________________
૧૪
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
૩૧. આ દોહો એ છે કે : વાસુ ઉઠ્ઠાવન્તિઅએ, પિલ દિટૂઠઉ સહસ-ત્તિ. અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડ-ત્તિ.
વિયોગિની કાગડાને ઉડાવવા લાગી કે મારો પિયુ આવે છે તો ઊડી જા. [પિયુ આવતો નથી ને તું ખોટા શુકન કરે છે માટે ઊડી જા.] એટલામાં તેણીએ અચાનક પિયુને દીઠો. તેણી વિયોગમાં એટલી દૂબળી થઈ હતી કે હાથ લંબાવતાં જ અરધી ચૂડીઓ જમીન પર પડી, અને પ્રિયદર્શનના હર્ષથી એટલી વધી ગઈ કે બાકીની ચૂડીઓ તડતડ ફૂટી ગઈ.
૩૨. ચારણોના મુખેથી પેઢીઓ સુધી બોલાતાંબોલાતાં રાજપૂતાનામાં આ દોહાનું હાલ સાફ કરેલું રૂપ એ પ્રચલિત છે કે :
કાગ ઉડાવણ જાંપતી, પિય દીઠો સહસ-ત્તિ;
આધી ચૂડી કાગગલ, આધી ટૂટ તડ-ત્તિ. આમાં નિશાન ઠીક લાગી ગયું, ચૂડીઓ જમીન પર ન પડતાં કાગડાના ગળામાં પહોંચી ગઈ, અને ચૂડી તૂટવાનું અપશુકન મટી ગયું. ૩૩. એ જ વ્યાકરણમાંથી એક દોહો બીજો જોઈએ :
પુત્તે જાએં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ; જા બપ્પીકી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ.
• એ પુત્રના જન્મથી શું લાભ અને મરી જવાથી શું ખોટ કે જેના હોવા છતાં બાપની ધરતી પર બીજો અધિકાર કરી લે. • ૩૪. આ દોહાનું પરિવર્તન થતાંથતાં એવું રૂપ થઈ ગયું કે :
બેટા જાયાં કવણ ગુણ, અવગુણ કવણ ધિયણ;
જો ઊભાં ધર આપણી, ગંજીજે અવરેણ. આમાં “ધિયણ” એટલે ધી – પુત્રીથી; ઊભાં ઊભાં ઊભાં, ધર=પૃથ્વી, ધરા. ગંજી=ગંજન કરવામાં આવે, જીતવામાં આવે. આ પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે કે મૂલ દોહામાં ‘મુએલા પુત્રથી શું અવગુણ ?' એમ કહેવામાં આવ્યું છે, પરંતુ પાછળથી સ્ત્રી જાતિની પ્રત્યે અપમાનબુદ્ધિ વધી જવાથી અને તેને ઉત્તરાધિકાર ન હોવાથી બધી (=પુત્રી, સંસ્કૃત દુહિતૃ', પંજાબી “ધી”)થી શું અવગુણ ?' એમ થઈ ગયું છે.
અસ્તુ. આવી દશામાં જે પુરાણી કવિતા યા ગદ્ય, સંસ્કૃત અને પ્રાકૃતનાં વ્યાકરણ અને છંદ આદિના ગ્રંથોમાં બચી ગયેલ છે તે પુરાણા વર્ણવિન્યાસની રક્ષા સાથે તે સમયની ભાષાનું વાસ્તવરૂપ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org