________________
૨.
નિક્ષેપ જ્ઞાનનું વાહન ભાષા છે. અમૂર્ત જ્ઞાન ભાષાના માધ્યમથી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે.
ભાષા શબ્દાત્મક છે. સામાન્યત: શબ્દોનો અર્થ પ્રયોગ ચાર રીતે થાય છે. આ અર્થપ્રયોગને નિક્ષેપ કહે છે.
કોઈપણ એક નામવાળી વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવું તેને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપ ચાર પ્રકારના છે. ૧. નામ નિક્ષેપ : જે કહેવાથી વસ્તુનો બોઘ થાય તેને નામ
કહે છે. દા.ત. ટેબલ કહેવાથી ટેબલનો બોધ થાય છે. આ નિક્ષેપના ત્રણ પ્રકાર છે. સ્થાપના નિક્ષેપ : મૂળ વસ્તુની પ્રતિકૃતિથી જેનો બોધ થાય તેને સ્થાપના નિક્ષેપ કહે છે. દા.ત. ભગવાનની પ્રતિમા કે ચિત્ર જો વાથી ભગવાનનો બોધ થાય છે. આ નિક્ષે ૫ ૪૦
પ્રકારના છે. ૩. દ્રવ્ય નિક્ષેપ : પદાર્થ તો છે પરંતુ તેમાં નામ પ્રમાણે ગુણ
નથી અથવા હજી સુધી ગુણ પ્રકટ થયા નથી તે દ્રવ્ય નિક્ષેપ છે. દા.ત. શાસ્ત્રો કે સૂત્રો ભણે પણ તેનો કંઈ અર્થ સમજે નહિ અથવા શૂન્યચિતે ભણે. તેના એકથી વધુ ભેદ અને
પ્રભેદ છે. ૪. ભાવ નિક્ષેપ : વસ્તુમાં વસ્તુનો નિરગુણ હોય તેને ભાવ
નિક્ષે ૫ કહે છે. દા.ત. એ કાગ્ર ચિત્તે શાસ્ત્રો કે સૂત્રો ભણવા,
તેના અર્થ અને મર્મ જાણવા. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે અનુયોગદ્વાર સૂત્ર વાંચવું.
(
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org