________________
૫૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ચિત્ત છતાંય ચમકતું નથી – ચમત્કાર પામતું નથી – આશ્ચર્ય પામતું નથી.
૧૦૪. આવા અપભ્રંશ ભાષામાં અમુક ભાગો પૃ.૫૦, ૧૯૦, ૨૧૩, ૨૮૬, ૨૯૬, ૪૪૦થી ૪૪૨, ૪૬૮, પ૭૦, ૬૨૫, ૬૩૨, ૬૪૭ પર છે. જુઓ ‘સુપાસનાહ-ચરિએ સંસ્કૃત છાયા કરીને સંશોધક પંડિત હરગોવિન્દદાસ શેઠ અને પ્રકાશક જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા, અંક ૪, ૮, ૧૨, કાશી. સિં. ૨૪૪૬].
[૧૦૪૬. દેવસેને સં.૧૧૩૨માં ‘સુલોયણાચરિઉ (“સુલોચનાચરિત) ૨૮ સંધિમાં રચેલ છે.
૧૦૪ખ. શ્રીધરની ત્રણ કૃતિઓ મળે છે – “પાસણાહચરિઉ (પાર્શ્વનાથચરિત), ૧૨ સંધિ, રચ્ય સં.૧૧૮૯; “સુકુમાલચરિઉ (“સુકુમારચરિત'), ૬ સંધિ, રચ્યા સં.૧૨૦૮; “ભવિસયત્તચરિઉ (‘ભવિષ્યદત્તચરિત), ૬ સંધિ, રચ્ય સં. ૧૨૩૦.
૧૦૪ગ. અનુમાને ૧૧મી અને ૧૩મી શતાબ્દી વચ્ચે સુપ્રભાચાર્યે વૈરાગ્યસાર ૭૭ પદ્યની રચેલ છે. એ ડૉ. હ. દા. વેલણકર સંપાદિત એનલ્સ ઓવું ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂનાના વૉ.૧ (પૃ.૨૭૨-૮૦)માં પ્રકાશિત થયેલ છે.
૧૦૪ઘ. ઉપરાંત જુઓ ફકરો ૧૩૮.]
પ્રકરણ ૪ : તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય
તેરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૦૫. યોગચંદ્રમુનિના રચેલા ‘યોગસાર' ગ્રંથમાં ૧૦૫ દોહા ૧ સોરઠો ને ૧ ચોપાઈ છે. તેને “દોહાસાર' પણ કહે છે. તેનો વિષય અધ્યાત્મોપદેશ છે. યોગચંદ્રમુનિનો સમય નિર્ણત થયો નથી. કોઈ કહે છે કે વિક્રમની બારમી સદી અથવા વધુમાં વધુ તેરમી સદીના પૂર્વ ભાગ સિદ્ધ થાય છે, પણ ભાષા સરલ તેથી આધુનિક ભાષાને એટલીબધી મળતી છે કે તેને તેટલો પ્રાચીન સમય આપવાનો સ્વીકાર કરવા કોઈ ખંચાય; છતાં જ્યાં સુધી તેનો સમય નિર્મીત રીતે સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને અત્ર સ્થાન આપવું યોગ્ય ધાર્યું છે. આ ગ્રંથ પ્રકાશિત થઈ ગયો છે. માણિકચંદ્ર જેના ગ્રંથમાલા, અંક ૨૧.) તેના દોહાની ભાષા આપણી હાલની દેશી ભાષાનું પુરાણું સ્વરૂપ બતાવે છે, અને તે અપભ્રંશની સરલ ભાષા છે તેથી તેને જૂની ગુજરાતી કે જૂની હિંદી નિશ્ચિતપણે આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે :
અજરુ અમરુ ગુણગણણિલઉં, જહિ અપ્પા થિર થાઈ, સો કમ્મહિ ણવિ બંધવઈ, સંચિયપુત્વ વિલાઈ. • અજર અમર ગુણગણનિલય, જે આત્મા સ્થિર થાય,
તે કર્મો નવિ બાંધશો, સંચિતપૂર્વ વિલાય.
એટલેકે અજર, અમર, ગુણના સમૂહનું સ્થાન (એવો) આત્મા જેનો સ્થિર થાય છે તેને તે કર્મો બાંધતા – બંધન કરતા નથી. પૂર્વનાં (જે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org