________________
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
અને તે કવિઓ જ્યારે પોતે વિદ્યમાન હોય ત્યારે તે અમુક રાજાઓ જો. મરી જઈ ભુલાઈ ગયા હોય તો તે વખતે તે રાજાઓનાં ગુણગાન કરી શક્યા ન હોત; આથી એ નિર્ણય પર આવવું અયોગ્ય નથી કે તે કવિઓએ વાપરેલાં ભાષાનાં રૂપો જે વખતે તે રાજાઓ વિદ્યમાન હતા તે વખતના અરસામાં ચાલુ હતાં. આ પ્રમાણે કર્ણના અરસામાં એટલેકે અગિયારમાં શતકના પૂર્વાર્ધમાં જે વિકાસની અવસ્થાએ દેશી ભાષાઓ પહોંચી હતી તે અપભ્રંશ ભાષાનો જ ચાલુ વિકાસ હતો.”
આ સર્વ વિવેચન પરથી ઈ.સ. ૧૧મા શતકના મધ્ય સુધી અને વિક્રમ બારમા શતક સુધી તો અપભ્રંશ ભાષા બોલાતી હતી એ નિર્વિવાદ દીસે છે. આની પછી નવીન આર્યભાષાનો - દેશી ભાષાનો કાળ શરૂ થાય છે એમ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org