________________
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
નહીં, પરંતુ હિન્દુ ધર્માનુયાયી વિદ્વાનો અને ઋષિઓ પણ સ્વીકાર કરી ગયા છે.
શૌરસેની અને પૈશાચી (ભૂતભાષા) ૧૪. આ પ્રાકૃતના ભેદોમાંથી આપણે શૌરસેની અને પૈશાચીનો દેશનિર્ણય કરીશું. જોકે આ બંને ભાષાઓ માગધી અને મહારાષ્ટ્રીથી દબાઈ ગયેલી હતી અને તેનું વિવેચન વ્યાકરણોમાં ગૌણ યા તો અપવાદ રૂપે જ કરવામાં આવ્યું છે, તથાપિ હાલની હિન્દી આદિ ભાષાઓ સાથે તેને ઘણો સંબંધ છે. તેમાં કોઈ મોટો સ્વતંત્ર ગ્રંથ નથી મળતો, પરંતુ તેનું ક્ષેત્ર એ છે કે જે વ્રજ ભાષા, ખડી બોલી અને રેખતાની પ્રકૃત ભૂમિ છે. પૈશાચીનું બીજું નામ ભૂતભાષા છે. આ ગુણાઢ્યની અભુતાથ એવી “બૃહત્કથાથી અમર થઈ ગઈ છે. આ ‘બટુકથા' હમણાં નથી મળતી. બે કાશ્મીરી પંડિતો(નામે ક્ષેમેન્દ્ર અને સોમદેવ)એ કરેલા તેના સંસ્કૃત અનુવાદ (નામે બૃહત્કથામંજરી” અને “કથાસરિત્સાગર) મળી આવે છે. કાશ્મીરનો ઉત્તર તરફનો પ્રાંત પિશાચ યા પિશાશ (પિત્રકાચું માંસ અને અશુખાવું) દેશ કહેવાતો હતો અને કાશ્મીરમાં જ બૃહત્કથાનો અનુવાદ મળવાથી પૈશાચી ત્યાંની ભાષા માનવામાં આવતી હતી. કિંતુ વાસ્તવમાં પૈશાચી યા ભૂતભાષાનું સ્થાન રાજપૂતાના અથવા મધ્યભારત છે. માર્કણ્ડયે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં બૃહત્કથાને કેકયપૈશાચીમાં ગણેલી છે. કેય તો કાશમીરનો પશ્ચિમોત્તર પ્રાંત છે. સંભવ છે કે મધ્યભારતની ભૂતભાષાની મૂલ બૃહત્કથા'નું કંઈ રૂપાંતર ત્યાં થયું હોય કે જેના આધાર પરથી કારમીરીઓના સંસ્કૃત અનુવાદો થયા હોય. (લાકૉટે, વિએના ઑરિએન્ટલ સોસાયટીનું જર્નલ, પુસ્તક ૬૪, પૃ.૯૫ આદિ).
૧૫. રાજશેખર કે જે વિક્રમ સંવતની દશમી શતાબ્દીના મધ્યભાગમાં હતો તેણે પોતાની “કાવ્યમીમાંસામાં એક જૂનો શ્લોક ઉદ્ધત કર્યો છે કે જેમાં તે સમયના ભાષાનિવેશની ચર્ચા છે : “ગૌડ (બંગાલ) આદિ સંસ્કૃતમાં સ્થિત છે, લાટદેશીઓની. રુચિ પ્રાકૃતમાં પરિચિત છે, મરૂભૂમિ, ટક્ક (ટાંક, દક્ષિણ પશ્ચિમી પંજાબ) અને ભાદાનક (બીજોત્થાના શિલાલેખમાં પણ ભાદાનકનો ઉલ્લેખ છે, તો તે પ્રાંત રાજપૂતાનામાં જ હોવો જોઈએ)ના વાસીઓ અપભ્રંશનો પ્રયોગ કરે છે, અવંતી (ઉજ્જૈન), પારિયોત્ર (બેનવા અને ચંબલનો ભાગ) અને દશપુર(મંદસોર)ના નિવાસી ભૂતભાષાની સેવા કરે છે. જે કવિ મધ્યદેશ(કન્નૌજ, અંતર્વેદ, પંચાલ આદિ)માં રહે છે તે સર્વ ભાષાઓમાં સ્થિત છે.”
રાજશેખરને ભૂગોળવિદ્યા પર ઘણો શોખ હતો. “કાવ્યમીમાંસા'ના એક આખા અધ્યાયમાં ભૂગોળનું વર્ણન આપીએ કહે છે કે વિસ્તારથી જોવા માટે મારો બનાવેલો ભુવનકોશ જોવો. પોતાના આશ્રયદાતાની રાજધાની મહોદય(કન્નૌજ) ઉપર પોતાને ઘણો પ્રેમ હતો. કન્નૌજ અને પંચાલની તેમણે ઠેકાણેઠેકાણે અતિ પ્રશંસા કરી છે. મહોદય(કન્નૌજ)ને પોતે ભૂગોળનું કેન્દ્ર ગણ્યું છે અને દૂરતાનું માપ મહોદયથી જ કરવું જોઈએ – જૂના આચાર્યો અનુસાર અંતર્વેદીથી નહીં – એમ જણાવી (કાવ્યમીમાંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org