________________
૩૨
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
પ્રકરણ ૨ : અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય
૬૩. “સંજમમંજરી” શ્વેતામ્બરાચાર્ય મહેશ્વરસૂરિકૃત છે તેમાં ૩પ દોહા છંદ છે ને અપભ્રંશમાં જ છે. આ મૂળમાં તેના સંસ્કૃત અનુવાદ સહિત ડૉ. ગુણેએ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના “એનલ્સમાં સને ૧૯૧૯-૨૦માં વૉ. ૧ ભાગ રજામાં પૃ.૧૫૭–૧૬૬ ઉપર કંઈક વિવેચન સહિત આપેલ છે. તે ૧૧મી સદીમાં થઈ ગયેલ હશે, કારણકે એક મહેશ્વરકૃત “પંચમી-કહા” (કે જે પણ અપભ્રંશમાં હોવી જોઈએ)ની પ્રત સં.૧૧૦૯માં લખાયેલી જેસલમેર ભંડારમાં છે તે મહેશ્વરકૃત આ કૃતિ પણ હોઈ શકે. વળી “કાલકાચાર્ય-કથાનક' પ્રિા.] કે જે એક મહેશ્વરસૂરિકૃત છે તેની સં. ૧૩૬પમાં લખાયેલી મળી આવે છે. ૬૪. આ સંજમમંજરી'ની ગાથાઓના નમૂના નીચે છે :
સંજ, સુરસચિહિં પુઅર્ડ, સંજમુ મોખ્ખદુવારુ, જેહિ ન સંજમુ મણિ ધરિઉં, તહ દુત્તર સંસારુ. સંજભાર ધુરંધરહ, સદુચ્છલિઉ ન જાહ, નિઅ-જણણી-જુવ્રણ-હરણ, જમ્મુ નિરFઉ તાહ. (સંયમઃ સુરસાર્થે શ્રુત સંયમો મોક્ષદ્વારમ્ | થર્ન સંયમો મનિ વૃતઃ તેષાં દુસ્તરઃ સંસારઃ | સંયમભારધુરંધરસ્ય શબ્દ: ઉચ્ચલિતો ન યસ્ય નિજજનનીયૌવનહરણે જન્મ નિરર્થક તસ્ય 1)
• સંયમ સુરસમૂહોએ વખાણ્યો છે. સંયમ મોક્ષદ્વાર છે. જેણે સંયમ મનમાં ધર્યો નથી તેનો સંસાર દુસ્તર છે.
- સંયમના ભારરૂપી ધુરાને વહનાર તરીકેનું જેમનું નામ ગાર્યું નથી તેનો પોતાની માતાના જોબનનું હરણ કરનારો જન્મ નિરર્થક ગયો. •
૬૫. આ ઉપર હેમહંતસૂરિના શિષ્યની કરેલી ટીકા છે તે પણ અપભ્રંશના માટે ઉપયોગી છે. તેની પ્રત સં.૧૫૦૫ની મળે છે તેથી તે ટીકાકાર તેની પહેલાં અવશ્ય હોવા જોઈએ. તેમાં અપભ્રંશ અવતરણો ઘણાં છે અને કેટલાંક તો લાંબાં છે. નાનાં સુભાષિત રૂપે છે કે જે ટીકાકારના સમયમાં બહુ સામાન્ય રીતે વપરાતાં હોવાં જોઈએ. દાખલા તરીકે –
દિઈ જો ન વિ આલવઇ, કુસલ ન પુચ્છઈ વત્ત, તાસુ તણઈ ન વિ જાઈએ, રે હયડા નીસત્ત. રાસહુ કંધિ ચડાવિયઈ, લક્ષ્મ લત્ત સહસ્સ, આપહણે કરિ કમ્પડાં, હિયા વિસૂરહિ કસ્ટ. મરણ તિ બિહઈ બપ્પડા, ધમિ જિ મુક્કા રંક, સુકિઅ સુસંચિએ જેહિં પર, તે તિણિવાર નિસંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org