________________
જૈન ગૂર્જર કવિઓ
તે પણ આ જ પ્રકારનો છે. તે ભટ્ટ પ્રભાકરની વિનંતીથી રચવામાં આવ્યો હતો. તેમાં
પણ દોહા છંદનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે ઃ
પર
જઇ ણિવિસદ્ધ કવિ કુઇ કરઇ, પરમપ્પ અણુરાઉ, અગ્નિકણી જિમ કટ્ટુગિઝર, ડહઇ અસેસુ વિ પાઉ.
૧૧૫
જો (એક) નિમિષ ક્ષણની અર્ધી પણ કોઈ ૫રમાત્મા પ્રત્યે અનુરાગ કરે – રાખે, તો જેમ અગ્નિની એ કણી લાકડાનો પર્વત – મોટો ઢગ બાળી નાખે છે તેમ તે અશેષ સર્વ પાપ પણ બાળી નાખે છે. હરિહરબભ્રુ વિ જિણવર વિ, મુણિવરવિંદ વિ ભવ્ય, ૫૨મણિરંજણ મણુ રિવિ, મુક્ષુ જ ઝાયહિ સવ્વ.
૧૩૪
•
' હે ભવ્યો ! દિર, હ૨, બ્રહ્મા પણ, (તેમજ) જિણવરો પણ, (અને) મુનિવરના સમૂહો પણ, પરનિરંજનમાં મન રાખી મોક્ષને જ ધ્યાય છે. ણિદ્ગુરવયણુ સુણેવિ જિય, જઇ મણિ સહણ ણ જાઇ,
તો લહુ ભાવહ બંભુ પરુ, જિં મણુ ત્તિ વિલાઇ.
-
૩૧૫
•
હે જીવ ! જો નિષ્ઠુર વચન સાંભળી મનમાં સહન થાય નહીં તો પરબ્રહ્મને શીઘ્ર ભાવ – તેની ભાવના કર કે જેથી મન ઝટ વિલીન
જ તાં દિવ્વદેહં તિહુવણગુરુગં સિબ્ઝએ સંતજીવે,
તં તĒ જસ્સ સુદ્ધ ફુરઇ ણિયમણે પાવએ સો હિ સિદ્ધિ ૩૩૪
·
દ્રવીભૂત બને.
આમાં ૩૪૫ છંદ છે તેમાં ૩૪૩ દોહા છે ને છેલ્લા બે જુદા છંદમાં છે તે પૈકી - જે તત્ત ણાણરૂવં પરમમુણિગણા ણિચ્ચ ઝાયંતિ ચિત્તે,
જં તત્ત્ત દેહચત્ત ણિવસઇ ભુવણે સવ્વદેહીણ દેહે,
Jain Education International
૧૦
૧૦૯. ઉપરનાં ઉદાહરણો મૂલ માત્ર પરથી લીધાં છે; તેના પર સંસ્કૃત છાયા કે કોઈ ટીકાટિપ્પણી વગેરે મળતી નથી તેથી ક્યાંકક્યાંક શબ્દો યા પદોના અર્થ સ્પષ્ટ સમજાયા નથી. વાચક પોતાની મેળે તે પર વિચારી કરી લેશે. એ થોડાં ઉદાહરણોથી સ્પષ્ટ થશે કે વિક્રમની નવમી સદીથી પાંચ-છ સદી સુધીનું અપભ્રંશ-પ્રાકૃત સાહિત્ય, ગુજરાતી, હિન્દી આદિ દેશી ભાષાના મૂળનો પત્તો લગાડવામાં કેટલું ઉપયોગી છે.
૧૧૦. ઉક્ત પરમાત્મપ્રકાશ' નામનો ગ્રંથ પ્રકટ થયો છે (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાલામાં) તેમાં કર્તાનું નામ યોગીન્દ્રદેવ આપ્યું છે તે જ આ યોગચંદ્રમુનિ એમ સંભવે છે. આ કૃતિની ભાષા પણ અપભ્રંશની સારી અને ઉચ્ચ સ્થિતિ સૂચવે છે. ઉપરની અને આ કૃતિની ભાષા સાથેસાથે એક પ્રવાહમાં અખંડપણે સરલતાથી એવી વહે છે કે જાણે તત્કાલીન બોલાતી ભાષામાં રચાઈ હોય એવું જણાય છે. તેના પર ટીકા બ્રહ્મચારી દેવે સંસ્કૃતમાં રચી છે. વળી આ ‘પરમાત્મપ્રકાશ' પરથી શ્વેતામ્બરીય ધર્મમંદિરગણિએ ગુજરાતીમાં તે જ નામની કૃતિ સં.૧૭૪૨ના કાર્તિક શુદ ૫ ગુરુવારે મુલતાનમાં રચી પૂર્ણ કરી છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભા.૪, પૃ.૩૨૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org