________________
૮૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૮
છે કે મહારાજ કુમારપાલ ! આપની સેનાને આવતી જોઈને ભાગનાર રિપુ-દંપતી અરસપરસ નામ લઈલઈને પુકારે છે અને આપના “લયની યાત
કરાવે છે કે વિવાહ થયાથી પણ આમ કર્યું હતું). જુઓ ઉપર ‘ણવલયા. લયાપુરિસ (૭-૨૦) : એક ઉત્સવ કે જેમાં વધૂનું ચિત્ર હાથમાં કમલ દઈને ચીતરવામાં
આવે છે. વહુમાસ (૭–૪૬) : જ્યારે નવી વિવાહિતા સ્ત્રીના ઘરથી પતિ બહાર જાય નહીં ત્ય
રમણ કરતો રહે તેવી વિશેષ રીતિ યા ઉત્સવ. (હનીમૂન' !) વહુહાડિણી (૭-૫૦) : એક સ્ત્રીની ઉપર જે બીજી સ્ત્રી લાવવામાં આવે છે. વોરલ્લી (૭-૮૧) : શ્રાવણ સુદ ૧૪નો વિશેષ ઉત્સવ, (રાખડી ?). સુગિમ્મત (૮–૩૯) : ફાલ્ગનોત્સવ. આ સંસ્કૃત “સુગ્રીષ્મકનો તદ્દભવ છે; તે માટે
દેશીમાં ગણ્યો નથી. હેમચન્દ્ર ભામહમાંથી “સુગ્રીષ્મક'ના પ્રયોગનું ઉદાહરણ
આપ્યું છે. (ફાગ ?). સંવાડા (૮-૪૩) : અંગૂઠો અને વચલી આંગલીથી ચાપટા – ચટાકા વગાડવા તે. હિંચિઆહિંવિઅ (૮-૬૮) : એક પગ ઊંચો કરી બીજા એક જ પગથી ચાલવાન
છોકરાંઓની રમત.
[દેશીનામમાલા ગુજરાતી અનુવાદ અને ટિપ્પણ સાથે પંડિત બેચરદાસ દેશીએ દેશી શબ્દ સંગ્રહ એ નામથી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ દ્વારા ૧૯૭૪માં પ્રગટ કરેલ છે.]
૧૭૭. કુમારપાલચરિત' કુમારપાલના રાજ્યમાં રચાયું. કુમારપાલ રાજા ગાદી પર સં.૧૧૯૯માં બેઠો અને તેનો સ્વર્ગવાસ સં. ૧૨૩૦માં થયો. હેમાચાર્યનો સ્વર્ગવાસ સં.૧૨૨૯માં થયો. શિલારાવંશના મલ્લિકાર્જુન સાથે યુદ્ધ સં.૧૨૧૭-૧૮માં થયેલું માનવું ઘટે. તેથી કુમારપાલચરિત' (દ્વયાશ્રયકાવ્ય') અને તેમાં અંતર્ગત આ અપભ્રંશ (જૂની હિન્દી-જૂની ગુજરાતી) કવિતાનો રચનાકાલ સં.૧૨૧૮થી સં.૧૨૨૯ સુધીમાં કોઈ પણ સમય છે. હેમચન્દ્રજીનું વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહની આજ્ઞાથી તેમના રાજત્વકાલમાં અર્થાત્ સં.૧૧૯૯ની પૂર્વે બન્યું. વ્યાકરણની બૃહદ્રવૃત્તિ અને તેનો ઉદાહરણસંગ્રહ સૂત્રોની સાથે જ રચાયેલ હશે. આ માટે હેમચન્દ્ર પોતા સિવાય અન્ય ઉલ્લેખેલ-ઉદ્ધત કવિતા પ્રચલિત થવાનો સમય સં. ૧૧૯૯થી પૂર્વે છે. એ તો વારંવાર કહેવાની જરૂર નથી કે આ સંવત તેની ઉપલબ્ધિનો નિમ્નતમ – છેલ્લામાં છેલ્લો સમય છે. ઊર્ધ્વતમ સમય - સૌથી અગાઉનો સમય મુંજના નામાંકિત દોહાથી લેવો ઘટે, અર્થાત્ આ કવિતા સં.૧૦૨૯થી ૧૧૯૯ સુધી લગભગ બે સૈકાની છે.
૧૭૮. જ્યારે હેમચન્દ્રનાં ઉદાહરણોની વ્યાખ્યા લગભગ લખાઈ ચૂકી હતી ત્યારે
૧૬. સિદ્ધરાજ જયસિંહ પૃથ્વીરાજના પિતા સોમેશ્વરનો નાનો પિતામહ – મારો બાપ) હતો તથા સોમેશ્વરને કુમારપાળે પાળ્યો હતો. મલ્લિકાર્જુનની લડાઈમાં સોમેશ્વર સામેલ હતો. જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧, પૃ.૪૦૦–૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org