________________
છે. જેને ધર્મમાં મોક્ષ
જૈન ધર્મ ત્યાગપ્રધાન ધર્મ છે, મોક્ષ પ્રધાન ધર્મ છે. જૈન ધર્મમાં પ્રરૂપિત તમામ ક્રિયાઓ, અનુષ્ઠાનો, વ્રતો, આરાધના સાધનાઓ, વગેરેનું અંતિમ લક્ષ મોક્ષ હોય છે. જૈન ધર્મ મોક્ષને માને છે, અને મોક્ષની ] પ્રાપ્તિ માટેના ઉપાય પણ સવિસ્તર બતાવે છે.
આત્મવાદી તમામ ધર્મોએ મોક્ષનો સ્વીકાર કર્યો છે અને તેને મેળવવાના ઉપાય પણ બતાવ્યા છે. દરેક ધર્મની મોક્ષની માન્યતા અને વ્યાખ્યા ભિન્ન ભિન્ન છે. - મોક્ષ અંગે જૈનધર્મનું ચિંતન અને નિરૂપણ સુરેખ છે, સુસ્પષ્ટ
જૈનધર્મ માને છે કે તમામ પ્રકારના કર્મનો સંપૂર્ણ ક્ષય થાય અને પછી આત્મસ્વભાવમાં ૨મણાં ચઢે - લીનતા આવે તે મોક્ષ છે. આત્માનો સ્વભાવ આત્માના જ સગુણોમાં વસવાનો છે. સદ્ગુણમાં વસવું એ ટલે સ્વભાવમાં વસવું. આ સ્વભાવ એટલે દર્શન, જ્ઞાન, ચરિત્ર. આ ત્રણેયની પૂર્ણતા થવી તે જ મોક્ષ. આવા મો ક્ષને પામેલા જીવો મુક્ત હોય છે. એવા પવિત્ર જીવોના નિવાસ સ્થાનને - સિદ્ધાલય કે સિદ્ધશિલાને પણ “મોક્ષ' કહે છે.
મોક્ષ એટલે મૃત્યુનું પણ મૃત્યુ. મોક્ષ પામેલા જીવનો પુનઃ જન્મ થતો નથી પુન: મરણ થતું નથી. એ માત્ર આત્મા બની રહે છે, પ૨મદશાને પામીને પરમાત્મા બની રહે છે. કર્મમુક્ત નિર્મળતા સાથેનું અમરત્વ છે એ.
મોક્ષનું સ્વરૂપ આ છે : મોક્ષ જન્મ, જરા અને મરણથી રહિત છે. મોક્ષ આઠેય કર્મોથી રહિત છે. મોક્ષ ક્ષય રહિત છે. વિનાશથી રહિત છે.
મોક્ષ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંત સામર્થ્યથી યુક્ત છે.
મોક્ષ અતીન્દ્રિય છે, અનુપમ છે.
(
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org