________________
હેમચન્દ્ર અને દેશી
૯૩
યત્ન કરો.” શબ્દનો પ્રયોગ-વિષય મોટો છે. સાત દ્વીપની પૃથ્વી, ત્રણ લોક, ચાર વેદ, અંગ અને રહસ્ય સહિત, તેના ઘણા ભેદ, ૧૦૦ શાખા અધ્વર્યુવેદની, સામવેદના ૧૦૦૦ માર્ચ, ૨૧ પ્રકારના વાદ્યુચ્ય (ઋગ્વદ), નવ જાતના અથર્વણ વેદ, વાક્યોવાક્ય, ઇતિહાસ, પુરાણ, વૈદ્યક – આટલા શબ્દના પ્રયોગવિષય છે. આટલા શબ્દના પ્રયોગવિષયને સાંભળ્યા કે વિચાર્યા વગર શબ્દ અપ્રયુક્ત છે એમ કહેવું તે સાહસમાત્ર છે (પહેલું આલિક). એ પ્રમાણે જ (૧) (૨)માં વિરોધ આવે છે. ધાતુઓમાં હેમચન્દ્ર ભારે અભુત કાર્ય કર્યું છે. એક ધાતુને પ્રધાન – મુખ્ય ગણેલ છે અને તેના અર્થના બીજા ધાતુઓને તેનો આદેશ માની ઝઘડો પતાવ્યો છે. જેમકે “કહઈ' (‘કથતિ) ધાતુ લીધો – માન્યો. હવે વજ્જરઈ, પજ્જર), ઉત્પાલઈ, પિસુણઈ, સંઘઈ, બોલ્લઈ, ચવઈ, જમ્પઈ, સીસઈ, સાહઈ – આ બધાને વિકલ્પ “કહઈના આદેશ કરી દીધા છે. (૮-૪-૨) “ઉબૂકઇ'ને આમાં ગણેલ નથી કારણકે તેને “ઉત્+બુકમાંથી નીકળેલ માનેલ છે. આમ જોવામાં આવે તો “વજ્જરઈ” “ઉચ્ચરતિમાંથી, “પજ્જર)” પ્રોચરતિમાંથી, “પિસુણઈ” “પિશુનયતિમાંથી, “સંઘઈ “સંખ્યાતિમાંથી, “જમ્પઇ” જલ્પતિમાંથી નીકળી શકે છે.
૧૯૧. વળી હેમચન્દ્ર લખે છે કે “બીજાઓએ આને દેશી શબ્દો તરીકે લીધા છે, કિંતુ અમે તેને ધાત્વાદેશ કરી દીધા છે કે જેથી વિવિધ પ્રત્યયોમાં પ્રતિષ્ઠિત થઈ જાય. આમ કરવાથી વજ્જરિઓ' એટલે “કથિત’ ‘વજ્જરિઊણ' એટલે “કથયિત્વા” આદિ હજારો રૂપ સિદ્ધ થઈ જાય છે.” આ તો પોતાની મનમાની થઈ. યા તો તેને સ્વતંત્ર ધાતુ માની લેવાત, યા તેમાં તદ્દભવ અને દેશીની છાંટ નાખી શકાત. વૈયાકરણોના સ્વભાવ પ્રમાણે હેમચન્દ્ર કહે છે કે અમે તેને આદેશ એટલા માટે ગણેલ છે કે તેને પ્રત્યય લગાડી શકાય, તે વિવિધ પ્રત્યયોમાં પ્રતિષ્ઠિત થઈ જાય. પતંજલિ વૈયાકરણોને ચેતવણી આપી ગયેલ છે કે “જેમ ઘડાનું કામ પડતાં લોક કુંભારને ત્યાં જાય છે કે અમને ઘડો બનાવી આપ તેમ શબ્દનું કામ પડતાં કોઈ વૈયાકરણને ત્યાં જતો નથી કે ભાઈ ! અમારે કામ છે માટે શબ્દ બનાવી આપ.” (પહેલું આહ્નિક); કિંતુ વૈયાકરણ સમજે છે કે તેને પ્રતિષ્ઠિત કર્યા વગર લોક આ ધાતુઓ સાથે પ્રત્યય જ નહીં લગાડી શકે. કૂકડો સવાર થતાં બોલે છે. કિંતુ ફેંચ ભાષાના એક નાટકમાં એક કૂકડાને એવું અભિમાન થયેલું બતાવ્યું છે કે હું નહીં બોલું તો સવાર પડશે જ નહીં. અસ્તુ.
૧૯૨. આ ચોથા પાદમાં કેટલીક ધાતુઓના આદેશ ગણાવ્યા છે કે જેમાં કેટલાક તો તદ્દભવ ધાતુ છે અને દેશી છે, જેમકે “ભ્રમ (એટલે ઘૂમવું)ના અઢાર આદેશોમાં (૮-૪-૧૬૧) “ચક્કમઈ” “ચંક્રમ’ પરથી, “ભમ્મડઈ', “ભમાઈ” “ભ્રમ' પરથી સ્વાર્થમાં 'ડ' લગાડી, ‘તલઅષ્ટઈ', ‘તલઅટ' પરથી, ભુમઈ' “જુમઈ” “ભ્રમ' પરથી, પરીઇ', પરઈ' “પરિ+ઈ' પરથી તદ્દભવ માની શકાય છે. ટિરિટિલ્લઈ, ટુહ્લ્લઈ, ઢઢલઈ, ઝષ્ટઈ, ઝમ્પઈ, ગુમઈ, ફુસઇ, હુમઇ, સુસ) – એ બાકી રહ્યા તેને દેશી ધાતુ માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org