________________
૯૨
સિદ્ધ થઈ જાય. હેમચન્દ્રજીએ દેશીનું વૈજ્ઞાનિક વિવેચન કર્યું નથી.
૧૮૮. પોતાની ‘દેશીનામમાલામાં પોતે શું લીધું છે, શું નથી લીધું તેનો ઉલ્લેખ તેઓ એવી રીતે કરે છે કે (૧) જે લક્ષણગ્રંથ (“સિદ્ધહૈમ-શબ્દાનુશાસન')માં પ્રકૃતિપ્રત્યય આદિ વિભાગથી સિદ્ધ કરવામાં આવ્યા નથી તે ત્યાં લેવામાં આવ્યા છે; (૨) જે ધાતુ વૈયાકરણ તથા કોશકારોએ દેશીમાં ગણેલ છે, પરંતુ જેને અમે ધાતુઓના આદેશ માનેલ છે તે લેવામાં નથી આવ્યા; (૩) જે પ્રકૃતિ-પ્રત્યય વિભાગથી સંસ્કૃત જ સિદ્ધ થાય છે કિંતુ સંસ્કૃત કોશોમાં પ્રસિદ્ધ નથી તે અહીં લેવામાં આવ્યા છે - જેવા કે ‘અમૃત-નિર્ગમ’ એટલે ચન્દ્ર, ‘છિન્ન-ઉદ્ભવા’ એટલે બીજ, ‘મહાનટ’ એટલે શિવ ઇત્યાદિ, (૪) જે સંસ્કૃત કોશોમાં નથી કિંતુ ગૌણ લક્ષણા યા શક્તિથી જેનો અર્થ બેસે છે જેવો કે ‘બઇલ' (એટલે બેલ, બળદ=મૂર્ખ) તે લેવામાં નથી આવ્યા.
-
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
૧૮૯. વળી તે કહે છે કે મહારાષ્ટ્ર, વિદર્ભ, આભીર આદિ દેશોમાં જે શબ્દ પ્રસિદ્ધ છે (જેવા કે મગા’=મરાઠી ‘મગ’=પછી, ‘હિંગ’ એટલે જાર) તેને ગણવામાં આવે તો દેશો અનંત હોવાથી પુરુષાયુષથી પણ તેનો સંગ્રહ થઈ શકે તેમ નથી તે માટે ‘અનાદિપ્રસિદ્ધપ્રાકૃતભાષાવિશેષ' જ દેશીને કહેવામાં આવેલ છે. પોતાની પુષ્ટિમાં એક જૂનો શ્લોક ઉષ્કૃત કરેલ છે કે દિવ્ય યુગસહસ્રમાં વાચસ્પતિની બુદ્ધિ પણ એટલી સમર્થ થઈ શકતી નથી કે જે દેશોમાંના પ્રસિદ્ધ શબ્દો સંપૂર્ણપણે ચૂંટી શકે. (દેશીનામમાલા, ગાથા ૨-૩)૨૦ આથી સ્પષ્ટ છે કે મનમાની પોતાની મરજીમાં આવે તેવી આ માલા કરવામાં આવી છે. સંસ્કૃત પ્રયોગને પ્રમાણ ન માનતાં કોશોને માન આપ્યું છે. ‘અમૃતનિર્ગમ’ અને ‘મહાનટ' ચન્દ્રમા અને શિવના અર્થમાં સંસ્કૃત કોશોમાં ન આપવામાં આવ્યા હોય તેથી શું થયું ? પ્રકૃતિ-પ્રત્યય-વિભાગ અને શક્તિ, રૂઢિ આદિથી તે સંસ્કૃત જ છે. તેવી રીતે (૩) અને (૪)માં પરસ્પર વિરોધ આવે છે.
૨૧
૧૯૦. સંસ્કૃતમાં ‘અપ્રયુક્ત'નો વિચાર કરતાં પતંજલિએ કહ્યું છે કે ઉપલબ્ધિમાં
૨૦. સરખાવો પતંજલિ - બૃહસ્પતિએ ઇન્દ્રને દિવ્યવર્ષસહસ્ર શબ્દપારાયણ કરાવ્યું પરંતુ અંત આવ્યો નહીં. બૃહસ્પતિ જેવો કહેનાર, ઇન્દ્ર જેવો શીખનાર, દિવ્યવર્ષસહસ્ર જેટલો અધ્યયનકાળ તોપણ અંત ન આવ્યો. આજકાલ જે જીવો છે તે ઘણુંઘણું સો વર્ષ જીવે', ઇત્યાદિ. (પ્રથમ આફ્રિક)
૨૧. વૈયાકરણોની મનમાની પુરાણી લખવાની રીતિ પણ નષ્ટ થઈ. પ્રાકૃત પોથીઓમાં લખનારા ‘શોધશોધ’ કરી લખવા લાગ્યા તેથી દક્ષિણનાં પ્રાકૃતનાં પુસ્તકોમાં જૂના પાઠ મળી આવે છે. ઉત્તરનાં પુસ્તકોમાં તે ‘સુધારવામાં’ આવ્યા છે (બાર્નેટ, જર્નલ ઑવ્ રૉ. એ. સોસાયટી, ઑક્ટો. ૧૯૨૧). આમ શોધી – સુધારી મૂકવાના પરિણામે મૃગનેત્રાસુ રાત્રિપુ’નું ‘સુગદ્વૈતાસુ રાત્રિપુ' થઈ ગયું હતું. (પ્રતિભા, વર્ષ ૩). ભાગવતના દક્ષિણી વૈષ્ણવ ટીકાકારોએ ભાગવતમાં જે વૈદિક પ્રયોગ (આર્ષ) છે તેને બદલી વર્તમાન સંસ્કૃત કરી દીધું છે, શ્રીધર સ્વામીએ નહીં, એ વાત કુંભકોના સંસ્કરણની ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે. તેઓએ ભાગવતને ‘શુદ્ધ’ કર્યું કિંતુ શું તેની પ્રાચીનતાનો લોપ પોતાને હાથે નથી કર્યો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org