________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો
9
એ જાણવાનું જો મનમાં હોય, તો જિનાગમ જો. • (૭) નિયમ-વિહૂણા રરિરિવિ ખાહિં જિ કસરર્કેહિં,
હુહુરુ પડન્તિ તે પાવદ્રહિ ભમડહિં ભવલખેહિં. ૬૮
• રાતમાં પણ જે કરકસર કરતો ખાય તે પાપદ્રહમાં હહર કરતો પડે છે, અને ભવલક્ષોમાં – લાખો જન્મમાં ભમે છે. • (૮) સગહોં કેહિ કરિ જીવદય, દમુ કરિ મોખ્ખો રેસિ,
કહિ કસુ રેસિ તુહું અવર, કમ્મારમ્ભ કરેસિ.
• સ્વર્ગને માટે જીવદયા કર, મોક્ષને માટે દમ (સંયમ) કર. કહે કેના માટે તું બીજા કર્યારંભ કરે છે ? • (૯) કાયકુડુલી નિરુ અથિર, જીવિયડી ચલુ એહુ,
એ જાણિવિ ભવદોસડા, અસુહઉ ભાવું ચએહુ, ૭૨
• કાયાની કુડલી ઝૂિંપડી] નક્કી અસ્થિર છે, જીવિત ચલ – ચંચલ છે, એ જાણી ભવ – સંસારના દોષો, અશુભ ભાવ તજો. • (૧૦) તે ધન્ના કન્નુલ્લડા, હિઅઉલ્લા તિ કયત્વ,
જો ખણિ ખણિ વિ નવુલ્લડ, ઘૂંટહિ ધરહિં સુઅત્ય.૭૩
તે કાન ધન્ય છે, તે હૃદય કૃતાર્થ છે જે (કાન) ક્ષણેક્ષણે નવા સુઅર્થો (વા કૃતાર્થો)ને ઘૂંટે છે અને (જે હૃદય) એને ધરે છે – ધારે છે. (૧૧) પઈઠી કત્રિ જિણાગમહીં વત્તડિઆલિ હુ જાસુ,
અમ્હારઉં તુમ્હારઉં વિ એહુ મમતુ ન તાસુ. હિન્દીસમ ? પૈઠી કાન જિનાગમ(કી), બાતડી ભી જાસુ,
હમારો તુમ્હારો યહ મમત્વ ન તાસુ. ગુ. છાયા : પેઠી કાન જિનાગમની વાતડી પણ જાસ,
અમારું તમારું પણ એહ મમત્વ ન તાસ. આ ઉદાહરણોમાં વ્યાખ્યાન યા વ્યાકરણનો વિસ્તાર કરવામાં આવ્યો નથી.
પ્રકરણ ૬ : હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો
દિશાઈએ બધાં જ અપભ્રંશ પદ્ય ઉદાહરણો અનુવાદ અને ટિપ્પણ સાથે આપેલાં. હવે ડૉ. હરિવલ્લભ ભાયાણીના “સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણમાં એ વધુ અધિકૃત રીતે પ્રાપ્ય છે. તેથી દેશાઈએ કરેલા કામનો અંદાજ આવે અને અપભ્રંશ સાહિત્યની સમૃદ્ધિની ઝાંખી થાય એ હેતુથી, જે પરત્વે દેશાઈની સાચવવા જેવી નોંધો છે તે ઉદાહરણો જ અહીં રાખ્યાં છે, બાકીનાં છોડી દીધાં છે. ક્રમાંક જૂના જ રાખ્યા છે, તેથી કયાં ઉદાહરણો છોડી દીધાં છે એ ધ્યાનમાં રહેશે. રાખેલાં ઉદાહરણોમાં પણ ડૉ. ભાયાણીના કામનો લાભ લઈ આવશ્યક પાઠશુદ્ધિ અને અર્થશુદ્ધિ કરી લીધી છે.]
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org