________________
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
‘જસ’ કે ‘ગુનવંત’ નથી લખતું, પણ ‘યશ’ અને ‘ગુણવાન્’ લખે છે. બોલવામાં પણ ગમે તે રીતે જેમકે ‘મોહન્દાસ’બોલવામાં આવશે; પણ લખવામાં આવશે ‘મોહનદાસ’.)
૧૦
૧૯. સાહિત્યની પ્રાકૃત, સાહિત્યની ભાષા જ થતી ચાલી હતી. તેમાં ‘ગત’ને બદલે ‘ગય’, અને ‘ગજ’ને બદલે પણ ‘ગય’; ‘કાચ’, ‘કાક’ અને ‘કાય’ (શરીર) એ બધાને બદલે ‘કાય’ વપરાતું હતું. આમાં ભાષાનું જે પ્રધાન લક્ષણ સાંભળવાથી અર્થબોધ -- છે, તેનો વ્યાઘાત થતો હતો. અપભ્રંશમાં બંને પ્રકારના શબ્દો મળે છે. જોકે શૌ૨સેની, પૈશાચી, માગધી આદિ ભેદો થયા છતાં પણ પ્રાકૃત એક જ હતી, તેવી રીતે શૌસેની, અપભ્રંશ, પૈશાચી અપભ્રંશ, મહારાષ્ટ્રી અપભ્રંશ આદિ થઈને એક જ અપભ્રંશ પ્રબલ થઈ. હેમચન્દ્રે જે અપભ્રંશનું વર્ણન કર્યું છે તે શૌરસેનીના આધાર પર છે. માર્કણ્ડેયે એક ‘નાગર’ અપભ્રંશની ચર્ચા કરી છે કે જેનો અર્થ નગરવાસી, ચતુર, શિક્ષિત (ગામડિયાથી વિપરીત) લોકોની ભાષા યા ગુજરાતના નાગર બ્રાહ્મણો, યા નગર (વડનગર, વૃદ્ઘનગ૨)ના પ્રાંતની ભાષા થઈ શકે છે. ગુજરાતની અપભ્રંશ-પ્રધાનતાની ચર્ચા આગળ આવશે, પરંતુ તેના તે નગરનું વડનગર યા નગર નામ પ્રાચીન નથી, તેથી ‘નગરની ભાષા' એ અર્થ લેતાં માર્કંડેયના વ્યાકરણની પ્રાચીનતામાં શંકા થાય છે.
૨૦. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં કેટલાક શ્લોકો એવા આપ્યા છે કે જેમાં બતાવેલ છે કે કયા દેશનો મનુષ્ય કેવી રીતે સંસ્કૃત અને પ્રાકૃત બોલી શકે છે. અહીં આ પાઠશૈલીના વર્ણનની ચર્ચા કરવી ઘટે છે. આ વર્ણન રોચક પણ છે અને કેટલાક અંશે તે હજુ સુધી સત્ય પણ છે. ઉચ્ચારણની રીત એ પણ એક વિચારણીય વસ્તુ છે. તે કવિ કહે છે કે કાશીથી પૂર્વ તરફ જે મગધ આદિ દેશોના નિવાસી છે તે સંસ્કૃત ઠીક બોલે છે, પરંતુ પ્રાકૃત ભાષામાં કુંઠિત છે. બંગાળીઓની હાંસી કરતાં તેણે એક જૂનો શ્લોક ઉષ્કૃત કર્યો છે કે જેમાં સરસ્વતી બ્રહ્માને પ્રાર્થના કરે છે કે આપને એવી વિજ્ઞાપના કરું છું કે મને મારો અધિકાર છોડવાની ઇચ્છા થઈ છે કાં તો ગૌડલોક ગાથા બોલવાનું છોડી દે અને નહીં તો કોઈ બીજી જ સરસ્વતી બનાવી લ્યો. (બહ્મન્ વિજ્ઞાપયામિ ત્વાં સ્વાધિકારજિહાસયા, ગૌડસ્ત્યજતુ વા ગાથામન્યા વાસ્તુ સરસ્વતી')
-
Jain Education International
૨૧. ગૌડ દેશમાં બ્રાહ્મણો ન અતિસ્પષ્ટ, ન અશ્લિષ્ટ, ન રુક્ષ, ન અતિકોમલ, ન મંદ અને ન અતિતાર એવા સ્વરથી બોલે છે. ગમે તે રસ, રીતિ કે ગુણ હોય, પણ કર્ણાટ લોકો ઘમંડથી, અંતમાં ટંકારા દેતાં બોલે છે. ગદ્ય, પદ્ય કે મિશ્ર કોઈ પણ જાતનું કાવ્ય હોય, પણ દ્રવિડ કવિ ગાઈને જ બોલશે. સંસ્કૃતના દ્વેષી લાટ પ્રાકૃતને લલિત મુદ્રાથી સુંદર બોલે છે. સુરાષ્ટ્ર (સોરઠ-ગુજરાત-કાઠિયાવાડ), ત્રવણ (પશ્ચિમી રાજપૂતાના), જોધપુરના રાજા બાડકના વિ.સં.૮૯૪ના શિલાલેખમાં પોતાના ચોથા પૂર્વપુરુષ શિલુકે ત્રવણી અને વલ્રદેશ સુધી પોતાના રાજ્યની સીમા બાંધી હતી એમ
For Private & Personal Use Only
-
www.jainelibrary.org