________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન)
૧૦૭
વિયરો – વીરડો, નાનો કૂવો રાજસ્થાની બેરા. ચુલુએણ — હિં.ચિહ્ન, ગુ.ચાપવું (નામ). (૮૬) જે દિઠઉં સોમન્ગ્રહણ, અસઈહિં હસિક નિસંકુ, પિઅ-માણસ-
વિચ્છોહ-ગર, ગિલિ ગિલિ રાહુ મિયંકુ. • ચન્દ્રગ્રહણ દીઠું અસતીઓથી નિઃશંક હસાયું – તેઓ હસી : “હે રાહુ ! મયંક – ચન્દ્ર કે જે પ્રિય મનુષ્યોના વિયોગ કરનાર છે તેને
ખા – તેનું ભક્ષણ કર.” •
વિચ્છોહગરૂ – વિક્ષોભકર. આમાં ‘ક’નો “ગ” થાય છે, ને પાલી ભાષામાં “કરના” ધાતુનો ફેરફાર “ગરનામાં થયો છે. ‘ક’ તેમાં રહ્યો જ નથી, “ગ” છે. પ્રગટ’ને શુદ્ધ કરી ‘પ્રકટ' લખનારા આ વાત પર લક્ષ આપે. (૮૭) અમ્મીએ સત્યાવસ્થેહિં, સુધે ચિત્તિજ્જઈ માણું, પિએ દિટૂઠે હલ્લાહલેણ, કો ચેઅઈ અપ્પાણ.
• હે અમ્બ (માતા) ! સ્વસ્થ અવસ્થાવાળાઓથી સુખે કરી માન – અહંકાર ચિંતવાય છે – તેઓ ચિંતવે છે, પણ પિયુ દેખે સતે હલવલથી - વ્યાકુલતાથી આત્માને કોણ જાણે છે ? – આત્માને ભૂલી જાય છે. શુધ રહેતી નથી. •
'સ્વસ્થ હોઈએ ત્યારે માનગુમાનનું સૂઝે છે, પિયાને દેખતાં એટલી હલચલ મચે છે કે પોતાની શુધ જાતી રહે છે ત્યાં બિચારા માનને કોણ સંભારે ? પિએ દિઠે – ભાવલક્ષણા, ચેઅઈ – જાણે છે. સરખાવો ચૈત્ય, ચિહ્ન. (૮૮) સવધુ કરેમ્પિણ કધિદુ મઈ, તસુ પર સભલઉં જમ્મુ,
જાસુ ન ચાઉ ન ચારહડિ, ન ય પપ્પઠઉ ધમ્મુ.
• શપથ લઈને (સોગંદપૂર્વક) મારાથી કહેવાયેલું (કે) તેનો જન્મ કેવલ સફલ (છે કે, જેનો ત્યાગ, અને ચારભટી - શૂરવૃત્તિ અને ધર્મ પ્રમુષિત – પ્રભ્રષ્ટ થયેલ નથી. •
દોધકવૃત્તિમાંનો બીજો અર્થ ‘જેને અપવ્યય નથી અને ધર્મભ્રષ્ટ નથી થયો એ ઠીક નથી. (૯૦) ઉઅ કણિઆરુ પફુલ્લિઅલ, કંચણકન્તિપયાસુ,
ગોરી-વયણ-વિણિજ્જિાઉં, ન સેવઈ વણવાનું.
• ઓ - જો કર્ણિકાર વૃક્ષ કાંચનની કાંતિ પ્રકાશિત કરતું ફૂલેલું છે, જાણે કે ગૌરીવદનથી વિશેષે જિતાયેલું તે વનવાસ સેવે છે. •
કણિઆર – સં. કર્ણિકાર, પંજાબી પહાડી કયાર, અમલતાશ. તેને ઘણાં પીળાં ફૂલો થાય છે. ને – જાણે કે, ઉમેક્ષા માટે વપરાય છે. વેદનો ઉપમાવાચક ‘ન' વ્યાકરણમાં ન બંધાયો, પણ પ્રવાહથી પ્રાકૃતમાં – ભાષામાં ચાલ્યો આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org