________________
૩૪
ખિ સામિ પસરંતુ મોહુ નેહુડુ ય તોહ; સમ્મદંણિ નાણુ ચરણુ ભડુ કોહુ વિહોડહિ, કિર પસાઉ સચ્ચદિર વીરુ જઇ તુહું ણિ ભાવઇ, તઈ તુઇ ધણપાલુ જાઉ હિ ગયઉ ન આવઇ.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
૧૫
આ ‘ઉત્સાહ’ની પ્રત સં.૧૩૫૦માં લખેલી પાટણના શેઠ હાલાભાઈના ભંડારમાં છે, તે પ્રતમાં સોમનાથ વગેરેના નાશની વાત પણ છે. મહમદ ગિઝનવીની સોમનાથ પર ચડાઈ સં.૧૦૮૦માં થઈ, સં.૧૦૬૬ પછી ભોજરાજા ગાદી પર આવ્યા; એટલે તે વખતે ધનપાલ કવિ વિદ્યમાન હતા. વળી વિશેષમાં ‘પ્રભાવકચરિત'માં જણાવ્યું છે કે તેમણે ‘દેનિમ્મલ'થી શરૂ થતી સાચોર (સત્યપુર) મહાવીર જિનસ્તુતિ રચી હતી એટલે સાચોરમાં તે ગયેલ હતા એમ જણાય છે. આ પરથી સહીસલામતીથી માની શકાય તેમ છે કે આ ‘ઉત્સાહ’ પણ પોતાની પાછલી વયમાં, સોમનાથની ચડાઈના સમય આસપાસ આ ધનપાલ કવિએ જ રચ્યો હતો, આ પરથી સાચોર ઘણું પ્રાચીન ગામ છે અને ત્યાંની મહાવીરની મૂર્તિ - મંદિર પણ પ્રાચીન છે એમ નક્કી થાય છે.
૭૧. મહાકવિ પુષ્પદંત ઃ અપભ્રંશ ભાષાના આ મહાકવિ માન્યખેટના રાષ્ટ્રકૂટ વંશી નરેશ કૃષ્ણરાજ(ત્રીજા)ના સમયમાં થયા છે. બીજે ક્યાંકથી આવી તેમણે રાજાના મંત્રી ભરતને ત્યાં આશ્રય લીધો અને તેના કહેવાથી એક ‘મહાપુરાણ’[‘અજિતપુરાણ’] – ‘તિસક્રિ-મહાપુરિસ-ગુણાલંકાર’ની રચના કરી. આ ગ્રંથ તેર હજાર શ્લોક પ્રમાણ છે અને ૧૦૨ સંધિમાં – પરિચ્છેદોમાં સમાપ્ત થયો છે. તેને બે ભાગ ‘આદિપુરાણ’ ને ‘ઉત્તરપુરાણ’માં વિભક્ત કર્યો છે. તેમાં જિનસેન અને ગુણભદ્રનાં તે નામના સંસ્કૃત ગ્રંથો છે તેમાં જે વિષય છે તે જ વિષય છે – તેમાં ૨૪ તીર્થંકરો અને અન્ય મહાપુરુષોનાં જીવન વર્ણવ્યાં છે. તેની રચના શક સં.૮૮૭(વિ.સં. ૧૦૨૨)માં આષાઢ શુક્લ દશમી દિને (૧૧મી જૂન ૯૬૫ રવિવારે) સમાપ્ત થઈ હતી. તેના પછી રચાયેલાં આ કવિનાં બે બીજાં નાનાંનાનાં કાવ્યો અનુક્રમે ચાર અને નવ સંધિનાં મળ્યાં છે તેનાં નામ ‘યશોધર-ચરિત્ર’ અને ‘નાગકુમાર-ચરિત્ર' છે. તેની રચના કવિએ ભરતમંત્રીના પુત્ર નત્રના કહેવાથી તેના જ ઘરમાં રહીને કરી છે. કવિએ પોતાના સર્વ ગ્રંથોમાં ભરત અને નત્રની પ્રશંસાનાં ઘણાં ગીત ગાયાં છે. મહાપુરાણ’ અને ‘યશોધરચરિત્ર'નો પરિચય શ્રીયુત નાથુરામજી પ્રેમીએ પોતાના એક વિદ્વત્તાપૂર્ણ લેખ દ્વારા કરાવ્યો છે અને તેમાં કંઈ અવરતણો પણ મૂક્યાં છે. (જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨ અંક ૧.)
૭૨. તે પૈકી થોડાં અત્ર લઈએ. મહાપુરાણ’માંથી --
Jain Education International
ઘત્તા
ધણુ તણુ સમુ મજ્જુ ણ તં ગહણુ શેહુ ણિકામુિ ઇચ્છમિ, દેવીસુઅ સુદણિહિ તેણ હઉં શિલએ તુહારએ અચ્છમિ. મહુ-સમયાગમે જાયહુઁ લલિયહેં, બોલ્લઈ કોઇલ અંબય-કલિયહેં, કાણણે ચંચરીઉ રુણુરુંટઇ, કીરુ કિષ્ણ હરિસેણ વિસટ્ટઇ.
For Private & Personal Use Only
-
૨૦
૨૧
www.jainelibrary.org