ ઝટ એકદમ વિપ્રિય (રૂપી) નાવ (વિયોગ બેડા) [પ્રિયતમના અપરાધરૂપી નાવ] સંપ્રાપ્ત થઈ. -
1
C
Jain Education International
નવર – સંસ્કૃત છાયાકાર ‘કેવલ’ એ અર્થ કરે છે તે નહીં, પણ તેનો અર્થ અત્ર ‘પરંતુ’, હિન્દી ‘વરન’ છે. વિપ્પિયનાવ વિપ્રિય, રૂઠવો યા વિયોગબેડા એ ‘દોધકવૃત્તિ’માં અર્થ છે. [વસ્તુતઃ વિપ્રિય એટલે અપરાધ, પ્રિયતમે કરેલો.]
(૧૪૩) ખઇ નઉ કસરદ્ધેહિં પિઈ નઉ ઘુંટેહિં,
એમ્નઈ હોઈ સુહચ્છડી, પિએ દિઠેં નયણેહિં.
-
પિયુ કોળિયાથી ખવાતો નથી, ઘૂંટડાથી પિવાતો નથી. એમ જ નયનોથી પીયુ દીઠે સતિ સુખસ્થિતિ હોય છે. •
For Private & Personal Use Only
www.jainelibrary.org