________________
: ૩ : રહેવાસીઓને પરદેશીઓની આ જાતની અજ્ઞાનતા નવાઈ જેવી લાગે છે, પરંતુ તેઓની આ માન્યતાના કારણે તરીકે તેઓ નીચે દર્શાવેલી મહાવીર અને ગૌતમબુદ્ધ વચ્ચેની કેટલીક સમાનતાની વિગતે આગળ ધરે છેઃ મહાવીર અને બુદ્ધમાં સમાનતા અને અંતરઃ
મહાવીર અને બુદ્ધ, બંને એક જ દેશ બિહારમાં જન્મ્યા હતા, બંને સમકાલીન હતા. બંનેને જન્મ રાજવંશીય ક્ષત્રિયકુળમાં થયો હતો. બંનેનાં ઉપદેશએ રાજાઓ ઉપર પ્રભાવ પાડ્યો હતો. બંનેના અહંત, બુદ્ધ, જિન વગેરે નામે એક સરખા છે. બંનેનાં ધાર્મિક સ્થાને મંદિર, સ્તૂપ, ચૈત્ય અને પૂજાવિધિ તેમજ કેટલાક બાહ્ય આચારમાં મળતાપણું છે. બંને હિંદુ ધર્મમાં આવેલી શિથિલતા અને હિંસામય પ્રવૃત્તિની વિરુદ્ધ સખત પ્રચાર અને શ્રમણ માર્ગને ઉપદેશ કરતા હતા. બંનેની પ્રવૃત્તિ એક જાતના સામાજિક (Social) બળવારૂપે હતી, બંનેનું નિર્વાણ એક જ દેશમાં લગભગ સમકાળે થયું.
મહાવીર અને બુહમાં ઉપર્યુક્ત સમાનતાઓ હોવા છતાં તેઓ વચ્ચે તફાવત એટલે બધે સ્પષ્ટ છે કે બંને એક બીજાથી ભિન્ન અને
સ્વતંત્ર વ્યક્તિઓ હતી; એ સહેલાઈથી નક્કી કરી શકાય તેમ છે. ન મહાવીર વૈશાલીમાં ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં ઈ. સ. પૂર્વે ૫૯૯ વર્ષે જન્મ્યા હતા. જ્યારે ગૌતમબુદ્ધને જન્મ કપિલવસ્તુમાં ઈ. સ. પૂર્વે ૫૬૭ માં થયો હતો. મહાવીરના માતા-પિતા લાંબું જીવ્યા હતા, જયારે મુહની માતા તેમને જન્મ આપ્યા પછી તરત મરણ પામી હતી. મહાવીર, તેમનાં સગાંવહાલાંના મનનું સમાધાન કરી રજા લઈને સાધુ થયા હતા, જ્યારે બુદ્ધ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંસારત્યાગ કર્યો હતો. મહાવીરના માતા–પિતા વિ. પાર્શ્વનાથે ઉપદેશેલા ધર્મના અનુયાયી હતા અને મહાવીરે એ ધર્મમાં સામયિક ફેરફાર કરીને તે પ્રાચીન ધર્મને જ પ્રચાર કર્યો, જ્યારે બુદ્દે નવો ધર્મ સ્થા. મહાવીર ૭૨ વર્ષની ઉંમરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com