________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
પાણિનિને અન્યને બાળવાની કે શિવકોપ યા વિશ્વામિત્રાનુગ્રહની જરૂર નહોતી; સ્વયમેવ પોતાના તેજની આગળ બીજાં વ્યાકરણો ટકી ન શક્યાં.
હેમચન્દ્રનું વ્યાકરણ
૭૮
૧૬૬. હેમચન્દ્રનું વ્યાકરણ ‘સિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસન' યા ‘સિદ્ધહૈમ’ કહેવાય છે. સિદ્ધરાજ જયસિંહને માટે બનાવ્યું તેથી ‘સિદ્ધ’ અને હેમચન્દ્રનું હોવાથી હૈમ’. આમાં ચારચાર પદોના આઠ અધ્યાય છે અને તેમાં લગભગ ૪૫૦૦ સૂત્ર છે. શૈલી ‘કૌમુદી’ઓ જેવી છે અર્થાત્ વિષયવિભાગથી સૂત્રોનો ક્રમ રાખેલો છે. સાથેસાથે તેમણે પોતાની ટીકા નામે ‘બૃહદ્વૃત્તિ’ બનાવી છે. હેમચન્દ્રનો ઉદ્દેશ સરલ રીતિથી પોતાના સંપ્રદાય, પોતાના આશ્રયદાયક રાજા તથા પોતાના ગૌરવને માટે એવું વ્યાકરણ બનાવવાનો હતો કે જેમાં કોઈ વાત રહી ન જાય. તે જૈન શાકટાયન પાછળ લીટેલીટે ચાલેલ છે. પરંતુ બીજા અનુકરણ કરવાવાળાની પેઠે તેમણે માત્ર અનુકરણ કર્યું નથી. તેમણે સંસ્કૃત વ્યાકરણ સાત અધ્યાયોમાં લખી આઠમો અધ્યાય કેવલ પ્રાકૃતના પૂર્ણ વિવેચન માટે કર્યો છે. પાણિનિએ પોતાની પાછળ દૃષ્ટિ નાખીને વૈદિક સાહિત્યને મેળવી પોતાના સમય સુધીની ભાષા'નું વ્યાકરણ બનાવ્યું, પછી વેદ તેનાથી છૂટી – નીકળી ગયો ને સ્વર પણ છૂટી ગયો. હેમચન્દ્રે પાછળ ન જોતાં આગળ દૃષ્ટિ નાખી અહીંથી નીકળ્યું તો અહીં વધારી લીધું ને પોતાના સમય સુધીની ભાષા'નું વિવેચન કરી નાખ્યું. આ પહેલું મહત્ત્વ હેમચન્દ્રનું છે કે બીજા વૈયાકરણોની પેઠે કેવલ પાણિનિના વ્યાકરણના લોકોપયોગી અંશને પોતાના સંચામાં બદલાવીને તે સંતુષ્ટ ન રહ્યા, પણ તેમણે પાણિનિની પેઠે પાછળ નહીં તો આગળ દૃષ્ટિ નાખી પોતાના સમય સુધીની ભાષાનું વ્યાકરણ બનાવ્યું. તેમના પ્રાકૃત વ્યાકરણ અર્થાત્ આઠમા અધ્યાયનો ક્રમ શું છે તે નીચે બતાવવામાં આવ્યું છે.
૧૬૭. હેમચન્દ્ર કહે છે કે “પ્રકૃતિઃ સંસ્કૃત, તત્રભવું, તત આગત વા પ્રાકૃતમ્” આ ‘ભવ’ અને ‘આગત’ કહેવું તે ઠીક બરાબર નથી. વચિ સંસ્કૃતને શૌરસેનીની પ્રકૃતિ અને શૌરસેનીને મહારાષ્ટ્રી અને પૈશાચીની પ્રકૃતિ કહે છે. ષભાષા’ એ નામ આપણે ત્યાં ઘણા જૂના કાળથી ચાલ્યું આવ્યું છે. એક પ્રાકૃત વ્યાકરણ ‘ષભાષાચન્દ્રિકા’ કહેવાય છે. લોષ્ટદેવ કવિની પ્રશંસા કરતાં મંખ કહે છે કે “છ ભાષાઓ તેના મુખમાં સદા વિરાજે છે.”- જયાનક સોમેશ્વરના પુત્ર પૃથ્વીરાજનું માહાત્મ્ય કરતાં કહે છે “છ ભાષાઓમાં તેની શક્તિ હતી.”૧૨ ‘પૃથ્વીરાજ રાસા’ના
-
૧૧. મુખે યસ્ય ભાષાઃ ષડધિશેરતે ... લોષ્ટદેવસ્ય... (શ્રીકંઠચરિત, છેલ્લો સર્ગ) ૧૨. બાલ્કેડપિ લીલાજિતતા૨કાણિ ગીર્વાણવાહિન્યુપકારકાણિ ।
જયંતિ સોમેશ્વરનંદનસ્ય ષણ્યાં ગિરાં શક્તિમતો યશાંસિ ।।
Jain Education International
For Private & Personal Use Only
(પૃથ્વીરાજવિજય, પ્રથમ સર્ગ)
www.jainelibrary.org