________________
નાટકો :
રઘુવિલાસ, નલવિલાસ, રાધવાભ્યુદય, સત્ય હરિશચંદ્ર, કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ (કર્તા, શ્રી હેમચંદ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર) હમીર મદમર્દન (કર્તા, જયસિંહ) રંભામંજરી (કર્તા, નયચંદ્રસૂરિ) મોહપરાજય (કર્તા, યશપાલ) કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રૌપદી સ્વયંવર, ધર્માભ્યુદય વગેરે.
કથાઓ :
સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પર્વ, શ્રી પાદલિપ્તચાર્યની તરંગલોલા, દાક્ષિણ્ય ચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાલા શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, વસુદેવ હિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાચ્ચિયકહા, શ્રી સિદ્ધર્ષિગણીની ઉપમિતિભવપ્રપંચા કથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી, વગેરે મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રના અનેક સંસ્કરણ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વૈતાલપચીસી, શુક્સસતિ વગેરે વગેરેના પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધની રચનામાં પણ જૈનો આગળ પડતાં છે. શ્રી મેરુતંગાચાર્યે પ્રબંધ ચિંતામણીની રચના કરી છે. શ્રી રાજશેખરસૂરિ એ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધ સંગ્રહ, મહાકવિ રામચંદ્રે પ્રબંધો લખ્યાં છે. આમ જૈનોના કથા અને પ્રબંધગ્રંથો પણ ઘણાં જ છે.
કલા અને વિજ્ઞાન ઉપરના ગ્રંથો :
શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિઘા, અશ્વપરીક્ષા, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ વગેરે પણ સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહિં પણ આજે વિશ્વકોશની રચના થાય છે, તેવી રચના પણ થયેલી છે.
શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જણાઈ આવે છે. એ વિશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય પ્રાસાદમંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે સંગીતમયસાર તથા ખીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગેરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક ગ્રંથ ફ્રાંસના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં
Jain Education International
८८
For Private & Personal Use Only
www.jainelibrary.org