________________
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ
પૃ.૯૪) દીધું છે. આ મહોદયની કેન્દ્રતાને ધ્યાનમાં રાખી તેણે બતાવેલા રાજાના કવિસમાજનો નિવેશ ઘણો ચમત્કાર બતાવે છે. તે કહે છે કે રાજા કવિસમાજની મધ્યમાં બેસે, ઉત્તરે સંસ્કૃતના કવિ (કાશ્મીર, પાંચાલ), પૂર્વે પ્રાકૃત (માગધીની ભૂમિ મગધ), પશ્ચિમે અપભ્રંશ (દક્ષિણી પંજાબ અને મરુદેશ) અને દક્ષિણે ભૂતભાષા (ઉજ્જૈન, માલવા આદિ)ના કિવ બેસે. (કાવ્યમીમાંસા, પૃ.૫૪-૫૫). આ પ્રમાણે રાજાનો કવિસમાજ ભૌગોલિક ભાષાનિવેશનું માનચિત્ર થયો. આ બાજુ કુરુક્ષેત્રથી પ્રયાગ સુધીનો અંતર્વેદ, પાંચાલ ને શૂરસેન અને તે બાજુ મરુ, અવંતી, પારિયાત્ર અને દશપુર આ શૌરસેની અને ભૂતભાષાનાં સ્થાન હતાં. અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતી
—
૧૬. બાંધેલા બંધથી બચેલા પાણીની ધારાઓ મળીને હવે નદીનું રૂપ ધારણ કરી રહી હતી. તેમાં દેશીની ધારાઓ પણ આવીને મળતી ગઈ. દેશી ભાષા એ બીજું કંઈ નથી, પણ બંધથી બચેલું પાણી છે અથવા જે પાણી નદીમાર્ગ પર ચાલી આવ્યું ને બંધાયું નહીં તે. તે પાણી પણ કોઈકોઈ વખત ગાળીને નહેરમાંથી લેવામાં આવતું હતું. બંધનું પાણી પણ ઘસડાતુંઘસડાતું અહીં આવી મળી જતું હતું. પાણી વધવાથી નદીની ગતિ વેગથી નિમ્નાભિમુખી (નીચેનીચે જતી) થતી ગઈ, તેનો ‘અપભ્રંશ’ (નીચેથી વીખરાવું) થવા લાગ્યો. હવે કિનારા અથવા નિશ્ચિત ઊંડાઈ રહી નહીં.
-
૧૭. રાજશેખરે સંસ્કૃત વાણીને સુણવા-યોગ્ય, પ્રાકૃતને સ્વભાવમધુર, અપભ્રંશને સુભવ્ય અને ભૂતભાષાને સરસ કહેલ છે (‘બાલરામાયણમાં જુઓ). આ વિશેષણો અન્તર્થંક - પ્રયોજનહિત છે, તેથી તેની સાભિપ્રાયતા વિચારવાયોગ્ય છે. તે વળી એવું પણ કહે છે કે કોઈ વાત એક ભાષામાં કહેવાથી સારી લાગે છે, કોઈ બીજીમાં, કોઈ બેત્રણ ભાષામાં. (કાવ્યમીમાંસા, પૃ.૪૮). તેણે કાવ્યપુરુષનું શરીર શબ્દ અને અર્થનું બનાવ્યું છે તેમાં સંસ્કૃતને મુખ, પ્રાકૃતને બાહુ - હાથ, અપભ્રંશને જંઘાસ્થલ સાથળ, પૈશાચને પગ અને મિશ્રને ઉરુ કહેલ છે.
૯
૧૮. વિક્રમની સાતમી શતાબ્દીથી અગિયારમી સુધી અપભ્રંશની પ્રધાનતા રહી અને પછી તે પુરાણી હિન્દી-ગુજરાતીમાં પરિણત થઈ ગઈ. તેમાં દેશીની પ્રધાનતા છે. વિભક્તિઓ ઘસાઈ ગઈ છે, ખરી ગઈ છે. એક જ વિભક્તિ ‘હું’ યા ‘આહં’ કંઈક કામે આવી છે, એક કારકની વિભક્તિથી બીજીનું પણ કામ ચાલવા લાગ્યું છે. વૈદિક ભાષાની અવિભક્તિક નિર્દેશની વાત પણ આમાં ભળી. વિભક્તિઓના ખરી જવાથી કેટલાક અવ્યય યા પદ, લુપ્તવિભક્તિક પદની આગળ રાખતા જવામાં આવ્યા, કે જે અવ્યય યા પદ વિભક્તિઓ નથી. ક્રિયાપદોનું માર્જન થયું. હા એટલું ખરું કે તેણે કેવલ પ્રાકૃતના જ તદ્ભવ અને તત્સમ પદ લીધાં નથી, પરંતુ ધનવતી અપુત્રા માસી(સંસ્કૃત)માંથી પણ કેટલાય તત્સમ પદ લીધાં છે.
(તભવ પ્રયોગોના અધિક ઘસાવાથી ભાષામાં એવી અવસ્થા આવે છે કે જ્યારે શુદ્ધ તત્સમોનો પ્રયોગ કરવાની ટેવ પડી જાય છે. હિન્દી કે ગુજરાતીમાં હવે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org