________________
હેમચન્દ્રજીનું વ્યાકરણ
૭૯
કર્તી, હિન્દીના ઇતિહાસલેખકોને એવું કહીને ચક્કરમાં નાખી ગયેલ કે “ષટ ભાષા પુરાન ચ કરાને કથિત મયા.૧૩ અને તેઓ આમાં પંજાબી, બેસવાડી, રાજસ્થાની શોધતા ફરે છે. ઓગણીસમી સદીના બુંદીના કવિ “વંશભાસ્કર'ના કર્તા મીષણ ચારણ, “સૂરજમલ પણ છ ભાષાઓ મુખે પઢી ગયો હતો” એમ જણાવે છે.૧૪ શામળ ભટ્ટ પણ એક છપ્પામાં જણાવે છે કે :
સંસ્કૃત ભાષા સરસ, માગધી મોટે મૂલ્ય, ગ્વાલેરી ગુણનીધ, અપભ્રંશી તે તુલ્ય, દેશી ભાષા દાખ, પિશાચી પઢજો પ્રીતે ચારણ ચોથી ભાખ, રાજદ્વારે શુભ રીતે, એ ખટે ભાષા જે ખોજશે, ધારી જોતાં ધર્મ છે
કવિ શામળ ભટ સાચું કહે, ભોગી તેના બ્રહ્મ (બ્રાહ્મણ) છે. ૧૬૮. તો આ છ ભાષાઓ સંબંધી શું ખટપટ છે ?
સંસ્કૃત પ્રાકૃતં ચૈવ શૂરસેની તદુર્ભવા, તતોડપિ માગધી પ્રાગ્વત્ પૈશાચી દેશજાપિ ચ.
સંસ્કૃત, તેમાંથી પ્રાકૃત, તેમાંથી ઉત્પન્ન શૌરસેની, તેમાંથી માગધી, પહેલાંની માફક પૈશાચી અને દેશના એ છ થઈ.
૧૬૯. માલૂમ પડે છે કે પ્રકૃતિ’ શબ્દના અર્થમાં ભ્રમ થવાથી “તત આગત', ‘તદુભવા’ અને ‘તતઃ આદિની કલ્પના થઈ. “પ્રકૃતિનો અર્થ અહીં ઉપાદાનકારણ નથી. જેમ ભાષ્યકારે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે સોનામાંથી રુચક બને છે, રચકની આકૃતિને તોડી તોડીને કટક બનાવવામાં આવે છે, કટકોમાંથી વળી ખેરનાં લાકડાના અંગારથી કુંડલ બનાવવામાં આવે છે, સોનાનું સોનું રહી જાય છે, તેવી રીતે ભાષાથી ભાષા કદી બનાવવામાં નથી આવી. અહીં “પ્રકૃતિ' શબ્દ મીમાંસાના રૂઢ અર્થમાં લેવો જોઈએ. ત્યાં પ્રકૃતિ અને વિકૃતિ' શબ્દ વિશેષ અર્થોમાં લેવામાં આવ્યા છે. સાધારણ નિયમ, નમૂનો, મોડલ, ઉત્સર્ગ એ અર્થમાં પ્રકૃતિ’ આવે છે. વિશેષ, અલૌકિક, ભિન્ન, અંતરિત, અપવાદ – એ અર્થમાં ‘વિકૃતિ’ આવે છે. અગ્નિષ્ટોમ યજ્ઞ પ્રકૃતિ છે, બીજા સોમયાગ તેની વિકૃતિ છે. આનો અર્થ એ નથી કે બીજા સોમયાગ અગ્નિષ્ટોમમાંથી નીકળ્યા કે આવ્યા છે. અગ્નિષ્ટોમની જે રીતિ છે તેને બીજા સોમયાગોની રીતિ થોડીઘણી મળતી છે ને કંઈકંઈક ભિન્ન છે. સાધારણ રીતિ પ્રકૃતિમાં બતાવી ભેદોને વિકૃતિમાં ગણી દીધા છે. પાણિનિએ ભાષા(વ્યવહાર)ની સંસ્કૃતને પ્રકૃતિ માની વૈદિક સંસ્કૃતને તેની વિકૃતિ માની છે; સાધારણ યા ઉત્સર્ગ નિયમ સંસ્કૃતના માની વૈદિક ભાષાનો અપવાદ બનાવ્યો છે. અહીં પ્રકૃતિનો ઉપાદાન-કારણ એવો અર્થ
૧૩. જુઓ ગુલેરી મહાશયનો લેખ, પ્રતિભા, વૉ.૩; પૃ.૨૬૪-૬૭. ૧૪. મંખના “શ્રીકંઠચરિતની ટીકામાંથી ઉદ્ધત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org