________________
८४
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
વસ્તુ-વદનક-કપૂર(ઉલાલા ?)નો યોગ (૭૬), સુમનોરમા (૮૨). આમાંથી નમૂના તરીકે કંઈક આગળ ઉદાહરણના પ્રકરણમાં આપેલા છે, જૂનાં અપભ્રંશનાં ઉદાહરણોથી આ કંઈક ક્લિષ્ટ છે તેનું કારણ સ્પષ્ટ છે ને વિશેષ હવે પછીથી જણાવીશું અને તે સ્પષ્ટ છે કે આ હેમચન્દ્રજીએ પોતે રચેલી જૂની હિન્દી-જૂની ગુજરાતી છે.
૧૭૬. હેમચન્દ્રજીની “દેશીનામમાલામાં કંઈ શબ્દો તે સમયના રીતિરિવાજ અને વિનોદ આદિના સૂચક છે તેનો સંગ્રહ પાઠર્કોના મનોવિનોદ અને જ્ઞાન માટે અહીં આપવામાં આવ્યો છે. હેમચન્દ્ર જે અર્થ કરેલ છે તેનો અનુવાદ અહીં કર્યો છે અને કિંઈ ટૂંક વિવેચન સાથે જરૂર પડી ત્યાં આપ્યું છે. અંબેટ્ટી (૧-૭) : મુઠ્ઠીનો જુગાર (હિં.બુઝાવૈલ). અણાણ (૧-૭) : વિવાહકાલમાં જે વધૂને આપવામાં આવે છે (પહેરામણી) યા જે
- વિવાહને માટે વધૂ પોતે વરને આપે છે. (સામી મોં દેખામણી ?) આણંદવડ (૧-૭૨) : પતિથી પ્રથમ યૌવનહરણ થતાં સ્ત્રીના રુધિરથી છંટાયેલું વસ્ત્ર.
તે બાંધવોને આનંદિત કરે છે તેથી આનંદપટ કહેવામાં આવે છે. કેટલીક જાતિઓમાં હજુ પણ એવી રસમ છે કે આવા વસ્ત્રમાં મીઠાઈ રાખીને નાતમાં
વહેંચવામાં આવે છે.) ઈદમહ (૧-૮૧) : કૌમાર, કૌમારાવસ્થા. ઉડુહિએ (૧–૧૩૭) : પરણેલી સ્ત્રીનો ગુસ્સો. એમિણિઆ (૧–૧૪૫) : તે સ્ત્રી કે જેનું શરીર સૂતરથી માપી તે સૂતર ચારે દિશામાં
ફેંકી દેવામાં આવે છે. કોઈ દેશની એક જાતની રસમ છે. (સં.“માપરથી
મીનાતિ, મિનોતિ). ઓલંકી (૧-૧૫૩) : સંતાઈને રમાતી રમત, જેમાં છોકરાઓ સંતાઈને રમે છે, યા
ચક્ષુ સ્થગન-ક્રીડા (આંખમીંચામણી, સંતાકૂકડી). ઓજ (૧–૧૫૬) : એક જાતની રમત કે જેમાં નથી, નથી” એમ કહેવામાં આવે
કાક્લપ્પ (૨-૪૬) : સ્ત્રીરહસ્ય. ખિખ્ખરી (૨-૭૩) : સૂચનાને માટે લાકડી કે જે ઢેઢ આદિ એટલા માટે રાખતા રહે
છે કે બીજા લોક તેને અડે નહીં. (રજવાડામાં અસ્પૃશ્ય જાતિઓ કાગડા કે
કૂકડાનું પર [=પીછું. આ રીતે શિર પર રાખે છે). ગાગેજ્જા (૨-૮૮) : નવી પરણેલી વહુ. ગંજદ્વિઅ (૨–૧૧૦) : હાસ્યસ્થાનમાં અંગસ્પર્શ, જેનું લોકભાષામાં “ગિલગિલવિઅ”
રૂઢ થયેલ છે (ગલગલિયાં). છિંછટરમણ (૩-૩૦) : આંખમીંચામણી. ઝોંડલિયા (૩-૬૦) : રાસના જેવો ખેલ કે જેમાં કન્યાઓ (અથવા લાલક) નાચે-કૂદ
છે (રાસ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org