________________
જૈન
દરેક ધર્મના અનુયાયીની ઓળખાણ મોટે ભાગે તેના ધર્મના નામે થતી હોય છે. બુદ્ધના ભક્ત બૌદ્ધ, ખ્રિસ્તના ભક્ત ખ્રિસ્તી તથા વિષ્ણુના ભક્ત વૈષ્ણવ કહેવાય છે. તે જ પ્રમાણે જિનના જેઓ ભક્ત કે અનુયાયી છે તેઓ જૈન તરીકે ઓળખાય છે. આ જૈનો જે ધર્મ પ્રત્યે આસ્થા અને આદર રાખે છે તે જૈન ધર્મ છે અને તે જૈન ધર્મ પોતાના સિદ્ધાંતો પ્રમાણે આજે પણ જગતનું કલ્યાણ કરે છે. .
Jain Education International
નવકાર મંત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાંણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો
મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલમ્
જૈન ધર્મનો આ મહાન સાધનામંત્ર છે અને પ્રત્યેક જૈન હંમેશા તેનું રટણ કરીને પંચ પરમેષ્ઠિને પોતાના નમસ્કાર કરે છે. ચિત્તની એકાગ્રતા પૂર્વક ગણાતો આ મહાનમંત્ર સાધકને ખૂબખૂબ લાભ આપે છે.
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org