________________
‘દેશીનામમાલા’ અને ‘કુમારપાલચરિત’
છંદોમાં આવી ગયેલ છે. આનું કારણ એ છે કે એક-એક છંદમાં કેટલાંયે ઉદાહરણ સમાવ્યાં છે. હેમચન્દ્રજીને એવી રચના પ્રિય હતી.
[આ પ્રકરણ પરત્વે વિશેષ માટે જુઓ પ્રાકૃત વ્યાકરણ’, પં. બેચરદાસ દોશી, પ્રકા. યુનિવર્સિટી ગ્રંથનિર્માર્ણ બોર્ડ, અમદાવાદ.]
પ્રકરણ ૨ : ‘દેશીનામમાલા’ અને ‘કુમારપાલચરિત'
૧૭૫. હેમચન્દ્રજીએ ‘દેશીનામમાલા' નામનો એક કોશ પણ બનાવ્યો છે કે જેમાં પ્રાકૃત રચનામાં આવનારા દેશી શબ્દો ગણ્યા છે. સંસ્કૃતના બીજા કોશોમાં વિષયવિભાગ (સ્વર્ગ, દેવ, મનુષ્ય આદિ)થી શબ્દોનો સંગ્રહ થાય છે, યા તો અંતના વર્ણો (જેવા કે કાન્ત, ખાન્ત આદિ)ના વર્ષોથી સંગ્રહ થાય છે, પરંતુ આ ‘દેશીનામમાલા’ વર્તમાન કોશોની પેઠે અકારાદિ ક્રમે બનેલ છે. તેનું પણ કારણ એ છે કે વ્યાકરણમાં અપભ્રંશની કવિતા પૂરી ઉષ્કૃત કરવાની છે. સંસ્કૃત-પ્રાકૃત કોશોની “ પેઠે દેશી કોશને કોઈ મોઢે રાખતા નથી. જ્યાં પ્રાકૃત કવિમાં દેશી પદ આવ્યા ત્યાં જોવાને માટે આ કોશનો ઉપયોગ છે. ત્યાં અકારાદિ ક્રમથી જ કામ ચાલી શકે છે.૧૫ તે ક્રમની અંદર પણ એકાક્ષર દ્વિ-અક્ષર આદિનો ક્રમ છે. જે અક્ષરથી આરંભ થના૨ શબ્દ જ્યાં ગણવામાં આવ્યા છે ત્યાં તેવા નાનાર્થ શબ્દ પણ ગણવામાં આવ્યા છે. ત્યાં જેટલા શબ્દોનાં ઉદાહરણ એક ગાથામાં આવી શક્યાં તેટલાંને ઠાંસી ભરવામાં આવ્યા છે. કણોઢિઆ (એટલે ઘૂંઘટ, ચાદર, કાન+ઓઢી), કંઠમલ્લ (=મુડદાની ઠાઠડી), કપ્પરિઅ, કડૈરિઅ (=ફાડેલું), કડંભુઅ (=ઘડો) આ શબ્દોને સાથે ગૂંથી એક ગાથા બનાવવામાં કદી તેમાં અર્થ હોય તોપણ કાવ્ય-સુંદરતા આવવી કઠણ છે. હેમચન્દ્રજીએ આ ૫ર એક માનિની ખંડિતાની ઉક્તિ બનાવી છે કે “હું દાંતોથી ફાડેલા અધરવાળા, નખોથી કાપેલા અંગવાળા, ચાદર છોડ બુરખો છોડ, લાજ મૂક], તે ઘડા જેવાં સ્તનોવાળી પાસે જા કે જે ઠાઠડીને પણ યોગ્ય નથી” (દેશીનામમાલા ૨૦). આ ઉદાહરણ બનાવવાની કઠિનતાથી વિવિધ અર્થો માટે ઉદાહરણ-ગાથાઓ તેમણે બનાવી નથી. આ જ રીતે ‘કુમારપાળ-ચરિત’માં કેટલાંક ઉદાહરણ એક-એક દોહામાં મૂકેલાં છે, કિંતુ ત્યાં શ્રુતદેવીનો રાજાને ધર્મવિષયનો ઉપદેશ એ એક જ વિષય છે, તેથી કવિને થોડીઘણી સ્વતંત્રતા મળી છે. આ ૬૯ છંદોમાં જે છંદો આવ્યા છે તે એ છે કે વદનક (૧૪-૨૭, ૭૭, ૭૮), દોહા (૨૮-૭૪, ૮૧), માત્રા (૭૫, ૭૮),
૧૫. પાદલિપ્તાચાર્ય આદિ વિરચિત દેશી શાસ્ત્રો હોવા છતાં પણ આ (‘દેશીનામમાલા’)ના આરંભનું પ્રયોજન..... ‘વર્ણક્રમસુખદ’ અથવા ‘વક્રમસુભગ’... વર્ણક્રમથી નિર્દિષ્ટ શબ્દ અર્થવિશેષમાં સંશય થતાં મુખથી સ્મરણ અને ધ્યાન કરી શકાય છે. વર્ણક્રમને ઉલ્લંઘી કહેવાથી સુખથી અવધારણ થઈ શકતું નથી તેથી વર્ણક્રમનિર્દેશ અર્થવાન છે. (હેમચન્દ્ર, ‘દેશીનામમાલા’, બીજી ગાથાની ટીકા)
૧૦.૭
Jain Education International
For Private & Personal Use Only
૮૩
—
www.jainelibrary.org