Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 80
________________ પાંચ સમવાય જીવાત્મા જે કંઈ સુખ-દુઃખ અનુભવે છે, તેના જીવનમાં જે કંઈ સૌભાગ્ય કે દુર્ભાગ્ય જોવા મળે છે, તે માટે માત્ર કોઈ એક જ કારણ કે શક્તિ કે ઈશ્વર મુખ્ય નથી. પરંતુ પાંચ કારણની તરતમતાથી જીવનમાં વૈવિધ્ય જોવા અને અનુભવવા મળે છે. સુખદુઃખના કારણના વિવાદમાં સંવાદ સ્થાપિત કરવા શ્રમણ ભગવાન મહાવીરે તદ્દન નવી નકોર વિચાર પદ્ધતિ આપી છે. પંચ સમવાય' નામે તે પ્રતિષ્ઠિત અને પ્રચલિત છે. સમવાય એટલે સમુહ. પંચ એટલે પાંચ. જીવનના વૈવિધ્યમાં આ પાંચ સમુહનો અવિભાજ્ય ફાળો છે તે આ પ્રમાણે : ૧. કાળ : સૃષ્ટિના તમામ તત્ત્વો પર કાળનું સામ્રાજ્ય છે. કાળ કર્તા અને હર્તા છે. કાળ એટલે સમય. સમય પાર્ક જ પરિણામ આવે છે. અકાળે કશું બનતું નથી. દા.ત. કોઈપણ બીજ વાવો તો તેનું ફળ તરત જ ઉગતું નથી. અમુક ફળ પાક્યા પછી જ ખીજ ફળવાળું વૃક્ષ બને છે. ૨. ગર્ભાધાન થાય કે તરત જ બાળક જન્મતું નથી. અમુક નિશ્ચિત સમયે જ બાળક જન્મે છે. સૂર્ય, ચંદ્ર, ભરતી, ઓટ વગેરે સમયની અદબ જાળવે છે. પરંતુ આટલા માત્રથી કાળ જ સૃષ્ટિ સંચાલક અને નિયંતા છે, તેમ માનવું મિથ્યા છે. આ માટે અન્ય કારણો પણ વિચારવા અનિવાર્ય છે. સ્વભાવ : જે કંઈ બને છે તેમાં સ્વભાવ મુખ્ય છે. કાળ પામ્યો હોય તો પણ સ્ત્રીને દાઢી-મૂઢ ઉગતા નથી. વંધ્યાને સંતાન પ્રાપ્તિ નથી થતી. કેટલાક વૃક્ષોને કાળ પાક્યો હોવા છતાંય ફળ ઉગતા નથી. આથી કાળ જ મુખ્ય નથી, સ્વભાવ પણ ભાગ ભજવે છે. પંખીનો સ્વભાવ છે આકાશમાં ઉડવાનો. માછલીનો સ્વભાવ છે પાણીમાં તરવાનો. કોયલનો સ્વભાવ છે મધૂર સ્વરનો. આમ દરેકને પોતાનો સ્વભાવ હોય છે. સ્વભાવ અનુસાર પણ જીવનમાં બહુરંગ જોવા મળે છે. Jain Education International ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100