________________
૯૪
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
અથવા અનુકરણ આદિથી બનેલા સમજો. દેશના ભંડારમાંથી સંસ્કૃતવાળા “સંસ્કૃત કરીને અને પ્રાકૃતવાળા એમ જ લેતા રહ્યા છે. પહેલાએ એમ નથી કહ્યું કે અમે લીધા છે, તે તો એમજ કહેતા ગયા કે અમારા જ છે, બીજાએ દેશી અને તભવોની વહેંચણી કરી, કારણ કે તભવોને પોતાના થોડા નિયમોથી જ બાંધેલા માન્યા, વ્યત્યયનો વિચાર કર્યો નહીં.
૧૯૩. હેમચન્દ્રસૂરિએ પોતાની જન્મભાષાનું ગુજરાતી, હિન્દી કે મરાઠી આદિ કોઈ ખાસ – વિશિષ્ટ નામ ન રાખતાં “અપભ્રંશ' એવું સામાન્ય નામ રાખ્યું છે. આનું કારણ એ છે કે તે ભાષા તે સમયે તેવા જ રૂપમાં કંઈક થોડા ભેદ સાથે ભારતના ઘણાખરા પ્રદેશોમાં બોલાતી હતી. આથી આચાર્ય હેમચન્દ્ર તેને ખાસ કોઈ પ્રદેશની ભાષા ન માનતાં સામાન્ય અપભ્રંશ ભાષા માની. આ ‘અપભ્રંશ' એટલે વિકૃત સ્વરૂપ સ્વરૂપ કઈ ભાષાનું સમજવું ? આ પ્રશ્નનો ઉત્તર આપણને કેવલ જૈન સાહિત્યથી મળશે, અન્યથી નહીં. આટલા માટે જે પ્રાકૃત ગ્રંથો હેમચન્દ્રાચાર્યની પહેલાં ક્રમથી ત્રણચાર શતાબ્દીઓથી લખાયેલા છે તે જોવા ઘટે. જોકે સર્વનું અવલોકન અત્યાર સુધી ઠીકઠીક પ્રમાણમાં કરવામાં આવ્યું નથી તોપણ જેટલું કરવામાં આવ્યું છે તે પરથી નિઃસંકોચ કહી શકાય તેમ છે કે તે અપભ્રંશ, શૌરસેની અને મહારાષ્ટ્ર પ્રાકૃતનું રૂપ હતું. દશમી સદીનાં પહેલાંના જેટલા જૈન પ્રાકૃત ગ્રંથ છે તેમાં આ બંને ભાષાઓની પ્રધાનતા છે. દશમી સદીના પછીના જે ગ્રંથ છે તેમાં તે ભાષાઓ કમેક્રમે લુપ્ત થતી જાય છે અને અપભ્રંશનો ઉદય દષ્ટિગોચર થાય છે. મહાકવિ ધનપાલ, મહેશ્વરસૂરિ અને જિનેશ્વરસૂરિ આદિના ગ્રંથોમાં અપભ્રંશના આદિ આકાર, તથા રત્નપ્રભાચાર્યની ઉપદેશમાલા'ની “દોઘટ્ટીવૃત્તિ અને હેમચન્દ્રસૂરિના ગ્રંથોમાં શુદ્ધ શૌરસેની અને મહારાષ્ટ્ર પ્રાકૃત છે અને તે પછી તેનું વિકૃત રૂપ છે. કાલની ગતિની સાથે ભાષાઓના પરિવર્તન - તેના સ્વરૂપના ભ્રંશને જ હેમચન્દ્રસૂરિએ અપભ્રંશ નામ આપ્યું અને શૌરસેની તથા પ્રાકૃત પછી પોતાના વ્યાકરણમાં અપભ્રંશનું વ્યાકરણ પણ લિપિબદ્ધ કરી દીધું. ('સિદ્ધહૈમ-શબ્દાનુશાસન' નામના મહાન વ્યાકરણમાં પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃતનું સવગપૂર્ણ વ્યાકરણ આપી આઠમા અધ્યાયમાં પ્રાકૃત વગેરે વ્યાવહારિક ભાષાઓનું વ્યાકરણ આપેલ છે તેમાં ચતુર્થ પાદરા ૩૨૯માં સૂત્રથી અંતિમ સૂત્ર ૪૪૮ સુધીનાં ૧૨૦ સૂત્રોમાં આ અપભ્રંશનું વ્યાકરણ છે.)
૧૯૪. હેમાચાર્યના “કાવ્યાનુશાસનમાં મહાકાવ્યની વ્યાખ્યા આપતાં અપભ્રંશના બે ભેદ પાડેલા છે. “તત્ર પ્રાયઃ સંસ્કૃતપ્રાકૃતાપભ્રંશગ્રામ્યભાષાનિબદ્ધ મહાકાવ્યમ્' અને તે ભાષાઓના દાખલા આપતાં કહે છે કે “અપભ્રંશ ભાષાનિબદ્ધસચિબન્ધમ્ અબ્ધિમન્થનાદિ ગ્રામ્યાપભ્રંશ ભાષાનિબદ્ધાવસ્કન્ધનકબન્ધમ્ ભીમકાવ્યાદિ.” અપભ્રંશ ભાષામાંનું મહાકાવ્ય સન્ધિના બંધવાળું હોય છે, દાખલા તરીકે “અબ્ધિમન્થન' વગેરે અને ગ્રામ્ય અપભ્રંશ ભાષામાંનું મહાકાવ્ય અવસ્કન્ધકના બન્ધવાળું હોય છે, દાખલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org