________________
અપભ્રંશ અને તેની જીવંતતા
૧૯
પ્રાસાનુબંધ છંદનો પૂર્ણ વિકાસ આધુનિક ભાષાઓમાં જ જોવામાં આવે છે. કેટલાક લોકોનો એવો ખ્યાલ છે કે પ્રાસાનુબંધ છંદનો પ્રયોગ ભારતીય કવિઓએ મુસલમાનો પાસેથી લીધો છે. આ મતથી વિરુદ્ધ આ સમયે કંઈ પણ નિશ્ચિત રીતે કહી શકાતું નથી, પણ સંસ્કૃત અલંકાર નામે પાદાન્તયમકમાંથી તેનો જન્મ થયો હોય તે વિશેષ સંભવિત છે. વિક્રમની છઠ્ઠી-સાતમી સદીની પૂર્વથી જ અરબ નિવાસીઓનું પશ્ચિમ ભારતમાં ઘણું આવાગમન થયું છે. મહમદ બિન કાસમની ગુજરાત પર ચડાઈ ઈ.સ.૭૦૭માં થઈ હતી અને અત્યાર સુધી પ્રાપ્ત થયેલ અપભ્રંશ ભાષાનું સાહિત્ય, દેશના આ ભાગ – ગુજરાતના કવિઓ દ્વારા રચાયેલું સિદ્ધ થાય છે, આ વાતનો બરાબર નિર્ણય કરવા માટે આપણે આપણા સાહિત્યની પૂર્ણ મીમાંસા કરવી જોઈએ અને આ વાતનો પણ નિકાલ કરવો જોઈએ કે મુસલમાની સાહિત્યમાં પ્રાસાનુબંધ કવિતાનો પ્રચાર ક્યારથી જણાય છે. આ પ્રશ્ન ઘણો મહત્ત્વનો છે.”
પ્રકરણ ૩ : અપભ્રંશ અને તેની જીવંતતા
અપભ્રંશ ૪૦. સ્વ. સાક્ષર ચીમનલાલે “અપભ્રંશ' એ મથાળા નીચે “સાહિત્ય' માસિકમાં લખતાં જણાવ્યું હતું કે :
વૈયાકરણોએ છ મુખ્ય ભાષાઓ ગણાવી છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પિશાચિકા, માગધી અને સૂરસેની.
સંસ્કૃત પ્રાકૃત ચેવાપભ્રંશોથ પિશાચિકા |
માગધી સૂરસેની ચ ભાષાઃ ષ સંપ્રકીર્તિતાઃ || ‘વામ્ભટાલંકારમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પિશાચિકા (ભૂતભાષિત) એમ કાવ્યની શરીરભૂત ચાર ભાષાઓ ગણેલી છે ?
સંસ્કૃત પ્રાકૃત તસ્યાપભ્રંશો ભૂતભાષિતમ્ |
ઈતિ ભાષાઋતસ્રોપિ યાન્તિ કાવ્યસ્થ કાયતામ્ II ૨–૧ અહીંઆ “અપિ” શબ્દથી ટીકાકારો માગધી અને સૂરસેનીનો અંતર્ભાવ કરે છે. એકા ભાષા અપભ્રંશઃ હરિવિજયાદિ... ચતસ્રોપિ ભાષાકાવ્યશરીપ્રાણા ઈત્યર્થ છે. જે જે દેશોમાં અપર ભાષાથી અમિશ્રિત શુદ્ધ ભાષા તે અપભ્રંશ એવી વ્યાખ્યા વાત્મટ આપે
અપભ્રંશસ્તુ તદ્ધ યદ્યદ્દેિશેષ ભાષિતમ્ | તે-તે કર્ણાટ, પાંચાળાદિ દેશોને વિશે બોલાતી શુદ્ધ, બીજી ભાષાથી અમિશ્રિત ભાષા તે અપભ્રંશ. જે દેશને વિશે સ્વભાવથી જે ભાષા બોલાય છે તે અપભ્રંશ. માગધી અને સૂરસેનીનો પણ આમાં જ અંતર્ભાવ થાય છે.
યત્તે તેવું કર્ણાટપાચ્ચાલાદિષુ દેશેષ શુદ્ધમપરભાષાદિભિરમિશ્રિત ભાષિત સોપભ્રંશઃ | યમ્મિદેશે સ્વભાવતો યા ભાષચ્યતે સોપભ્રંશો
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org