________________
૧૧૦
(૧૦૨) તે મુગ્ગડા હરિવઆ, જે પિરિવેટ્ટા તારું, અવરોપ્પ જોઅન્તાહં, સામિઉ ગંજિઉ જાહં.
•
જેઓના ૫૨સ્પ૨ જોતાં (તેમના) સ્વામીને ગાંજવામાં આવ્યો હોય, તેમને જે મગ પીરસ્યા તે નકામા ગયા. •
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
અહીં ‘મગ પીરસવા' એ મોટા આદર અને ઉત્સવની વાત છે. જમાઈ આવે છે યા તહેવાર આવે છે ત્યારે મગચોખા બને છે. જે કાયરોના અહીંતહીં જોતાં જોતાં સ્વામીને માર પડે તેને મગ પીરસવા વૃથા છે મગ બરબાદ કરવા જેવું છે. રાજશેખરસૂરિ(સં.૧૪૦૫)ના ‘ચતુર્વિંશતિ-પ્રબંધ'માં આ ગાથા રત્નશ્રાવક પ્રબંધમાં જ્યાં એક રાજકુમાર બીજાની રક્ષા માટે પ્રાણ દેવા તૈયાર થાય છે ત્યાં જણાવવામાં આવી
છે.
(૧૦૩) બમ્ભ તે વિરલા કે-વિ નર, જે સળંગ છઇલ, જે ટૂંકા તે વંચયર, જે ઉજ્જુઅ તે બઇલ.
@
હે બ્રાહ્મણ [બ્રહ્મ], જે કોઈ પણ નો સર્વ અંગે
પ્રકારે છેલ
દક્ષ હોય છે તે વિરલા હોય છે. જે વાંકા હોય છે તે વંચક ઠગ હોય છે ને જે ઋજુ સરલ હોય છે તે બળદ (જેવા) હોય છે.
•
-
ખંભ બ્રહ્મ, કવિનું નામ. પ્રાકૃત પિંગલસૂત્રનાં કેટલાંક ઉદાહરણો પર કોઈકોઈ ટીકાકારે લખેલ છે કે બંભ(બ્રહ્મ) બંદી યા ભાટના અર્થે વપરાય છે, જેમકે ‘હિરબંભ’ એટલે હિર નામનો બંદી=બ્રહ્મભાટ ? બેંક સં.વક્ર. આમાં જોડાક્ષ૨ની ‘ન’ શ્રુતિ થાય છે. ‘પંચયર’ એટલે વંચકતર એમ માનવાની જરૂર નથી. ‘અર’ યા ‘અયર’ એ કર્તૃવાચક પ્રત્યય છે. ઉજ્જુઅ - ઋજુ. તેમાં ઋની ‘ઉ’ શ્રુતિ થાય છે.
[બ્રહ્મ કવિનામ હોવાનું શંકાસ્પદ છે.]
(૧૦૬) પ્રાઇવ મુણિહં-વિ ભન્તડી, તેં મણિઅડા ગણન્તિ,
અખઈ નિરામઇ ૫૨મપઇ, અજ્જુ-વિ લઉ ન લહન્તિ.
પ્રાયઃ મુનિઓને પણ ભ્રાન્તિ થાય છે – તે મણકાઓ – પારાઓ ગણે છે માળા ફેરવે છે. અક્ષય, નિરામય, પરમપદમાં આજ પણ તેઓ લય પામતા નથી. •
તેથી શૂન્ય ધ્યાન કરવાથી શું ? સરખાવો કબીરનું ‘મનકા ફેરત જુગ ગયા’ મણકા ફેરવતાં જુગ ચાલ્યો ગયો. મણિઅડા - મણિક મણકા તેમાં ‘ડ’ પ્રત્યય કુત્સાના અર્થમાં.
Jain Education International
(૧૦૯) વિરહાનલ-જાલ-કરાલિયઉ, પહિઉ કો-વિ બુદ્ધિવિઠિઅઉ, અનુ સિસિકાલિ સીઅલજલહુ, ધૂમ કહન્તિહુ ઉòિઅઉ.
·
(કોઈ કિવ જલમાં ધૂમ જોઈ બોલ્યો) કોઈ પણ પથિક - મુસાફર વિરહાનલની જ્વાલાથી કાલિત એટલે પીડિત થઈ ડૂબી રહ્યો છે, નહીં તો (અન્યથા) શિશિરકાલે શીતજલમાંથી ધુમાડો ક્યાંથી ઊઠ્યો.
·
For Private & Personal Use Only
www.jainelibrary.org