________________
૧૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
કરી દેવો આવશ્યક પ્રતીત થાય છે, ‘અપભ્રંશનો શબ્દાર્થ વિકૃત ભ્રષ્ટ અથવા બગડેલી થાય છે. આ શબ્દ ઘણા કાલથી એક ખાસ પ્રાકૃત ભાષાનો બોધક થયેલો છે. વરરુચિના પ્રાકૃતપ્રકાશ' નામના વ્યાકરણમાં તો અપભ્રંશ ભાષાનો ઉલ્લેખ આવ્યો નથી પરંતુ આજથી લગભગ બે હજાર વર્ષ પૂર્વના એક પ્રાકૃત વ્યાકરણના કર્તા જૈનાચાર્ય ચંડે આ ભાષાનો ઉલ્લેખ કર્યો છે અને તેનું વિશેષ લક્ષણ કેવલ એક સૂત્રમાં આપ્યું છે. (જુઓ ડૉ. આર. હૉર્નેલ સંશોધિત કલકત્તા ૧૮૮૦વાળી પ્રાકૃતલક્ષણની આવૃત્તિમાં પ્રસ્તાવના તથા મૂળ – “ન લોપોડપભ્રંશેડધોફેફસ્ય', ૩-૩૨૦. પરંતુ ડો. ગુણે ચંડનો કાલ ઈ.સ. છઠા સૈકા પછીનો આપે છે.) કિન્તુ આ અપભ્રંશ અને નવમી-દશમી શતાબ્દીની અપભ્રંશમાં બહુ અંતર છે. ડૉ. હૉર્નેલનું અનુમાન છે કે “ચંડના સમયની અપભ્રંશના ઉદાહરણ રૂપે અશોકની જે પ્રશસ્તિઓ શાહબાજગઢી અને મન્સહરાની શિલાઓ પર ખોદેલી મળે છે અને જેની ભાષાને સર કનિંગહામે ઉત્તરી ભાષા (નૉર્થને ડાયાલેક્ટ) કહી છે તે પ્રશસ્તિઓને ગણી શકાય તેમ છે. આ ભાષા થોડીઘણી માગધીના જ જેવી છે. વિશેષ ભેદ કેવલ એટલો જ હતો કે માગધીમાં ર'ને સ્થાને ‘લ' આદેશ થતો હતો પરંતુ અપભ્રંશમાં “ર' જ રહેતો હતો. પરન્તુ નવમી શતાબ્દીના પછીની અપભ્રંશ પ્રાકૃતમાં કેટલીક એવી વિશેષતાઓ છે કે જે તેથી પૂર્વની પ્રાકૃત ભાષાઓમાં જણાતી નથી.
૩૯. આ વિશેષતાઓ મુખ્યપણે ચાર છે :
(૧) કારક અને ક્રિયા વિભક્તિઓની ઘણીખરી મન્દતા. ક્રિયાપદોમાં રૂપ બનાવવામાં પ્રત્યયો લગાડવાની મંદતા. ભાષા લગભગ પ્રત્યય વગરની થવાનું વલણ પકડતી જાય છે.
(૨) ઘણા એવા દેશી શબ્દો અને રૂઢ શબ્દોનો પ્રયોગ કે જેના સમાનરૂપ શબ્દો સંસ્કૃતમાં મળતા નથી.
(૩) ઘણા નવા છંદો ઉભવે છે. બીજી પ્રાકૃતમાં આર્યા-ગાથા કે શિષ્ટ સંસ્કૃત છંદો સિવાયના અન્ય છંદો સામાન્ય રીતે દેખાતા નથી પણ અપભ્રંશમાં અસંખ્ય નવા છંદો વપરાયા અને તે અક્ષરમેળ છંદો વપરાયા, માત્રામેળ છંદો કે જે વૈદિક કવિતામાં જોવામાં આવે છે તે નહીં. આ અસંખ્ય નવા છંદોનાં લક્ષણો તથા ઉદાહરણો “પ્રાકૃત-પિંગલમાં મળી આવે છે.
(૪) પ્રાસબંધ છંદનો પ્રાદુર્ભાવ. તેવા પ્રાસાનુબંધ છંદ પહેલી વખત જ અપભ્રંશમાં મળી આવે છે.'
આમાંની પહેલી અને બીજી વિશેષતાઓ તો કેટલેક અંશે તેનાથી પૂર્વની પ્રાકૃત ભાષામાં મળી આવે પણ ચોથી વિશેષતાનું ઉદાહરણ તેનાથી પૂર્વે મળતું નથી.
૪. શિષ્ટ સંસ્કૃતમાં પ્રાસાનુબંધ છંદનો મળતો એક જ પ્રકાર પાદાન્તયમક નામના અલંકારમાં મળી આવે છે (દડીના ‘કાવ્યાદર્શ પ્રકરણ ૩, ફકરો ૪૧.૪૪) એ સંભવિત છે કે આ અલંકારમાંથી પ્રાસ મેળવવાનું જખ્યું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org