________________
બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા ૧૯૭૭માં પ્રકાશિત થયેલ છે.]
૯૦. ‘માણિક્ય-પ્રસ્તારિકા-પ્રતિબદ્ધરાસનો ઉલ્લેખ સં.૧૧૭૪માં યશોદેવ ઉપાધ્યાયના રચેલા ‘નવતત્ત્વભાષ્ય-વિવરણમાં કરેલો છે ને તે સંધિબદ્ધ (અપભ્રંશ કાવ્ય) છે. ‘અનયોશ્વ વિશેષવિધિર્મુકુટ-સપ્તમી-સન્ધિબન્ધ-માણિક્ય-પ્રસ્તારિકાપ્રતિબદ્ધરાસકાભ્યામવસેયઃ.' આ પરથી જણાય છે કે ગુજરાતીમાં જેમ કાવ્યને રાસ કહે છે તેવી રીતે અપભ્રંશ તથા પ્રાકૃત ભાષામાં રાસો હતા.
૯૧. સં.૧૧૬૦માં શાલિભદ્રસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ‘ઋષભચરિત્ર' રચ્યું છે તેમાં કેટલેક ઠેકાણે અપભ્રંશ ભાગ આવે છે.
[આ ઋષભચિરત્ર ‘જુગાઇજિણિંદચરિયં’ (‘યુગાદિજિનેન્દ્રચરિતમ્) એ નામે પં.રૂપેન્દ્રકુમાર પગારિયા સંપાદિત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.]
૪૩
૯૧. સદ્ગત સાક્ષર શ્રી ચિમનલાલે અપભ્રંશ સંબંધે ‘સાહિત્ય’ માસિકમાં લખતાં જણાવ્યું છે કે ઃ
“અત્યાર સુધીમાં અપભ્રંશ ભાષાનાં જે ઉદાહરણો અપાયાં છે તે હેમાચાર્યના પ્રાકૃત વ્યાકરણ તથા ‘હ્રયાશ્રયમાંથી છે. કેવળ અપભ્રંશ ભાષામાં રચાયેલાં કડવાબદ્ધ કાવ્યો તથા ગ્રંથો જૈન ભંડારોમાં તાડપત્ર ઉપર લખેલાં મોજુદ છે. આ ઉપરાંત ૧૦મા, ૧૧મા તથા ૧૨મા શતકમાં રચાયેલાં પ્રાકૃત કાવ્યોમાં પણ અપભ્રંશમાં રચાયેલો કેટલોક ભાગ માલૂમ પડે છે. હેમાચાર્યના ગુરુ દેવચંદ્રે સં.૧૧૬૦માં ‘શાન્તિનાથ ચરિત્ર'' નામનું ૧૬૦૦૦ શ્લોકનું કાવ્ય રચેલું છે તેમાંથી કેટલોક અપભ્રંશ ભાગ નીચે
આપ્યો છે.”
૯૨. આ ભાગમાં શાંતિનાથના જન્મ વખતે દિશાકુમારીએ જે ઉત્સવ કર્યો હતો તેનું વર્ણન છે :
કવિરાયચક્કવન્ટિં વંદે સિરિ-ઇંદભૂઇમુણિનાહું,
જસ્ત જલે તેમ્મિ વ વાણી સત્ય વિચ્છઇ. વંદામિ ભદ્દબાહુ જેણ ય અઇરસિયબહુકહાકલિયું, ઇયં સવ્વાલમાંં ચરિયું વસુદેવરાયમ્સ.
વંદે સિરિહરિભĒ સૂરિ વિઉસયણા નિર્ગીયપયાવું, જેણ ય કહાપબન્ધો સમરાઈો વિણિમ્મવિઉ.
૬. આ કાવ્યના પ્રારંભમાં પ્રાચીન કવિઓને નમસ્કાર કરવાની પ્રથા હોય છે તે પ્રમાણે દેવચંદ્રસૂરિ ગૌતમસ્વામી, સવાલક્ષપ્રમાણ ‘વસુદેવકથા' (‘વસુદેવહિંડી')ના કર્તા ભદ્રબાહુ, ‘સમરાઇચૂકહા’ના કર્તા હિરભદ્રસૂરિ, ‘કુવલયમાલા'ના કર્તા દાક્ષિણ્યચિહ્નસૂરિ તથા ‘ઉપમિતિભવપ્રપંચ'ના કર્તા‘સિદ્ધસૂરિને નમસ્કાર કરે છે. ‘વસુદેવહિંડી’ સંઘદાસ તથા ધર્મસેન વાચકની બનાવેલી છે. પરન્તુ આમાં તે ભદ્રબાહુએ રચેલી છે તથા તેનું પ્રમાણ સવાલક્ષનું છે તે વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org