Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 84
________________ }} જૈનધર્મનું મરણ વિજ્ઞાન જીવન યાત્રાના બે પડાવ છે. જન્મ અને મૃત્યુ. જીવન કળા છે. તો મૃત્યુ પણ કળા છે. જૈન ધર્મે મૃત્યુને વરવાની કળા પણ શીખવી છે. જૈન ધર્મમાં મૃત્યુ વિશે સઘન ચર્ચા કરવામાં આવી છે. જૈન પૂર્વ-સૂરિઓએ મૃત્યુના ૧૭ પ્રકાર કહ્યાં છે. તેના માત્ર નામ જાણવા પણ રસપ્રદ અને જ્ઞાન પ્રદ બનશે : ૧. આવિચી મરણ, ૨. અધિ મરણ ૩. આત્યન્તિક મરણ, ૪. વલન્મરણ ૫. વાર્ત્ત મરણ ૬. અન્તઃ શલ્ય મરણ ૭. તદ્દભવ મ૨ણ ૮. ખાલ મરણ ૯. પંડિત મરણ ૧૦, બાલ પંડિત મરણ ૧૧. છદ્મસ્થ મરણ ૧૨. કેવલ મરણ ૧૩. વૈહાયસ મરણ ૧૪. ગુ૯પૃષ્ઠ મરણ ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન મ૨ણ ૧૬. ઈંગિની મરણ અને ૧૭. પાદોપગમન મરણ. - જીવન અને મૃત્યુ બંને ગહન ઘટના છે. કોઈ પણ જીવે મૃત્યુ પામતા પહેલાં આયુષ્ય બાંધી લીધું ન હોય, તો મૃત્યુની અંતિમ પળે જેવી પરિણતિ વિચારધારા હોય છે, તેવા પ્રકારના આયુષ્યનો બંધ પડે છે. સામાન્ય કક્ષાના જીવો આર્ત અને રૌદ્ર ધ્યાન કરી દુર્ગતિ ખાંધી લે છે. ઉત્તમ કક્ષાના જીવો ધર્મ અને શુકલ ધ્યાન કેળવીને સદૂગતિ મેળવી લે છે. મૃત્યુનું ચિંતન કરતાં જૈન પૂર્વસૂરિઓએ એમ કહ્યું છે કે એક સમયમાં જીવને એક મ૨ણ, એ મરણ, ત્રણ મરણ, ચાર મરણ અને પાંચ મરણ પણ થઈ શકે છે. જે જીવ કેવલ મરણ એટલે કે નિર્વાણ મેળવે છે. તેમનું તો પુન: મૃત્યુ નથી. ઉપર કહેલા મૃત્યુના ભેદો સામાન્ય જીવો માટે છે. આ તમામ મૃત્યુમાં અકામ મરણ અને સકામ મરણ એમ મુખ્ય બે ભેદ સમજવા રહ્યાં. અકામ મરણ : વિષયમાં આસક્ત બનીને જે મરવા નથી ઈચ્છતો, પરંતુ આયુષ્ય પુરું થયે જ મરવા ઈચ્છે છે તેનું મ૨ણ વિવશતાથી થાય છે, આથી તેને અકામ મરણ કહે છે. પરલોકને, પુનર્જન્મ અને મોક્ષને નહિ માનનારા અજ્ઞાની જીવાત્માઓ ‘આ ભવ મીઠાં તો પરભવ કોણે દીઠાં' તે જીવનસૂત્ર Jain Education International ૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100