________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
possessors. It is the duty of all rightminded Jains to make such works available to scholars who would publish them according to approved methods and subject them to literary and historical criticism.'' (Prof. Gune's Introduction to 'Bhavisayatta-Kaha'.)
(જે હાલ પ્રાકૃત સાહિત્ય કહેવાય છે તે અને ખાસ કરી જૈનોનું પ્રાકૃત સાહિત્ય પ્રકટ તેમજ અપ્રકટ બંનેમાં ઘણું કીમતી અપભ્રંશ સાહિત્ય દટાયેલું છે. કેટલાક ગ્રંથો કે જે ગ્રંથસૂચિમાં – ટીપમાં સાદી રીતે પ્રાકૃત તરીકે નોંધેલા છે તે અપભ્રંશ તરીકે નીકળી આવે એવો સંભવ છે, અને બીજા યથાર્થપણે ઓળખાતા પ્રાકૃત ગ્રંથોમાં કોઈ અપભ્રંશ અવતરણો અને ભાષાવિજ્ઞાન તેમજ સાહિત્યની દૃષ્ટિથી મહત્ત્વ ધરાવતી વાર્તાઓ પણ હોય. એ પણ સંભવિત છે કે પાટણ, ખંભાત અને બીજાં જૈન ધર્મનાં કેન્દ્રસ્થાનોના ભંડારોમાં કેટલાક એવા અપભ્રંશ ગ્રંથો હોઈ શકે, કે જેની હજુ સુધી તેના કબજેદારોને પણ માહિતી ન હોય. સર્વે યોગ્યદૃષ્ટિવાળા જૈનોની એ ફરજ છે કે આવા ગ્રંથો એવા પંડિતોને હસ્તગત કરાવે કે જેઓ માન્ય પદ્ધતિ પર તેઓને પ્રકટ કરે અને તેમના પર સાહિત્યવિષયક તેમજ ઐતિહાસિક વિવેચન કરે. - પ્રો. ગુણેની ‘વિસયત્તકહા’ ૫૨ની પ્રસ્તાવના પરથી.)
૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org