________________
અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય
૩૯
એક ઉંમરે પહોંચેલા – વૃદ્ધ હંસે સ્વાગત કરીને તેને પૂછ્યું, “હે મિત્ર ! તું કોણ છે, ક્યાંથી આવ્યો છે ? આ પ્રદેશમાં શા અર્થે આવ્યો છે ?' ધૃતરાષ્ટ્ર(હંસ)નાં વચન સુણીને ઘુવડ બોલે છે, હું ઉત્તમ કુલમાં જન્મેલો છું. હું વિધિપુરઃસર શાપાનુગ્રહવિધિ કરીને હે પ્રભુ ! પૃથ્વી (પુષ્પપુર !)મંડલમાંથી આવ્યો છું. સર્વ સામંત અને રાજા મારા વશવર્તી છે અને હે રાજા ! તેઓ મારા વચનનું ભલે પ્રકારે અનુરાગથી પાલન કરે છે. ક્રીડાને માટે ભમતા રાજાઓ – મહિપોની સાથે હું અહીં તમારા પ્રદેશમાં આવી નીકળ્યો છું.” ઘુવડનાં આ વચનો સાંભળી પરિતુષ્ટ થયેલા આ વિશાલમતિ મરાલે વિનયપૂર્વક કહ્યું. ૮૧. કવિએ છંદ જુદાજુદા વાપર્યા છે તેનાં ઉદાહરણ : (૧) વંશસ્થ –
લહેવિ સિદ્ધિ ચ સમાહિકારણે, સમત્વ-સંસાર-ડ્રહોહવારણ
પહું જએ જે સરસ નિરન્તર, સુહ સયા તફલજે અણુત્તરે. (૨) દુહડહઉ નામનો છંદ –
તેણાણુ માઉ, વદ્ધિ પમાઉ, સમ્મત્ત ખાણ, તવ ચરણ થાણ, સેણાઈ મોહ, મિછત્ત જોહ, દિય કસાય, પરિસહ વિસાય. ઉવસગ્ન આઇ, નિદ્ધિવિ અરાઈ,
પાવેવિ મોખ, સિરિ પહય દુખ. (૩) માલિનિ છંદ -
વિવિહ-રસ-વિસાલે, ણેય કોઊહલાલે; લલિય-વયણ -માલે, અત્ય-સંદોહ-સાલે. ભુવણ-વિદિદનણામે, સવ્વ-દોસોવસામે, ઈહ ખલુ કહકોસે, સુન્દરે દિણ તોસે.
આ “કથાકોશ' (કહકોસુ) ડૉ. હીરાલાલ જૈન સંપાદિત, હિંદી, અનુવાદ અને પ્રસ્તાવના સાથે પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ દ્વારા ૧૯૬૯માં પ્રકાશિત થયેલ છે.
શ્રીચંદ્ર મુનિની એક અન્ય રચના “રત્નકરંડ-શાસ્ત્ર” પણ મળે છે, જેમાં ૨૧ સંધિઓમાં અનેક ઉપદેશપ્રદ ધાર્મિક અને નૈતિક કથાઓ રોચક શૈલીમાં વર્ણવાઈ છે. આની બે હસ્તપ્રતો આમેર શાસ્ત્ર ભંડારમાં છે. કૃતિ અપ્રકાશિત છે.]
૮૨. સં.૧૮૭૬માં સાગરદત્તનું બનાવેલું જંબુસ્વામિચરિત્ર' (૨૬૯૦ ગ્રંથાગ્ર) તથા તેના ઉપર ટિપ્પન (૧૧૦૦ ગ્રંથાગ્ર) બૃહત્ ટિપ્પાનકાર્ડમાં નોંધાયેલ છે.
૮૩. પારકીર્તિના “પાર્શ્વપુરાણ'માં ૧૮ સંધિ છે ને ૩૩૨૩ શ્લોક છે. જેનોના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર તેમાં છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે તે ચંદ્રસેનના શિષ્ય માધવસેનના શિષ્ય જિનસેનના શિષ્ય હતા. તેમના કાલનો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org