Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005253/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈવધર્તા સુનિ શ્રી વાત્સલ્યદીપ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિ શ્રી પ્રેમ પ્ર ભ સ ગ ૨જી મ. મુનિ વાત્સલ્ય દીપ” જૈન સંઘના પ્રતિષ્ઠિત વિદ્વાન યુવાન મુનિવર છે. તે જસ્વી ચિંતક, પ્રભાવક વક્તા અને ઉત્તમ સાહિત્યકાર તરીકે જાણીતા આ મુનિશ્રીનું સર્જન દેશ-વિદેશની અનેક ભાષા માં લોકપ્રિય થયું છે. તેઓ શ્રી એ “જૈનધર્મની પ્રાથમિક અને તાત્ત્વિક પીઠિકા સમજાવતું આલેખેલું પુસ્તક આપના હાથમાં છે. પૂજ્ય મુનિશ્રી વાત્સલ્યદીપ Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રી પ્રેમપ્રભસાગરજી મ. મુનિ વાત્સલ્યદીપ' લિખિત જૈનધર્મ (જૈન ધર્મનો પરિચય) આવૃત્તિ : પ્રથમ, સપ્ટેમ્બર, ૧૯૯૩ પ્રત : ૨૦૦૦ મૂલ્ય : રૂા. ૨૫-૦૦ પ્રકાશક : શ્રી વાત્સલ્યદીપ ફાઉન્ડેશન ‘રવિ’, ભગવાનનગરનો ટેકરો, ઉપાશ્રય પાસે, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૬. ફોન : ૪૧૬૮૮૭ ટ્રસ્ટી મંડળ : શ્રી રજનીકાંત મો. શાહ, શ્રી ૨મણલાલ મો. ગાંધી શ્રી પ્રભુદાસ લ. કોઠારી, શ્રી હસમુખભાઈ જાની, શ્રી ઉપેશ કે. શાહ ચિત્ર સૌજન્ય : આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજ મુદ્રક : પ્રિન્ટેરિયા ઓફસેટ પ્રિન્ટર્સ ૩, આરસી કોર્નર, સેલર, ગુજરાત કોલેજ સામે, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન : ૪૨૫૮૩૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનતત્ત્વને ચરણે સમર્પિત - મુનિ વાત્સલ્યદીપ માહરે તાહરૂં વચન પ્રમાણ, નહિ માનું અવરની આણ ! Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતિ જૈન દર્શન એ ભારતીય સંસ્કૃતિનો મુગુટમણિ છે. મૌલિક દ્રષ્ટિબિંદુથી સુશોભિત આ ધર્મ પોતાના વિશિષ્ટ તત્ત્વજ્ઞાનના લીધે વિશ્વમાં સૌને હંમેશા આકર્ષિત કરે છે, આનંદિત કરે છે, આરાધક બનાવે છે. આ તત્ત્વજ્ઞાનને વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ રજૂ કરવાની કોશિશ પ્રત્યેક સમયે જૈનાચાય એ કરી છે. આ પુસ્તક પણ એ કોશિશનો જ એક ભાગ છે. થોડાંક વર્ષ પૂર્વે મુંબઈમાં વિહા૨કાળમાં તાત્ત્વિક પ્રવચનો કરેલાં તેની સંગ્રહિત નોંધોમાંથી આ પુસ્તક લખાયું છે. માત્ર જૈન દર્શન શું છે તેની પ્રાથમિક પણ મહત્ત્વપૂર્ણ સમજ આમાંથી મળી રહેશે. અનુપમ રહસ્યોથી સભર આ ઘર્મન્ત સમજવા જેટલો પ્રયત્ન જ્યારે પણ થાય તે હંમેશા કર્મનિર્જરાનું ઉત્તમ સાધન પૂર્વસૂરિઓએ કહ્યું છે. હવે ક્યારેક જિનતત્વના રહસ્યો સમજાવવા માટે એક અલગ ગ્રંથ કરવાની ભાવના છે. આ પુસ્તકની હસ્તપ્રત સેંકડો હાથમાંથી પસાર થઈ છે અને તેને માટે મળેલાં તમામ સૂચનો તેમાં સમાવી લેવાયા છે. એમાંથી થોડાંક લેખો “પ્રબુદ્ધજીવનમાં ત્યારે પ્રકટ પણ થયેલાં. હંમેશા તેના માટે આગ્રહ થતો રહ્યો કે એ જલદી પ્રકટ થાય પણ તે અનેક કાર્યોની વચ્ચે આજે ૧૨-૧૩ વર્ષ પછી ગ્રંથ દેહી થાય છે. એનો એવો સમયકાળ નિમયો હશે ! આ કાર્ય સંપૂર્ણ થાય છે ત્યારે જેણે આ કર્મભૂમિમાં અનંત જીવોને તાય છે તેવા આ જિનતત્વ પ્રત્યે અંતરમાં સવિશેષ શ્રદ્ધા વિકસે છે અને સવેળા મને પણ તે મોક્ષદા બની રહે તેવી પ્રાર્થને ભીતર જાગે છે. આમાં ક્યાંય પણ ધર્મતત્વનું અનુસંધાન તૂટયું હોય તો હું ક્ષમા પ્રાર્થ છું. જૈન દર્શન એ સાચા અર્થમાં આત્મદર્શન છે. નિજગુણમાં ૨મણ કરવાની ભાવના પ્રકટ કરવા માટે આત્મા અને તેની આસપાસ રહેલા વાસ્તવને ઓળખવું જોઈએ અને તે માટે જૈનધર્મ સહાયક બને છે. એ જૈનધર્મનો પરિચય અહીં પ્રસ્તુત છે. જૈનકુળમાં જન્મેલા જૈનને તો પોતાના ધર્મનો પરિચય હોવો જ જોઈએ અને તે માટે આ ધર્મગ્રંથ ઉપયોગી બની જ રહેશે પણ જેન/જૈનેતર સૌને આ પરિચય પ્રિય થશે જ તેવી મને શ્રદ્ધા છે. - મુનિ વાત્સલ્યદી ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુકમણિકા પાના નં. ૧. જિનેશ્વર પ્રરૂપિત જેનઘર્મ - ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર - શ્રી ચતુર્વિધ સંઘ - અગિયાર ગણધરો - નવકાર મંત્ર - ચાર શરણાં ૨. જેનઘર્મનું જ્ઞાનવિજ્ઞાન - પાંચ ધ્યાન ને, ૩. જેનઘર્મનું તત્વજ્ઞાન - સંક્ષેપમાં નવ તત્ત્વ ૪. જેન ઘર્મનું જીવવિજ્ઞાન - જીવને ભેદપ્રભેદ જેનઘર્મનું અજીવ વિજ્ઞાન - ધમસ્તિકાય • અધમસિકાય - આ કાશાસ્તિકાય - પુદ્ગલાસ્તિકાય - કાળ ૬. જેન ઘર્મની આચાર સંહિતા -સાધુધર્મ - ગૃહસ્થ ધર્મ - સાધુ ધર્મ (સર્વ વિરતી ધર્મ) - વિલક્ષણ જીવન - ગૃહસ્થ ધર્મ (દેશ વિરતી ઘર્મ) - અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત - બાર વ્રતનો પરિચય - કમદાન - પા૫ સ્થાનકો - રોજના કર્તવ્ય - ચૌદ નિયમ - દિનચર્યા જૈનધર્મની આહાર વિહાર સંહિતા - આહાર સંહિતા • તપ - બાહ્ય તપ - આત્યંત૨ તપ ૩૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ - વિશિષ્ટ તપ - વિહાર સંહિતા (અષ્ટ પ્રવચન માતા) - સમિતિ - ગુપ્તિ - વિચાર સંહિતા (સોળ ભાવના) જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન - જીવનું સ્વરૂપ - કર્મનું સ્વરૂપ - કર્મના પ્રકાર - કષાયા - કષાયના ભેદ - કષાયના નિયંત્રણ - લેહ્યા - લેયાના રૂપ સ્વરૂપ ૯. જૈનધર્મનું તત્વજ્ઞાન - સમ્યક્ત - મિથ્યાત્વ - સ્યાદવાદ - નયવાદ - પ્રમાણ - નિક્ષેપ - પાંચ સમવાય ૧૦. જેનધર્મમાં ધ્યાન ૧૧. જેનઘર્મનું મરણ વિજ્ઞાન - અકામ મરણ - સકામ મ૨ણ ૧૨. જેનઘર્મમાં મોક્ષ ૧૩. પરિશિષ્ટ જૈન સાહિત્ય - એક છબી ૧૪. ૪૫ આગમો - આગમોમાં કયા કયા વિષયની ચર્ચા છે. - જૈન ન્યાયના મહાન લેખકો અને તેમની કૃતિઓ - યોગ અને અધ્યાત્મના ગ્રંથો - કર્મ સાહિત્ય - સાહિત્ય ગ્રંથો - મહાકાવ્યો - નાટકો - કથાઓ - કલા અને વિજ્ઞાન ઉપરના ગ્રંથો Page #9 -------------------------------------------------------------------------- ________________ - MODE How नमो अरिहंताणं । सिद्धाणं नमो आयरियाणं 10 10 नमो उवज्झायाणं M नमो लोए सबसाहूणं । एसो पंचनमुक्कारो, सबपावप्पणासणो । मंगलाणचसबोर्स, पढम हवइ मंगलं' ८% . Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧. જિનેશ્વર પ્રરૂપિત જૈન ધર્મ જન ધર્મ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ ઘર્મ છે. સકળ કમોથી મુક્ત બનાવીને આત્માને મોક્ષ પમાડનાર આ ઘર્મ જૈન ધર્મ તરીકે એટલા 7 માટે ઓળખાય છે કે, તેનો સંબંધ જિન સાથે છે. જિનનો અર્થ છે વિજેતા. પાંચ ઈન્દ્રિયોના વિષયો અને મન ઉપ૨ જેમણે પરિપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે તેને જિન કહે છે. અથવા તો રાગ અને દ્વેષ, બંને ઉપર જેમણે સંપૂર્ણ વિજય મેળવ્યો છે તેને જિન કહે છે. તેમણે ભયંકર કષ્ટો સહન કર્યા હોય છે, શત્રુ અને મિત્રને સમચિત્ત નિહાળ્યા હોય છે. અંત૨શત્રુ જેવા કોને હણીને કેવળજ્ઞાન-અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. સર્વજ્ઞતાને પ્રાપ્ત કરેલા મહાપુરુષને તીર્થકર કહેવાય છે અને તે જિન તરીકે પણ ઓળખાય છે. આ જિનને વિતરાગ, અરિહંત, સર્વજ્ઞ, પ્રથમ પરમેષ્ઠિ આદી પણ કહેવામાં આવે છે. એવા ચોવીસ તીર્થંકરો થયા. હમણાં ની અંતિમ ચોવીસીમાં થયેલા ચોવીસ ભગવાનનાં નામ નીચે મુજબ છે. શષભદેવ ૧૩. વિમલનાથ અજિતનાથ અનન્તનાથ સંભવનાથ ૧૫. ધર્મનાથ અભિનંદન શાંતિનાથ સુમતિનાથ કુંથુનાથ પપ્રભ અરનાથ ૭. સુપાર્શ્વનાથ મલ્લિનાથ ૮. ચંદ્રપ્રભુ મુનિસુવ્રતસ્વામી ૯. સુવિધિનાથ નમિનાથ ૧૦. શીતલનાથ નેમિનાથ ૧૧. શ્રેયાંસનાથ ૨૩. પાર્શ્વનાથ ૧૨. વાસુપૂજ્ય ૨૪. મહાવીર સ્વામી ૨. 4 ૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર સ્વામી Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા ૨૪ તીર્થંકરો એ જૈન ધર્મના પુન: સ્થાપક છે. કેમ કે, ભરતક્ષેત્રમાં એમની પૂર્વે પણ અનંત ચોવીશી થઈ ગઈ છે. અને તેઓએ જૈન ધર્મની પુનઃ પુન: સ્થાપના કરીને જગતના કલ્યાણને માટેનો માર્ગ ચીંધ્યો છે. અંતિમ ચોવીશીના છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર થયા અને અત્યારે ઉપલબ્ધ જૈન શાસનનો પંથ તેમણે બનાવ્યો છે. ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર જૈન ધર્મ શ્રી અરિહંતદેવને તીર્થંકર કહે છે. તેમાં ૨૪માં તીર્થંકર શ્રી ભગવાન મહાવીર થયા. ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના એ પુત્ર હતા. તેમનું નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ચૈત્ર સુદી તેરસ (તા. ૨૭મી માર્ચ, ઈ.સ. પૂર્વે ૫૯૯ સોમવા૨)ના રોજ થયો હતો. તેમણે કારતક વદી દશમ (તા. ર૯મી ડિસેમ્બર, ઈ.સ.પૂર્વે ૫૬૯ સોમવાર)ના રોજ દીક્ષા લીધી. તેમને વૈશાખ સુદી દશમ (તા. ૨૩મી એપ્રિલ ઈ.સ પૂર્વે ૫૫૭ રવિવાર)ના રોજ કેવળજ્ઞાન થયું હતું. તેઓ આસો વદી અમાસ (તા. ૧૫મી ઓક્ટોબર ઈ.સ.પૂર્વે પર૭, મંગળવાર)ના રોજ પાવાપુરી (બિહાર)માં નિર્વાણ પામ્યાં હતા. ૩૦ વર્ષની યુવાન વયે દિક્ષીત બનેલા વર્ધમાન સ્વામીએ ઉગ્ર તપશ્ચર્યા અને કઠિન ઉપસર્ગો સહન કર્યા બાદ કેવળજ્ઞાન પામીને મોક્ષ માટે જે આચાર અને વિચારનું નિરૂપણ અને પ્રતિપાદન્ કર્યું, તે ધર્મ બની ગયો. જિને ધર્મ બનાવ્યો તેથી તે જૈન ધર્મ તરીકે ઓળખાયો. આજે જૈન ધર્મનું જે સ્વરૂપ છે તેનું પ્રરૂપણ અને પ્રતિપાદન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કર્યું છે. શ્રી ચતુર્વિધ સંઘ શ્રી અરિહંત ભગવાન સર્વજ્ઞ બન્યા પછી ધર્મનું પ્રરૂપણ કરવાની સાથે તેની વ્યવસ્થા માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સા, સાધવી, શ્રાવક અને શ્રાવિકાના સમૂહને ચતુર્વિધ સંઘ કહેવાય છે અને તે તીર્થંતુલ્ય છે. તીર્થ તુલ્ય સંઘની સ્થાપના કરનાર મહાપુરુષને તીર્થંકર કહેવામાં આવે છે. અગિયાર ગણધરો ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પામ્યાં પછી સૌ પ્રથમ જેમને દીક્ષા આપી અને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા તેઓ ગણધર તરીકે ઓળખાય છે. પોતાની સાથે આવેલા શિષ્યગણના તેઓ ધારક હોવાથી ગણધર કહેવાયા. તેમના નામ નીચે મુજબ છે. 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્રી ગૌતમ સ્વામી ૨. શ્રી અગ્નિભૂતી ગણધર ૩. શ્રી વાયુભૂતી ગણધર ૪. શ્રી વ્યક્ત ગણધર ૫. શ્રી સુઘમાં સ્વામી ૬. શ્રી મંડિત ગણધર ૭. શ્રી મૌર્યગુણ ગણધર ૮. શ્રી અં કપિત ગણઘર ૯. શ્રી અચલજાતા ગણધર ૧૦. શ્રી મેતાર્ય ગણધર ૧૧. શ્રી પ્રભાસ ગણધર Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન દરેક ધર્મના અનુયાયીની ઓળખાણ મોટે ભાગે તેના ધર્મના નામે થતી હોય છે. બુદ્ધના ભક્ત બૌદ્ધ, ખ્રિસ્તના ભક્ત ખ્રિસ્તી તથા વિષ્ણુના ભક્ત વૈષ્ણવ કહેવાય છે. તે જ પ્રમાણે જિનના જેઓ ભક્ત કે અનુયાયી છે તેઓ જૈન તરીકે ઓળખાય છે. આ જૈનો જે ધર્મ પ્રત્યે આસ્થા અને આદર રાખે છે તે જૈન ધર્મ છે અને તે જૈન ધર્મ પોતાના સિદ્ધાંતો પ્રમાણે આજે પણ જગતનું કલ્યાણ કરે છે. . નવકાર મંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાંણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઈ મંગલમ્ જૈન ધર્મનો આ મહાન સાધનામંત્ર છે અને પ્રત્યેક જૈન હંમેશા તેનું રટણ કરીને પંચ પરમેષ્ઠિને પોતાના નમસ્કાર કરે છે. ચિત્તની એકાગ્રતા પૂર્વક ગણાતો આ મહાનમંત્ર સાધકને ખૂબખૂબ લાભ આપે છે. ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ચાર શરણાં જૈન ધર્મમાં આત્મકલ્યાણ માટે જેમની શરણાગતિ સ્વીકારવાની કહેવામાં આવી છે, તેને ચાર શરણાં કહેવામાં આવે છે. આત્માની શુદ્ધિ અને શાંતિ માટે આ ચાર શરણાંનું સ્મરણ પોતાની જાતે અથવા ગુરુજન ના શ્રીમુખે થી કરવાનું હોય છે. શ્રદ્ધા પૂર્વક આ ચા૨ શરણાં સ્વીકા૨ના૨ને ચિત્તશાંતિ પ્રાપ્ત થાય છે. અને કર્મક્ષય પણ થાય છે. ચાર મંગલ ચત્તારી મંગલમ ચાર મંગલ ૧. અરિહંતા મંગલમ્ ૧. અરિહંત એ મંગલ છે. ૨. સિદ્ધા મંગલમ્ ૨. સિદ્ધ એ મંગલ છે. ૩. સાહૂ મંગલમ્ ૩. સાધુ એ મંગલ છે. ૪. કેવસલિપન્નતો ધમ્મો ૪. કેવલિ પ્રકાશિત ધર્મ મંગલમ્ એ મંગલ છે. ચાર લોકોત્તમ ચત્તારી લોગુત્તમા ચાર લોકોત્તમ ૧. અરિહંતા લોગુત્તમા ૧. અરિહંત લોકોત્તમ છે. ૨. સિદ્ધ લાગુત્તમા ૨. સિદ્ધ લોકોત્તમ છે. ૩. સાહૂ લો ગુત્તમા ૩. સાધુ લોકોત્તમ છે. ૪. કેવલિપન્નતો ધમ્મો ૪. કેવલિ પ્રકાશિત ધર્મ * લોગુત્તમો લોકો ત્તમ છે. ચાર શરણ ૩. ચત્તારી સરણ પwામિ ચાર શરણ ૧. અરિહંતે સરણે પવ જામિ ૧. હું અરિહંતનું શરણ લઉં છું ૨. સિદ્ધ સરણે પવક્રામિ ૨. હું સિદ્ધિનું શરણ લઉં છું. ૩. સાહૂ સરણ પવ ક્રામિ ૩. હું સાધુનું શરણ લઉં છું. ૪. કેવલિ પન્નત્ત ધર્મો સરણ ૪. હું કેવલી પ્રકાશિત ધર્મનું ૫વામિ શરણ લઉં છું. Page #16 -------------------------------------------------------------------------- ________________ 2. જૈન ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન પાંચ જ્ઞાન જૈન ધર્મ કહે છે કે જે જાણે છે તે આત્મા છે. આત્મા જાણે છે અને જ્ઞાન એ જાણવાનું સાધન છે. કત અને કા૨ણની અપેક્ષાએ જ્ઞાન અને આત્મા બંને ભિન્ન છે, પરંતુ વાસ્તવમાં જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન આત્માનો ગુણ છે. સય અને જ્ઞાન બંને સ્વતંત્ર છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ સેય છે, જ્યારે જ્ઞાન એ આત્માનો નિજી ગુણ છે. પરંતુ જાણવા માત્રથી જ્ઞાન નથી થતું. જાણવું એ તો પ્રવૃત્તિ કે પ્રયોગ છે. જ્ઞાનની ક્ષમતા અનુસાર દ્રવ્ય, ગુણ અને પર્યાય જાણી શકાય છે. આ જાણવાના માદયમ ઈન્દ્રિય અને મન છે. આ બંનેની શક્તિ મર્યાદિત છે આથી એક સમયે એ ક જ પર્યાય (અંશ)ને જાણી શકાય છે. પરંતુ અનાવૃત જ્ઞાન (કેવળરાન) થી એકી સાથે તમામ પદાથોન જાણી શકાય છે. જ્ઞાનના પ્રકાર : અનાવૃત્ત-કર્મના આવરણ વિનાનું જ્ઞાન એ ક છે, તે છે કેવળજ્ઞાન. પરંતુ કર્મ ની અાવ૨ણ ની અવસ્થામાં રાાન ના ચાર પ્રકા ૨ બતાવાયા છે. આવૃત્તિ અને અનાવૃત્ત જ્ઞાન બંને મળીને પાંચ પ્રકારનાં જ્ઞાન છે. તે આ પ્રમાણે : ૧. મતિજ્ઞાન : પાંચ ઈન્દ્રિય અને મન - આ છ વડે જે જણાય તે મતિજ્ઞાન છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર - આ પાંચ ઈન્દ્રિયો છે. તે બહારના વિષયોને ગ્રહણ કરે છે અને જાણે છે, પરંતુ તેની અનુભૂતિ મન કરે છે. મન મનન કરે છે. ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયોને જાણવાનું, માણવાનું અને તેનું મનન કરવાનું એ કામ કરે છે. આ મન સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. ઈન્દ્રિય અને મનના જાણવામાં આટલો ફરક છે. ઈન્દ્રિયો માત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ મૂર્ત-દ્રવ્યના વર્તમાન પર્યાયને જ જાણે છે. જ્યારે મન મૂર્ત અને અમૂર્ત બંનેના સૈકાલિક અને ક રૂપોને જાણે છે. મન ઈન્દ્રિયની મદદ વિના પણ જાણી શકે છે. મન અને કવિધ રીતે વિચારે છે. વિચાર-પ્રક્રિયા અનુસાર મતિ જ્ઞાનના મુખ્ય ૨૮ ભેદ છે અને વિસ્તારથી તેના ૩૪૦ પ્રકાર છે. ૨. શ્રુતજ્ઞાન : સાંભળવાથી કે જોવાથી જે જ્ઞાન થાય તે મૃત જ્ઞાન છે. અમુક શબ્દનો અમુક અર્થ થાય છે. આ પ્રકારે વાચ્ય-વાચકનો જે સંબંધ થાય છે, તેને શ્રુતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. ઉક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષીરનીર જેવો ગાઢ સંબંધ છે. જગતનો દરેક જીવ આ બે જ્ઞાન ધરાવે છે. મતિજ્ઞાનના વિવિધ પ્રકારમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. આ જ્ઞાનથી પૂર્વ જન્મોની સ્મૃતિ અકબંધ તાજી થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટાએ ૯૦૦ ભવ જોઈ શકાય છે. ૩. અવધિજ્ઞાન : મર્યાદિત ક્ષેત્રમાં રહેલાં રૂપી-મૂર્ત પદાર્થોને ઈન્દ્રિયોની મદદ વિના જાણી શકાય તેને અવધિજ્ઞાન કહે છે. તે ૮ પ્રકારનું છે. તીર્થકરો, દેવતાઓ અને નારકી - આ ત્રણેયને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન હોય છે. માણસો અને તિર્યંચોને આ જ્ઞાન કર્મોનો ક્ષયોપશમથી થાય છે. ૪. મનઃ પર્યવ જ્ઞાન : માણસ જે કંઈ મનમાં વિચારે છે, તેને અનુરૂપ ચિંતક-પ્રવર્તક પુદ્ગલ દ્રવ્યોની આકૃતિઓ બને છે. આ જ્ઞાનથી એ પર્યાયો જાણી શકાય છે. મતલબ કે મનના પ્રવર્તક કે ઉત્તેજક પુદ્ગલ દ્રવ્યોને સાક્ષાત્ જાણનાર આ જ્ઞાનને મન:-પર્યવ જ્ઞાન કહે છે. આ જ્ઞાન બે પ્રકારનું છે. અવધિજ્ઞાન કરતાં મનઃ પર્યવજ્ઞાનનું ક્ષેત્ર સીમિત છે. પરંતુ વિશુદ્ધિ વિશેષ છે. અવધિજ્ઞાન દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક Page #18 -------------------------------------------------------------------------- ________________ ચારે ગતિવાળાને થાય છે. પરંતુ મનઃ પર્યવજ્ઞાન માત્ર સાધુને જ થાય છે. અવધિજ્ઞાની રૂપી સૂક્ષ્મ પયયોને જાણી શકતા નથી. જ્યારે મનઃ પર્યવજ્ઞાની તે જાણી શકે છે. ૫. કેવળજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં આ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ઈન્દ્રિય અને મનની મદદની આ જ્ઞાન પ્રાપ્તિ પછી જરૂર નથી રહેતી. કેવળજ્ઞાની લોક અને અલોક બંનેને જાણે છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નંદીસૂત્ર, અનુયોગ દ્વાર, પ્રવચન સારોદ્ધાર ગ્રંથો વાંચવા. Page #19 -------------------------------------------------------------------------- ________________ 3 જેન ઘર્મનું તત્ત્વજ્ઞાન નવતત્વ આત્મસાધનામાં જ્ઞાનનું સર્વપ્રથમ સ્થાન છે. કહ્યું પણ છે કે પહેલું જ્ઞાન પછી દયા” દયા કોની | ક૨વી, કેવી રીતે કરવી એ બરાબર જાણવામાં આવે LI તો દયા બરાબર ઉગી નીકળે છે. આથી દયાને [2 ) બીજું અને જ્ઞાનને પ્રથમ સ્થાન આપ્યું. જેને પોતાનું જ્ઞાન નથી, પોતે કોણ છે, શા માટે છે, પોતે ક્યાંથી આવ્યો છે, વગેરે જાણતો નથી, જેને સ્વનું જ્ઞાન નથી તે પોતાનું કલ્યાણ કરી શકતો નથી. જ્ઞાન અપા૨ અને અનંત છે. માત્ર કેવળજ્ઞાની જ તે જ્ઞાનને પામી શકે છે. આવું કેવળજ્ઞાન પામવા માટે સર્વ પ્રથમ “નવ તત્ત્વ'નું જ્ઞાન હોવું આવશ્યક અને અનિવાર્ય છે. અનંતજ્ઞાન એ “નવ તત્વનો જ બૃહદ્ વિસ્તાર છે. તેનાં જ્ઞાન અને શ્રદ્ધાથી સાધક પોતાના આત્માનું કલ્યાણ નિ:શંક સાધી શકે છે. આ નવતત્ત્વ આ પ્રમાણે છે : ૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય ૪. પા ૫ ૫. આશ્રવ ૬. સંવર ૭. નિર્જરા ૮. બંધ ૯. મોક્ષ જૈન ધર્મ કહે છે કે જે આ નવ તત્વને જાણે છે, જેને આ નવ તત્વ માં રસ, રૂચિ અને શ્રદ્ધા છે, તે જ આત્મસાધનાનો અધિકારી છે. આવા અધિકારી સાધકને સમતી કે સમ્યગ્દષ્ટિ કહે છે. નવ તત્વના જ્ઞાન અને શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે, અથવા સમક્તી પણ કહે છે. સમસ્તી એ મોક્ષયાત્રાનું પ્રથમ ચરણ છે. એ ચરણ ઉપાડુયા વિના, સામતીની પ્રાપ્તિ કર્યા વિના મોક્ષ મળતો નથી. સંક્ષેપમાં નવ તત્વ : ૧. જીવ તત્વ : જીવને આત્મા કહે છે. તે ચેતનામય અરૂપી સત્તા છે. ચેતનાની ક્રિયા (ઉપયોગ) એ તેનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ-દુ:ખ આદિ દ્વારા તે વ્યક્ત થાય છે. જીવ ૫૬૩ પ્રકારના છે. ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨. અજીવતત્વ : જેનામાં ચેતના નથી આત્મા નથી તે અજીવ છે. જડ છે. સદાને સર્વથા તે નિર્જીવ રહેવાથી અજીવ કહેવાય છે. અજીવ તત્ત્વ પ૬૦ પ્રકારનાં છે. (જીવ અને અજીવ તત્ત્વો ની ટૂંકી સમાજ માટે આ વિભાગાન્ત વાંચો.) ૩. પુણ્ય તત્ત્વ : મન, વચન અને કાયાની શુભવૃત્તિ, શુભ વિચાર અને શુભ આચારથી આત્મા જે શુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને પુણ્ય તત્વ કહે છે. પુણ્ય કર્મ નવ પ્રકારે બંધાય છે. ૧. ભૂખ્યાને જમાડવાથી, સાધુ-સંતો આદિને ભિક્ષા આપવાથી. તેને અન્નદાન કહે છે, ૨. તરસ્યાને પાણી પાવાથી અર્થાત્ જલદાનથી, ૩. વાસણના દાનથી ૪. શય્યા-મકાનના દાનથી, ૫. વસ્ત્ર દાનથી, ૬. મન થી સહુ કોઈનું યોગક્ષેમ વિચારવાથી, ૭. ગુણાનુવાદ કરવાથી, ૮. જ્ઞાની- તપસ્વીગુણીજનો આદિની સેવા કરવાથી અને ૯, સુયોગ્યને સુપાત્રનો વિનય - બહુમાન કરવાથી. પુણ્ય કર્મ કરનાર ૪૨ પ્રકારનાં સુફળ ભોગવે છે. ૪. પાપ તત્ત્વ : મન, વચન અને કાયાની અશુભ વૃત્તિ, અશુભ વિચાર અને અશુભ આચારથી આત્મા જે અશુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે તેને પાપ તત્વ કહેવાય છે. પાપ કર્મ ૧૮ પ્રકારે બંધાય છે. ૧. જીવહિંસા ૨. જઠ, ૩. ચોરી, ૪. વ્યભિચા૨, ૫. સંગ્રહ ૫૨ મમત્વ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ ૧૦. રાગ (આસક્તિ), ૧૧. ઈષ્ય (દ્વષ), ૧૨. કલેશ-કંકાસ, ૧૩. ખોટું આળ, ૧૪. ચા ડી-ચુગલી, ૧૫. નિંદાકુથલી, ૧૬. હરખ-શોક (રતિ -અરતિ), ૧૭, કપટ-સહિત જૂઠ અને ૧૮. અસત્ય મતમા શ્રદ્ધા (મિથ્યાત્વ) - આ અઢા૨માંથી કોઈ એક કે વધુનું આચરણ કરવાથી આત્મા પાપ કર્મથી બંધાય છે. “પાપ કર્મ કરનાર ૮૨ પ્રકારના કુફળ ભોગવે છે. ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫. આસ્રવ તત્વ : જે માગએ થી આવીને કર્મ પુદ્ગલો આત્માને દોષિત કરે છે તે કર્મ-માગને આસ્રવ તત્ત્વ કહે છે. બાદી કે તપેલું વગેરે વાસણ અખંડ અને આખું હોય તો તેમાં નીચેથી કે બાજુએથી પાણી ભરાતું નથી. વહાણમાં છિદ્ર ન હોય તો તેમાં પણ પાણી ભરાતું નથી, પરંતુ છિદ્રવાળું વહાણ હોય તો તેમાં પાણી ભરાઈ જાય છે. તે પ્રમાણે કમને આવવાના છિદ્રોને આસ્રવ કહ્યાા છે. અર્થાત્ આસ્રવ એ ટલે કમને વહી આવવાના નાળા-ગરનાળા. જીવાત્માને ભવસાગરમાં ડૂબાડી દેતાં આસ્રવનાં ૪૨ પ્રકારનાં છિદ્રો કે નાળાં છે. ૬. સંવર તત્વ : સંવર એટલે રોકવું. જે માગોથી કે નિમિત્તોથી કમ આત્મા ઉપ૨ ખડકાય છે તે માર્ગોને પૂરી દેવા. કર્મ- નિરોધ કરવો તે સંવર તત્ત્વ છે. ૬૭ પ્રકારથી કમનો સંવ૨ થાય છે. ૭. નિર્જરા તત્વ : સંવ૨ના આચરણથી કમોં તો આવતાં અટકી ગયા, પરંતુ આસ્રવ દ્વારા જમા થયેલાં કમોંનો પ્રશ્ન ઊભો રહે છે. આ સંચિત કમનો ક્ષય કરવો તેને નિર્જરા તત્વ કહે છે. નિર્જરા ૧૨ પ્રકારથી થાય છે. આ બા૨ પ્રકા૨ એટલે જૈન ધર્મની આહાર સંહિતામાં નિર્દિષ્ટ ૧૨ પ્રકારનાં ત૫. ૮. બંધ તત્વ : આસ્રવ અને નિર્જરા- આ બે તત્ત્વોની વચ્ચેની સ્થિતિ બંધ છે. આત્માની સાથે સંયુક્ત કર્મયોગ્ય પરમાણુ કર્મરૂપમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને બંઘ તત્વ કહે છે. દૂધમાં પાણી, તલમાં તેલ, ફૂલમાં અત્તર રહેલ છે તેમ આત્મા અને કર્મ પુદ્ગલ એ કમેકમાં બંધાઈ રહે તેને બંધ તત્ત્વ કહે છે. બંઘ તત્વ ચાર પ્રકારનું છે. ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૯. મોક્ષ તત્ત્વ : તમામ પ્રકારનાં કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તેને મોક્ષ કહે છે. સમ્યક્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યચારિત્ર અને તપ આ ચારના ઉત્કટ અને વિશુદ્ધ આચરણથી મોક્ષ મળે છે. આ નવ તત્ત્વમાંથી જીવ અને અજીવ તત્ત્વો જાણવા યોગ્ય (જ્ઞેય) છે. પાપ, આસ્રવ અને બંધ ત્યાગ કરવા યોગ્ય (હેય) છે. અને પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ આ ચાર તત્ત્વો આચરણીય (ઉપાદેય) છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નવતત્ત્વ, તત્વાર્થ સૂત્ર વાંચવા. ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ al !! જૈન ધર્મનું જીવવિજ્ઞાન જીવ અનાદિ, અનંત અને શાશ્વત પદાર્થ છે. જીવનો કોઈ સર્જનહાર નથી. જીવ સ્વયંસિદ્ધ છે. ત્રિકાળ જીવંત રહેતો હોવાથી તે જીવ કહેવાય છે. ચૈતન્ય-સ્વરૂપ અને ચૈતન્ય લક્ષણવાળા પદાર્થને જીવ કહે છે. આવા જીવો અનંતા અને અનેકવિધ છે. જીવને આત્મા કહે છે. ચેતન પણ તેનું જ એક નામ છે અને તે તેનું એક લક્ષણ છે. આ આત્મા ચેતનામય અરૂપી સત્તા છે. તેને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નથી. એ નિરંજન અને નિરાકાર છે. જ્ઞાનમય અસંખ્ય પ્રદેશોનો એ પિંડ છે. ચેતનાની ક્રિયા એ આત્મા (જીવ)નું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, સુખ અને દુ:ખ દ્વારા તે અભિવ્યક્ત થાય છે. આત્મામાં સંકોચ અને વિસ્તારની શક્તિ રહેલી છે. તે કીડી. જેવા નાનકડા શરીરમાં પણ રહી શકે છે અને હાથી જેવા મોટા શરીરમાં પણ રહી શકે છે. બાહ્ય લક્ષણ : જે પોતાની ઈન્દ્રિયો દ્વારા આહાર ગ્રહણ કરે છે અને તેનું વિસર્જન પણ કરે છે, તે જાગે છે અને ઊંઘે છે. તે શ્રમ પણ કરે છે અને વિશ્રામ પણ કરે છે. તે ભય પામે છે. આત્મરક્ષા માટે તે પ્રયત્ન કરે છે. મૈથુન સેવન કરે છે અને મૈથુનથી જન્મે છે. તે વધે છે અને ઘટે છે, તે સંગ્રહ કરે છે. અંતરંગ લક્ષણ : ચેતના એ આત્માનું ભીતરી લક્ષણ છે. જીવમાત્રમાં ઓછાવત્તા પ્રમાણમાં ચૈતન્ય શક્તિ રહેલી છે. કર્મોનાં આવરણ પ્રમાણે તેની આ શક્તિ ઓછી કે વધુ જોવા મળે છે. આ આત્મા સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તે કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તે કર્માનુસાર તે અવનવા જન્મ લે છે અને કર્મોનો ક્ષય કરીને તે મુક્ત પણ બને છે. આથી જીવના મુખ્ય બે પ્રકાર કહ્યા છે : ૧. મુક્ત જીવ અને ૨. સંસારી જીવ ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવના ભેદ-પ્રભેદ : જેમણે તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેમને ફરીથી જન્મ લેવાનો નથી, એવા શરીર વિનાના નિરંજન, નિરાકાર આત્માને મુક્ત જીવ કહે છે. આવા મુક્તાત્માઓ અનંત છે. અને જેઓ વિવિધ કર્મોથી ખદ્ધ છે, જેઓ પુન: પુન: જન્મ મરણ કરીને અવનવા દેહોમાં જીવે છે તેઓ સૌ સંસારી જીવો કહેવાય છે. સંસારી જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવ૨. ત્રસ જીવો : જેઓ પોતાની ઈચ્છામુજખ હરેફરે છે, શરીરને સંકોચે છે, વિસ્તારે છે, રડે છે, ભય પામે છે, ત્રાસ અનુભવે છે વગેરે ત્રસ જીવોની ઓળખનાં લક્ષણ છે. જન્મ : ત્રસજીવો ૮ પ્રકારે જન્મે છે. ૧. ઈંડામાંથી જન્મે તે (પક્ષી વગેરે) ૨. કોથળીમાંથી જન્મે તે (હાથી વગેરે) ૩. ગર્ભાશયમાંથી જન્મે તે (ગાય, માણસ વગેરે) ૪. રસથી જન્મે તે (કીડા વગેરે) ૫. પરસેવાથી જન્મે તે (જૂ, માંકડ વગેરે) ૬. પૃથ્વી ફાડીને નીકળે તે તીડ વગેરે) ૭. સમૂચ્છિમ મળમૂત્રમાંથી જન્મે તે (કીડી, માખી વગેરે) અને ૮, શય્યામાં કે કુંભીમાં જન્મે તે (નારકી, દેવતા વગેરે). ભેદ : ઈન્દ્રિયો પ્રમાણે ત્રસ જીવો ચાર પ્રકારના છે : ૧. એ ઈન્દ્રિય : કાયા અને મુખ એમ બે ઈન્દ્રિયવાળા જીવ. શંખ છીપ, અળસીયા, કરમીઆ, પોરા વગેરે ૨. તેન્દ્રિય : કાયા, મુખ અને નાક એમ ત્રણ ઈન્દ્રિયવાળા જીવ. જૂ, લીખ, માંકડ, મકોડા, ધનેડાં વગેરે ૩. ચઉરિન્દ્રિય : કાયા, મુખ, નાક અને આંખ એમ ચાર ઈન્દ્રિયવાળા જીવ, ડાંસ, મચ્છર, વીંછી, કરોળિયા વગેરે ૪. પંચેન્દ્રિય : કાયા, મુખ, નાક, આંખ અને કાન એમ પાંચ ઈન્દ્રિયવાળા જીવો. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. સ્થાવર જીવો : જેમના શરીરમાં જીવ છે પરંતુ દુ:ખને દૂર કરવાનો અને સુખ મેળવવાનો જે પ્રયત્ન નથી કરી શકતા તે સ્થાવર જીવો છે. ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ આવા જીવોને માત્ર કાયાની એક જ ઈન્દ્રિય હોય છે. આવા જીવો પાંચ પ્રકારનાં છે. ૧. પૃથ્વીકાય : માટીના જીવ, જેમ કે લાલ માટી, સફેદ માટી, રેતી, પથ્થર, મીઠું, ૨, સુરમો, અબરખ વગેરે. ૨. અપકાય : પાણીનાં જીવો. જેમ કે વરસાદનું પાણી, ઠારનું પાણી, ધૂમ્મસ, ઝાકળ વગેરે તમામ પ્રકારનું પાણી. ૩. તેઉકાય : અગ્નિના જીવો. જેમ કે તણખાં, જ્યોત, જ્વાળા, વંડવાનલ, ભઠ્ઠી વગેરે. ૪. વાઉકાય : વાયુના જીવો જેમ કે વિવિધ પવન, વંટોળ, ચ ક્રપાત વગેરે. ૫. વનસ્પતિકાય : વૃક્ષ-વેલી વનસ્પતિના જીવો જેમ કે ફળ, ફૂલ, વેલી, ઘાસ દરેક પ્રકારની લીલોતરી, શાકભાજી વગેરે. આ દરેક જીવોના પણ ભેદ અને પ્રભેદ છે. એ બધાંનો કુલ સરવાળો આ પ્રમાણે કરાયો છે. દેવતાના ૧૯૮ પ્રકારના ભેદ માણસના ૩૦૩ પ્રકારના ભેદ તિર્યંચના ૪૮ પ્રકારના ભેદ ના૨કીના ૧૪ પ્રકારના ભેદ આમ કુલ ૫૬૩ પ્રકારના જીવો છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે જીવવિચાર, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથો વાંચવા. ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મનું અજીવવિજ્ઞાન (ષડૂ દ્રવ્ય) છે જેન ઘર્મ માને છે કે આ વિશ્વ છ દ્રવ્યનું બનેલું 9% છે. પ્રચલિત વિશ્વ માટે જૈન ભાષાનો શબ્દ છે લો ક”. છ દ્રવ્યના સહઅસ્તિત્વને “લોક' કહેવામાં છS આવે છે. OMS આ છ દ્રવ્યમાં પાંચ અસ્તિકાય છે. છઠું દ્રવ્ય છે તે “જીવ' છે. ૧. ઘર્મ ૨. અધર્મ ૩. આકાશ ૪. કાલ ૫. પુદ્ગલ અને ૬. જીવ આ ષડુ દ્રવ્ય છે. આમાંથી જીવ સિવાયના બાકીના પાંચ દ્રવ્ય અસ્તિકાય છે. પાંચ અસ્તિકાયનું એક નામ છે. અજીવ. જીવ દ્રવ્ય કે તત્વના ૫૬૩ પ્રકાર છે. તો અજીવ દ્રવ્ય કે તત્વના ૫૬૦ ભેદ છે. નવ તત્ત્વ અને ષડુ દ્રવ્ય આ બંને માં જીવ અને અજીવ બંનેનો સમાવેશ થાય છે. વિશ્વ જીવ અને અજીવનું જ બનેલું છે. વિશ્વમાં માત્ર બે જ તત્વો છે : એક ચેતન, બીજે જડે. ચેતને એટલે જીવ. જડ એટલે જીવ વિનાનું, અજીવ. જૈન ધર્મમાં જીવ અને અજીવ બંનેની સ્વતંત્ર અને વિસ૬ વિચારણા કરવામાં આવી છે. વિશ્વની રચના અને સંચાલનમાં અજીવ દ્રવ્ય કે તત્ત્વ પ્રાણભૂમિકા ભજવે છે. આથી અત્રે તેનો અલગ મિતાક્ષરી પરિચય આપ્યો છે. જે કતાં નથી, ભોકતા નથી, જેનામાં જીવ કે ચેતન કે આત્મા નથી તે અજીવ તત્વ કે દ્રવ્ય છે. જીવની જેમ જ અજીવ તત્વ પણ અનાદિ, અનંત અને સનાતન છે. અજીવ તત્ત્વના મુખ્ય બે પ્રકાર છે. અરૂપી અને રૂપી, ધર્મ, અઘર્મ, આકાશ અને કાળ આ અરૂપી છે. જ્યારે પુદ્ગલ રૂપી છે. - ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ - આ પાંચ અસ્તિકાય, છે. અસ્તિકાય એટલે પ્રદેશ - સમૂહ. દરેક દ્રવ્યના નાનાથીય નાના !' પરમાણુ જેટલા ભાગને પ્રદેશ કહે છે. પ્રદેશનો કાય-સમૂહ તે અસ્તિકાય છે. ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય ધર્મ અને અધર્મ શબ્દો અહીં વિશિષ્ટ અર્થમાં વપરાયા છે. સદાચાર એટલે ધર્મ અને અનાચાર એટલે અધર્મ આ રૂઢ અર્થમાં અહીં તેનો ઉપયોગ નથી થયો. ધર્મ અને અધર્મનો વિશિષ્ટ અર્થ એ જૈનધર્મનું જગતને મૌલિક પ્રદાન છે. સુપ્રસિદ્ધ વિજ્ઞાની ન્યૂટને ગતિ તત્ત્વનો સૌ પ્રથમ સ્વીકાર કર્યાં. ફળ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે, વાંસળીમાંથી શબ્દોની ગતિ થાય છે. આ ગતિ કરવામાં કોઈ સહાયક તત્ત્વ છે. વૈજ્ઞાનિકોએ આ ગતિ તત્ત્વનું નામ આપ્યું ઈથર'. પરંતુ ભગવાન મહાવીરે અઢી હજાર વરસ પહેલાં કહ્યું કે જેટલા પણ ચલ ભાવ છે, તે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્પંદન માત્ર છે. એ દરેક ધર્મની મદદથી પ્રવૃત્ત થાય છે. ધર્માસ્તિકાયની મદદથી આપણે ચાલી શકીએ છીએ. પંખીઓ ઊડી શકે છે. માછલી તરી શકે છે. આમ ગતિમાં સહાયક છે તે ધર્મ છે. તે પ્રદેશોનો સમૂહ છે, આથી તેને ધર્માસ્તિકાય કહે છે . ધર્મ ગતિ સહાયક છે તો અધર્મ સ્થિતિ સહાયક છે. આપણે ઊભા રહીએ છીએ, બેસીએ છીએ જીવ હોય કે જીવ જે કોઈ સ્થિર રહી શકે છે તેનું આલંબન સ્થિતિ સહાયક તત્ત્વ છે. તેનું નામ છે અધર્માસ્તિકાય. તે સ્થિર રહેવામાં મદદ કરે છે. વિશ્વમાં જે કંઈપણ ચલાયમાન અને સ્થિર છે તે આ ખે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના કારણે છે. આ પ્રકારના અર્થમાં ધર્મ અને અધર્મની વિચારણા માત્ર જૈન ધર્મ જ કરી છે. આકાશાસ્તિકાય આકાશ એટલે જીવ અને અજીવને રહેવાની જગ્યા. તે અનાકાર અને અનાલંબ છે. છ એ છ દ્રવ્ય તેના લીધે રહ્યા છે. લોકમાં ગતિ અને સ્થિરતા છે. કાળ અને આકાશાસ્તિકાય છે. પુદ્દગલ છે તે સર્વનું ભાજન ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ દિશા અને અનુદિશા એ તેને કાલ્પનિક વિભાગ છે. અવગાહન એ તેને ગુણ છે. - આકાશ બે પ્રકારના છે : લોકાકાશ અને અલોકાકાશ. ગતિ અને સ્થિરતાના સહાયક તત્ત્વો ધર્મ અને અધર્મ જ્યાં સુધી છે તેને લોકાકાશ કહે છે અને જ્યાં જીવ-અજીવ કશું જ નથી, માત્ર અનંત વિસ્તાર જ છે તેને અલો કાકાશ કહે છે. પુદ્ગલાસ્તિકાય માત્ર જૈન ધર્મો જ પુદ્ગલ અંગે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કર્યું છે. “ભૌતિક તત્ત્વ' શબ્દ પ્રચલિત છે. જૈન ધર્મ તેને “પુદ્ગલ” કહે છે. વિજ્ઞાનના ક્ષેત્રે, યંત્રના ક્ષેત્રે પ૨માણુ' શબ્દ આજ ચલણી બન્યો છે. આખો એક “પરમાણુવાદ અસ્તિત્વમાં છે. આ પરમાણુનો સર્વપ્રથમ વિચાર જૈન ધર્મે કર્યો છે. પૂગલ દ્રવ્ય વિભાગી છે. તેના નાના-મોટાં, સૂક્ષ્મ-સ્થૂળ ભાગ કરી શકાય છે. જીવ, ઘર્મ, અધર્મ અને આ કાશ આ ચાર અવિભાગી છે. તેમાં સંયોગ અને વિભાગ થતો નથી. પૂગલ અખંડ દ્રવ્ય નથી. તે બને છે, તે બગડે છે. પ્રતિક્ષણ તે બદલાયા કરે છે. નિત્ય અને નિયમિત પરિવર્તન એ તેનો સ્વભાવ છે. પુદ્ગલનું નાનાથીય નાનું સૂક્ષ્મ રૂપ તે પરમાણું છે. જે આ છેદ્ય, અભેદ્ય, અગ્ર હા, અ દાદા અને નિર્વિભાગી પુદ્ગલ છે, તેને પરમાણુ કહે છે. આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારનો વર્ણ - આ ૨૦ પુદ્ગલના ગુણ છે. પુદ્ગલ ચાર પ્રકારના છે. સ્કન્ધ - પરમાણુનો અખંડ ભાગ દેશ - સ્કન્ધનો કલ્પિત ભાગ પ્રદેશ - ખંઘથી સંલગ્ન પણ અવિભાજ્ય અંશ પરમાણુ - સ્કંધથી અલગ સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ Page #29 -------------------------------------------------------------------------- ________________ આ પરમાણુ આઠ પ્રકારના છે. પરમાણુ સ્કન્ધરૂપમાં પરિણમે છે ત્યારે તેના શબ્દ, તડકો, છાંયો, પ્રકાશ આદિ દસ સ્વરૂપ બને છે. જૈન ધર્મે સૌ પ્રથમ શબ્દને પુગલ કહ્યો, અને તેનું ગહન અને સધન ચિંતન પણ કર્યું. જૈન ધર્મ પહેલીવાર કહ્યું કે શબ્દ શીઘ્રગતિ કરે છે. લોકમાં વ્યાપે છે અને તે લોકમાં સ્થિર રહે છે. જૈન ધર્મના આ ચિંતનનું સાકાર સ્વરૂપ આજ તાર, ફોન, રેડિયો વગેરે સાધનોમાં જોવા મળે છે. કાળ : સમય એ તેનો સરળ અને સુગમ અર્થ છે. પરંતુ આ તેનો એક પ્રકાર છે. કાળ ચાર પ્રકારનો છે. ૧. પ્રમાણ કાળ : કાળ દ્વારા પદાર્થ માપવામાં આવે છે. આથી તેને પ્રમાણ કાળ કહે છે . ૨. યથાયુ નિવૃત્તિ કાળ : જીવન અને મૃત્યુ કાળ સાપેક્ષ છે આથી જીવનની અવસ્થાઓને યથાયુ નિવૃત્તિ કાળ કહે છે . ૩. મરણ કાળ : જીવનના અન્તને મરણકાળ કહે છે. ૪. અદ્દા કાળ : સૂર્ય-ચંદ્ર આદિની ગતિ સાથે સંબંધ રાખનાર તે અદ્દાકાળ છે. અદ્દાકાળ જ મુખ્ય છે. બાકીના ત્રણ એ તેના વિશિષ્ટ રૂપ છે. અદ્દાકાળ વ્યાવહારિક છે. મનુષ્ય લોકમાં તેનો ઉપયોગ થાય છે. દા.ત. દિવસ-રાત, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ વગેરે. કાળના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને સમય કહે છે. એક માણસ કમળના સો પાંદડાને એક સાથે સોયથી વીંધે છે. દેખીતી રીતે તે એકસાથે છેદાઈ-બંઘાઈ ગયેલા જણાય છે. વાસ્તવમાં એ સૌએ પાંદડા એક પછી વીંધાતા જતા હોય છે. આ ક્રમશઃ વીંધવામાં જેટલો સમય લાગે છે, એ સમયના અસંખ્યાતમાં ભાગના અત્યંત સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને ‘સમય’ કહે છે. २० Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મની કાળગણના મૌલિક છે, તે આમ છે : અવિભાજ્ય કાળ = એ ક સમય અસંખ્ય સમય = એ ક આવલિકા ૨૫૬ આવલિકા = એક ક્ષુલ્લક ભવ (અપાયુ) ૨૨૨૩-૧૨૨૯/૩૭૭૩ અવલિકા = એક શ્વાસોશ્વાસ એ ક શ્વાસોશ્વાસ એક પ્રાણ ૭ પ્રાણ = એક સ્ટોક ૭ સ્ટોક = એક લવ ૩૮માં લવ એક ઘડી (૨૪ મિનિટ) ૭૭ લવ = એ ક મુહૂર્ત (૪૮ મિનિટ) ૩૦ મુહૂર્ત = એ ક આખો દિવસ ૧૫ દિવસ = એક પક્ષ બે પક્ષ = એ ક મહિનો બે મહિના = એક ઋતુ ત્રણ ઋતુ = એક અયન બે અયન = એ ક વ૨સ પાંચ વરસ એક યુગ ૭૦ ક્રોડાકોડ ૫૬ લાખ કોડ વર્ષ એક પૂર્વ અસંખ્ય વર્ષ = એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ = એક સાગરોપમ ૨૦ ક્રોડાકોડ સાગર = એક કાળચક્ર અનંત કાળચક્ર = એક પુદ્ગલ પરાવર્તન કાળના આ તમામ પ્રકારનું સંક્ષેપ સ્વરૂપ એટલે આજ, ગઈકાલ અને આવતી કાલ. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નવતત્વ, તત્ત્વાર્થ સૂત્ર, પદાર્થ સંગ્રહ આદિ ગ્રંથો વાંચવા. ૨૧. Page #31 -------------------------------------------------------------------------- ________________ છે જેન ઘર્મની આચાર સંહિતા આચાર સંહિતા ભગવાન મહાવીરે જોયું કે દરેક માણસની શક્તિ અને ક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે. કોઈ વધુ શક્તિશાળી હોય છે, કોઈ ઓ છો. દરેક માનવી માટે ઉગ્ર અને ઉત્કૃષ્ટ સાધના કરવી શક્ય નથી. આથી, શક્તિની અપેક્ષાએ ભગવાન મહાવીરે બે પ્રકારનો ઘર્મ કહો. ૧. સાઘુ ઘર્મ ૨. ગૃહસ્થ ધર્મ જૈન ભાષામાં સાધુ ઘનિ સર્વવિરતિ ધર્મ અને ગૃહસ્થ ધર્મને દેશ વિરતિ ધર્મ કહે છે. વિરતિ એટલે પાપની વૃત્તિ, પાપનો વિચાર અને પાપના આચારનો ત્યાગ કરવો. સર્વવિરતિ એટલે જેટલાં પણ પાપ છે, તે બધા જ પાપોનો જીવનભર માટે ત્યાગ કરવો. આવો ત્યાગ જેઓ પ્રતિજ્ઞા પૂર્વક કરે છે, તેને શ્રમણ કે સાધુ કહે છે. સ્ત્રીને શ્રમણી કે સાધ્વી કહે છે. દેશવિરતિ એટલે યથાશક્ય પાપોનો ત્યાગ. પોતાની શક્તિ મુજબ પ્રતિજ્ઞા લઈને પાપોનો જે ત્યાગ કરે છે, તે મને શ્રાવક કહે છે. સ્ત્રી શ્રાવિકા કહેવાય છે. સંક્ષેપમાં કહીએ તો સર્વવિરતિ ધર્મ એટલે સાધુ અને સાધ્વી માટેની નિયત આચા૨સંહિતા અને દેશવિરતિ ધર્મ એટલે શ્રાવક અને શ્રાવિકા માટેની નિયત આચાર સંહિતા. સાધુ ઘર્મ (સર્વવિરતિ ઘર્મ) સર્વવિરતિ (સાધુ) ઘર્મની સાધના કરવા માટે | ઘર-ગૃહસ્થીનો ત્યાગ કરીને દીક્ષા લેવી અનિવાર્ય છે. જેઓ પણ જૈન દીક્ષા લે છે, તેમને સર્વ પ્રથમ પાંચ પ્રતિજ્ઞાઓ જીવનભર માટેની લેવાની હોય છે. સાધુ અને સાધ્વી જે પ્રતિજ્ઞા લે છે, તે પ્રતિજ્ઞાને મહાવ્રત કહે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ આ પાંચ મહાવ્રતોનું જે જીવનભર માટે પાલન કરે છે તેને સાધુ કે સાધ્વી કહે છે. પાંચ મહાવ્રતના નામ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાત વિરમણ (અહિંસા) ૨. મૃષાવાદ વિરમણ (સત્ય) ૩. અદત્તાદાન વિરમણ (અચૌર્ય) ૪. મૈથુન વિરમણ (બ્રહ્મચર્ય) ૫. પરિગ્રહ વિરમણ (અપરિગ્રહ) જૈન દીક્ષા લેનાર દીક્ષાર્થી કે મુમુક્ષુ દીક્ષા લે છે ત્યારે દેવ, ગુરૂ અને સંઘ (સમાજ)ની સાક્ષીએ પ્રતિજ્ઞા લે છે કે, "હે ભગવંત ! હું સર્વ પ્રકારની હિંસાનો, સર્વ પ્રકારના અસત્યનો, તમામ પ્રકારની ચોરીનો, સર્વ પ્રકારના સ્ત્રી ભોગોનો અને તમામ પ્રકા૨ના પરિગ્રહનો મન, વચન અને કાયાથી જીવનભર માટે ત્યાગ કરવાનો નિયમ લઉં છું. આ પાંચ પ્રકારના પાપો હું પોતે કરીશ નહી. બીજા પાસે એ પાપો કરાવીશ નહિ અને એ પાપો જે કોઈ કરતું હશે તેને હું ટેકો આપીશ નહિ." પુરુષ હોય કે સ્ત્રી, જે પણ જૈન દીક્ષા લે છે તે દરેક જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉપર્યુક્ત પાંચ મહાવ્રતનું પાલન કરે છે, નિર્મળ જીવન જીવે છે અને આત્માને સર્વ કર્મથી મુક્ત કરીને મોક્ષમાં જવાની તીવ્ર ઉત્કંઠા રાખે છે. જેઓ પાંચ મહાવ્રતધારી છે, તેમને જૈનો ગુરુ ભગવંત માનીને તેમની સેવાભક્તિ કરે છે. વિલક્ષણ જીવન જૈન સાધુ-સાધ્વી માટે પાંચ મહાવ્રતના પાલન ઉપરાંત અન્ય આચાર સંહિતાનું પાલન કરવું અનિવાર્ય હોય છે. આ આચાર સંહિતાથી જૈન સાધુ-સાધ્વી અન્ય ધર્મ સંપ્રદાયના સાધુ- સાધ્વી કે સંન્યાસીઓથી અલગ તરી આવે છે. જૈન સાધુ-સાધ્વીઓ જે વિશિષ્ટ આચાર સંહિતાનું નિત્ય પાલન કરે છે, તે મુખ્યત્વે આ પ્રમાણે છે : ૧. જૈન સાધુ-સાધ્વી સિલાઈ વિનાના સફેદ વસ્ત્રો પહેરે છે. ૨. તેઓ ઉઘાડે પગે અને ઉઘાડે માથે રહે છે. મતલબ કે તેઓ ટોપી કે છત્રીનો તેમજ કોઈ પણ પ્રકારના બૂટ, ચંપલ કે ચાખડીનો ઉપયોગ કરતા નથી. ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ 3. જૈન સાધુ-સાધ્વી કોઈપણ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતા નથી. એક સ્થળેથી બીજા સ્થળે હંમેશા ચાલતા જ જાય છે. તેઓ પદયાત્રા જ કરે છે. ૪. જૈન સાધુ-સાધ્વીનું પોતાની માલિકીનું કોઈ ઘર નથી હોતું. જૈનોએ પોતાની આરાધના માટે બનાવેલ ઉપાશ્રય પૌષધશાળામાં તેઓ રહે છે. ૫. તેઓ ઉપાશ્રયમાં પણ કાયમ માટે નથી રહેતા. ચોમાસાના ચાર મહિના જ તે સ્થિરવાસ રહે છે અને બાકીના આઠ મહિના સુધી ગામોગામ વિહાર (પદયાત્રા) કરીને લોકોને ધર્મોપદેશ આપે છે. ૬. જૈન સાધુ-સાધ્વી સ્થાનમાં હોય કે સ્થાનની બહાર હોય ત્યારે તેઓ પોતાની પાસે ઓઘો અને મુહપત્તિ અવશ્ય રાખે છે અને સ્થાન બહાર જવાના પ્રસંગે તેમજ પદયાત્રા સમયે એક દાંડો પણ રાખે છે. ૭. જૈન સાધુ-સાધ્વી સૂર્યાસ્ત થયા પછી સ્થાનની બહાર જતા નથી. ૮. જૈન સાધુ-સાધ્વી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી નથી. પાણી પીતા. નથી કંઈ ખાતા. સૂર્યોદય થયા પછી અડતાલીસ મિનિટ બાદ જ તે ખાણી-પીણી કરે છે અને સૂર્યાસ્ત પછી રાતે કંઈ જ ખાતા નથી. પાણી સુદ્ધા પણ પીતા નથી. આમ તેઓ રાત્રિભોજન ત્યાગી હોય છે. ૯. જૈન સાધુ-સાધ્વી જાતે રાંધતા નથી. પોતાના માટે ખીજા પાસે રસોઈ કરાવતા નથી. તેઓ ભિક્ષા માંગીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે, ગાય જેમ ફરીને ફરીને ચારો ચરે છે, તેમ જૈન સાધુ-સાધ્વી એકથી વધુ ઘરેથી નિર્દોષ અને ઉચિત ભિક્ષા લે છે. આ ભિક્ષાને ‘ગોચરી' કહે છે. આ ગોચરી માટે તેઓ કાષ્ઠ પાત્રનો જ ઉપયોગ કરે છે. ૧૦. જૈન સાધુ-સાધ્વી જીવનભર માટે ઉકાળેલું પાણી પીએ છે. ૧૧. જૈન સાધુ હજામત કરાવતા નથી. જાતે દાઢી પણ કરતા નથી. વરસમાં એક વખત તેઓ માથા અને દાઢીના વાળ હાથથી ખેંચી નાખે છે. આ ક્રિયાને લોચ કહે છે. જૈન સાધ્વીઓ પણ લોચ કરે છે. ૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જેઓ તેમને પગે લાગે છે, તેમને તેઓ ધર્મલાભ' કહીને આશીર્વાદ આપે છે. જૈન સાધુ-સાધ્વીના હૈયે એક જ ભાવ અને પ્રયત્ન હોય છે કે તમામ જીવો ધર્મને પામે. ધર્મની સાધના કરે. આથી તેઓ આશિર્વાદમાં એક જ શબ્દ કહે છે : ધર્મલાભ ૧૩. જૈન સાધુ-સાધ્વી સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં રાત દિવસ રમમાણ રહે છે. જૈન સાધુ-સાધ્વીનું જીવન જીવવું ઘણું કઠિન હોય છે. દરેક માટે તે જીવન જીવવું શક્ય નથી હોતું, આથી ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે સ્વતંત્ર આચાર સંહિતા બતાવી. તેને દેશિવરતિ’ ધર્મ કહે છે. ગૃહસ્થ ધર્મ (દેશવિરતિ ધર્મ) : આ દેશિવરતિ ધર્મનું જેઓ પાલન કરે છે તે પુરુષોને શ્રાવક’ કહે છે અને સ્ત્રીઓને શ્રાવિકા' કહે છે. ભગવાન મહાવીરે શ્રાવક અને શ્રાવિકાઓ માટે ધર્મની આરાધના કરવા જે આચાર સંહિતા નક્કી કરી આપી, તે ખાર નિયમો (વ્રત)ની બનેલી છે. આ ખાર વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. श्राषक અણુવ્રત : શ્રાવક અને શ્રાવિકાએ પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ નિયમોનું પાલન કરવાનું છે. ગૃહસ્થ જીવનમાં રહીને આ પાંચેયનું સર્વથા અને સદાય પાલન કરવું શક્ય નથી. ઘર અને ધંધો સંભાળવા માટે મને કે કમને હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના પાપો ગૃહસ્થોને કરવા પડે છે. આ પાપોથી વધુમાં વધુ કેમ ખચી શકાય તે માટે જે નિયમાવલી છે, તેને સ્થૂળવ્રત કે અણુવ્રત કહે છે. श्राविका આ પાંચ વ્રત મર્યાદિત હોવાથી અણુવ્રત કહેવાય છે અને એની મર્યાદિતતા સૂચવવા માટે સ્થૂલ શબ્દ એની સાથે જોડવામાં આવે છે. ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ આ અણુવ્રતોના આયોજન પાછળનો શુભાશય એ છે કે ગૃહસ્થો ઈરાદાપૂર્વકના તેમજ બીનજરૂરી પાપો કરતાં ખર્ચે . ગુણવ્રત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ આત્મના મૂળ ગુણો છે. આ ગુણોના વિકાસ માટેના જે વ્રતો છે તેને ગુણવ્રત કહે છે અને તે વ્રતો દિવ્રત, ભોગોપ્રભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણના નામે છે. શિક્ષાવ્રત પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રતનું પાલન કરીને આરાધકે સાધુ જીવન જીવવાનો સતત અભ્યાસ કરવાનો છે. સાધુજીવનની પ્રાયોગિક તાલીમ લેવાની છે. સાધુ જીવન જીવવાના શિક્ષણ અને તાલીમ આપતા નિયમોને શિક્ષાવ્રત કહે છે. ખાર વ્રતનો પરિચય ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત: પ્રાણનો અતિપાત એટલે પ્રાણાતિપાત. પ્રાણીના પ્રાણ લેવા તે પ્રાણાતિપાત. અને તેનાથી દૂર રહેવું તે પ્રાણાતિપાત વિરમણ. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કે મોજમસ્તી માટે કોઈપણ જીવની હિંસાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. 3. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર કોઈપણ જીવને દુષ્ટ હેતુથી બાંધતો નથી, મારતો નથી, તેના ઉપર વધુ ભાર લાદતો નથી, ભૂખે- તરસે મારતો નથી. વગેરે. આ વ્રતમાં ચુસ્ત અહિંસાનું પાલન કરવાનું હોય છે. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત : પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કે મજાક-મશ્કરીમાં કોઈ પણ પ્રસંગે કે નિમિત્તે જુદું નહિ ખોલવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર ખોટી સાક્ષી આપતો નથી. ખોટાં દસ્તાવેજો કરતો નથી. વિશ્વાસઘાત કરતો નથી. ખોટી સલાહ આપતો નથી, બડાશ હાંકતો નથી. વગેરે. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત : પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ માટે કે મજાક મશ્કરીમાં કોઈની વસ્તુ ચોરી નહિ લેવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર કોઈ પ્રકારની ચોરી કરતો નથી. ચોરીનો માલ પણ રાખતો નથી. વગેરે. ૪. સ્થૂલ મૈથુન વિરમણ વ્રત : લગ્ન બાદ હા જાતીય સંબંધો નહિ રાખવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર લગ્નજીવનમાં જ સંતોષ ને સંયમ રાખે છે. એ કામોત્તેજક વાંચન, વાર્તાલાપ અને દર્શન વગેરથી દૂર રહે છે. વગેરે. ૫. સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત : જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સંગ્રહની મર્યાદા બાંધવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર વધારે નફો રળવા માટે વસ્તુઓનો સંગ્રહ કરતો નથી. જીવનની જરૂરિયાતોને શક્ય તેટલી ઓ છી રાખે છે. ઉપર્યુક્ત પાંચ અણુવ્રત છે. ૬. દિકુ પરિમાણ વ્રત : દિકુ એટલે દિશા. બધી દિશાઓમાં જવા આવવાની મર્યાદા બાંધવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરના૨ પોતાના પ્રવાસ અને પર્યટનોની સંખ્યા અને જવાના વિસ્તારની મર્યાદા બાંધે છે. એ નક્કી કરે છે કે હું દરિયાઈ પ્રવાસ નહિ કરું. વર્ષમાં માત્ર અમુક દેશોને જ પ્રવાસે જઈશ વગેરે. ૭. ભોગપભોગ વિરમણ વ્રત : એકથી વધુ વખત ઉપયોગમાં લેવાતી ક્રિયાને ભોગો ભોગ કહેવાય છે. કેટલીક ચીજ વસ્તુઓ એ કથી વધુ વખત વપરાશમાં લેવાય છે. દાત. ઘરેણા, કપડાં, ફર્નિચર, વાહન વગેરે ભોગપભોગનું પ્રમાણ કે સંખ્યા નિયત કરવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર ન કી કરે છે કે હું માત્ર છ જે ડી જ કપડાંનો ઉપયોગ કરીશ. હું માત્ર ચાર-પાંચ વાનગી જ ખાઈશ. હું માત્ર બે જ મો ટરનો ઉપયોગ કરીશ વગેરે. ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૮. અનર્થદંડ વિરમણ વ્રત : બીન જરૂરી કાર્યોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા. ઉદાહરણ : આ વ્રત અંગીકાર કરનાર નક્કી કરે છે કે હું નાટક, સિનેમા, સર્કસ વગેરે નહિ જો ઉં, જીવન જીવવા માટે નાટક, સિનેમા અનિવાર્ય નથી. એ જોવું બીન જરૂરી છે. તે અનર્થ છે. આમ આવા જે કોઈ અનાથ છે, જીવન જીવવા માટે જે બિનજરૂરી છે, તેનો એ ત્યાગ કરે છે. ઉપર્યુક્ત ૬,૭,૮ - એ ત્રણેય ગુણવ્રત છે. ૯. સામાયિક વ્રત : શુદ્ધ થઈને, ચોખ્ખાં વસ્ત્રો પહેરીને, એક અને પવિત્ર આસને અડતાલીસ મિનિટ સુધી બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જા૫ આદિ કરવા માટેનું અનુષ્ઠાન. ૧૦. દેશાવકાસિક વ્રત : ઉપર્યુક્ત છઠ્ઠા વ્રતમાં સ્વીકારેલ દિશાની અને ૭માં વ્રતમાં બાંધેલ ભોગો પભોગના પ્રમાણની મર્યાદાનો આજના એક દિવસ માટે સંક્ષેપ કરવાનું વ્રત. રોજ માણસ લાંબા કે વધુ લાંબા પ્રવાસ કરતો નથી. રોજ બધાં જ ભોગ ૫ દા થનો એ ઉ૫ભોગ નથી ક૨તો આથી આ વ્રત માં રોજે રોજની દીશા અને ભોગો પભો ગની મર્યાદા બાંધવામાં આવે છે. આ વ્રતનું સ૨ળતાથી પાલન કરવા માટે ૧૪ નિયમો યો જ્યા છે. (આની સ મ જ રોજના કર્તવ્ય અંતર્ગત સ્વતંત્ર આપી છે, તે જોવી.) ૧૧. પૌષધોપવાસ વ્રત : ઘર અને ધંધાની પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને ૧૨ કે ૨૪ કલાક માટે કે એકથી વધુ દિવસો માટે ત૫પૂર્વક કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવાનું અનુષ્ઠાન. ૧૨. અતિથિ સંવિભાગ દ્રત : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની અન્ન, વસ્ત્ર આદિથી યથાશક્ય સેવા ભક્તિ કરવાનું વ્રત. આ વ્રત અંગી કા૨ ક૨ના૨ સાધુ-સાધ્વી તેમજ શ્રાવક અને શ્રાવિકાને તેમની જીવન જરૂરિયાતો સ્વેચ્છાએ અને હૈયાના ઉમળકાથી આપીને તેમનું સન્માન કરે છે. ઉપર્યુક્ત ૯, ૧૦, ૧૧, ૧૨ એ ચારેય શિક્ષાવ્રત છે. નાત, જાત, પંથ, રંગ કે દેશના ભેદભાવ વિના કોઈપણ ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી કે પુરુષ આ બા૨ વ્રત અમુક સમય માટે કે આજીવન માટે લઈ શકે છે. કર્માદાન (ન કરવા યોગ્ય વ્યવસાય) ભગવાન મહાવીરે કહ્યું કે જેઓ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરે છે તેમણે પંદર પ્રકારના કર્માદાન (વ્યવસાય) નહિ કરવા જોઈએ. ૧. અંગાર કર્મ : જે વ્યવસાયમાં અગ્નિનો ઉપયોગ મોટાં ને જંગી પ્રમાણમાં થયો હોય તેવો વ્યવસાય. દા.ત. ફટાકડા બનાવવા, ક્ષારો, રસાયણો, ભસ્મો વગેરે બનાવવાના ધંધા. વન કર્મ : વૃક્ષ અને વેલીઓ વગેરે વનસ્પતિઓને ઉખેડવાનો ધં ધો. દા.ત. જંગલો કાપવા, ઘાસનાં બીડ રાખવા, ફળની છાલો ભેગી કરવાનો ધંધો વગેરે. ૩. શકટ કર્મ : ગાડા, ટાંગા, ઘોડાઘાડી, રિક્ષા, મોટર સાયકલ, બસ વગેરે વાહનો બનાવવાનો કે વેચવાનો વ્યવસાય. ૪. ભાટક કર્મ : ભાડું વસુલ કરીને રોજીરોટી રળવાનો ઘંઘો. દા.ત. ઘોડા-બળ દ ભા ડે આપવાં, રિક્ષા-ટેક્ષી વગેરે ભાડે આપવા વગેરે. સફોટક કર્મ : તોડફોડનો ધંધો. દા.ત. તળાવ-કૂવા, બોગદાં, ગટર વગેરે ખો દી આ૫વાને કોન્ટ્રાક્ટ લેવો. ૬. દંત વાણિજ્ય કર્મ : હાથીદાંતને વેપા૨, પશુઓના ચામડાંનો વેપાર, પંખીઓના પીંછાને વેપાર, કસ્તૂરીને વેપાર વગેરે દંતવાણિજ્ય કર્મ છે. ૭. લાક્ષા વાણિજ્ય : જે કરવાથી ત્રસ જીવોની હિંસા થાય તેવા ધંધા. દા.ત. વિવિધ વૃક્ષોમાંથી થતી લાખનો દંઘો, ગળી, સાબુ, સાજીખાર વગેરે ઉત્પાદન કરવાનો ધંધો. ૮. રસ વાણિજ્ય : મધ, માખણ, દારૂ, તેમજ ઘી તેલનો વેપાર ૨સ વાણિજ્ય માં ગણાય છે. ૯. કેશ વાણિજ્ય : માણસ તેમજ પશુ-પંખીઓના વાળનો વેપાર અથવા સ્ત્રી-પુરુષોને વેચવાનો વેપાર (લોહીનો વેપા૨) વગેરે. ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વિષ વાણિજ્ય : વિવિધ પ્રકારના ઝેર, ઝેરી પદાર્થો તેમજ - જીવલેણ શસ્ત્રો બનાવવાનો કે વેચવાનો ધંધો. ૧૧. યંત્રપાલન કર્મ : યંત્રો ચલાવવાનો, વેચવાનો કે ભાડે આપવાનો ધંધો. ૧૨. નિલછન કર્મ : પશુ-પંખીઓના અવયવો કાપવા તેમ જ તેમને નપુંસક બનાવવાનો ધંધો, ગર્ભપાત કરાવવાનો ધંધો વગેરે. ૧૩. દવ-દાનવ કર્મ : પૈસા રળવા કે દુશ્મનાવટથી જંગલો, ઘરો, બસો વગેરે બાળવાનો ધંધો. ૧૪. જલશોષણ કર્મ : તળાવ, નદી, નહેર, કૂવા વગેરે ખાલી કરાવી આપવાનો ધંધો. ૧૫. અસતી પોષણ કર્મ : માંસ, ઈંડા, માછલી આદિનો વેપાર ક૨વો, પશુ –પંખીઓ રાખીને તેમની પાસે ખેલ-તમાશા કરાવવાનો ધંધો તે મ જ સ્ત્રીઓ પાસે વેશ્યાગીરી કરાવવાનો ઘે ધો વગેરે. આ પંદર પ્રકારના ધંધા રોજગારમાં જીવોની નિર્દયતાથી હિંસા થાય છે. આથી શ્રાવક-શ્રાવિકાઓએ તે ઘંઘા ન કરવા. પાપ - ત્યાગ (૧૮ પાપ સ્થાનકો) : પાપ તો અસંખ્ય છે. ભગવાન મહાવીરે મોટાં ૧૮ પાપનાં સ્થાન બતાવ્યા છે. એ સ્થાનનો સંપર્ક કરવાથી આત્મા દોષિત બને છે. ભગવાને એ અઢા૨ પાપ સ્થાન કોનો ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. એ ૧૮ ૫૫ સ્થાનકો આ પ્રમાણે છે. ૧. પ્રાણાતિપાત (હિંસા કરવી) ૨. મૃષાવાદ (જુઠું બોલવું) ૩. અદત્તાદાન (ચોરી કરવી) ૪. મિથુન (કામવાસનાજન્ય પ્રવૃત્તિ કરવી) ૫. પરિગ્રહ (વસ્તુ, વ્યક્તિ અને વિચારમાં આસક્તિ રાખવી) ૬. ક્રોધ (ગુસ્સો કરવો) ૭. માન (અભિમાન કરવું) ૮. માયા (કૂડકપટ દંભ કરવા) ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૯. લોભ (લાલચ રાખવી) ૧૦. રાગ (મોહ મમતા રાખવા) ૧૧. દ્વેષ (કિન્નાખોરી રાખવી) ૧૨. કલહ (ઝઘડાં કરવા) ૧૩. અભ્યાખ્યાન (આક્ષેપ કરવા) ૧૪. પૈશુન્ય (ચાડી ચુગલી કરવી) ૧૫. રિત અતિ (ઝડપથી કે વારેવારે રાજી, ઝડપથી નારાજ થવું) ૧૬. પ૨પરિવાદ (નિંદા કુથલી કરવી) ૧૭. માયા મૃષાવાદ (કપટ રાખીને જુદું ખોલવું) ૧૮. મિથ્યાત્વ શલ્ય (ખોટાં તત્ત્વોને સાચાં અને સાચાં તત્ત્વોને ખોટા માનવા) ખાર વ્રતો અંગીકાર કરનાર શ્રાવક અને શ્રાવિકાએ ઉપર્યુક્ત ૧૮ પાપોનો ત્યાગ કરવાનો હોય છે. આમ દેશિવરતિ ધર્મના આરાધકે બાર વ્રતોનું પાલન, પંદર પ્રકારના કર્માદાન (વેપાર-ધંધા) અને ૧૮ પ્રકારના પાપનો ત્યાગ કરવાનો હોય છે. રોજનાં કર્તવ્ય સાધુ-સાધ્વી તેમજ શ્રાવક-શ્રાવિકાએ રોજ છ કર્તવ્યો અચૂક કરવાનાં હોય છે. આ કર્તવ્યોને આવશ્યક' કહે છે. આવશ્યક એટલે અચૂક કરવા યોગ્ય કર્તવ્ય. તે છ છે, તે આ પ્રમાણે : ૧. સામાયિક : નિર્દોષ અને પવિત્ર સ્થળે, નિર્દોષ આસન ઉપર અડતાલીસ મિનિટ સુધી સ્વાધ્યાય, ધ્યાન, જપ વગેરે ધાર્મિક પ્રવૃત્તિ જ કરવાની ક્રિયાને સામાયિક કહે છે. આમા કટાસણું, ચરવળો, મુહપત્તિ વગેરે ઉપકરણો અનિવાર્ય છે. સામાયિક લેવા અને પારવા માટેની ખાસ વિધિ છે, અને આ વિધિનાં નિશ્ચિત સૂત્રો છે. ૨. ચતુર્વિશતિસ્તવ : ચતુર્વિશતિ એટલે ચોવીસ. સ્તવ એટલે વંદન, પૂજન, કીર્તન વગેરે. ૨૪ તીર્થંકરોની સ્તુતિ અને સ્તવના કરવી. ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ 3. ૪. વંદનક : સાધુ-સાધ્વી ગુરૂભગવંતોને વિધિપૂર્વક વંદન કરવું. તેમની સેવાભક્તિ કરવી. વિનયપૂર્વક તેમની પાસે ધર્મનો અભ્યાસ કરવો. તેમની પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળવો. ૬. પ્રતિક્રમણ : જાણતાં કે અજાણતાં થઈ ગયેલ પાપોનો પસ્તાવો કરી, ગુરૂ સમક્ષ તેનો એકરાર કરીને ક્ષમાપના માંગવાની એક વિશિષ્ટ ક્રિયા. આ પ્રતિક્રમણ કાળની અપેક્ષાએ પાંચ પ્રકારના છે. ૧. રાઈય પ્રતિક્રમણ (સવારના કરવાની ધાર્મિક ક્રિયા) ૨. દૈવસિક પ્રતિક્રમણ (સાંજના કરાતી ધાર્મિક ક્રિયા) ૩. પાક્ષિક પ્રતિક્રમણ દર પંદર દિવસે સાંજે કરાતી ધાર્મિક ક્રિયા) ૪. ચાતુર્માસિક પ્રતિક્રમણ (દર ચાર મહિને સાંજે કરાતી ધાર્મિક ક્રિયા) ૫. સંવત્સરી પ્રતિક્રમણ (વરસમાં એક વખત ભાદરવા સુદ ૪ની સાંજે કરાતી ધાર્મિક ક્રિયા) ૫. કાયોત્સર્ગ : કાયાનો ઉત્સર્ગ એટલે કાયોત્સર્ગ. કાયાને ભૂલીને દત્તચિત્તે કરવામાં આવતું ધ્યાન. તન અને મનને સ્થિર રાખીને આત્માનું ધ્યાન ધરવાની વિશિષ્ટ ક્રિયા. આ ક્રિયામાં કોઈપણ સૂત્રના સહારે આત્મસાધના કરવાની હોય છે. સૂત્રોમાં જેમ કે, નવકાર, લોગસ્સ વગેરે ગણાય . પ્રત્યાખ્યાન : પ્રતિજ્ઞાપૂર્વક રોજ કોઈપણ ચીજવસ્તુનો ત્યાગ કરવો. દા.ત. સૂર્યાસ્ત થયા પછી નહિ ખાવા પીવાની પ્રતિજ્ઞા લેવી. આ પ્રતિજ્ઞાને ચઉવિહાર કહે છે. આ પ્રતિજ્ઞા માટે જાણીતો શબ્દ પચખ્ખાણ છે. ચૌદ નિયમ પ્રત્યાખ્યાન કર્તવ્ય મુખ્યત્વે તપ સંબંધી છે. એને પચ્ચખાણ કહે છે. ગુરૂભગવંતની પાસે જઈને નવકારશી, એકાસણું, ઉપવાસ વગેરેનું પચ્ચક્ખાણ લેવાનું હોય છે. શ્રાવક અને શ્રાવિકાએ ઓછામાં ઓછું રોજ નવકારશી અને ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવું જો ઈએ . નવકારશી એટલે સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ બાદ જ દાતણ, ચા, પાણી વગેરે કરવાની પ્રતિજ્ઞા. ચવિહાર એટલે સૂર્યાસ્ત થતાં પહેલાં ૪૮ મિનિટ પછી કંઈ પણ નહિ ખાવા-પીવાની પ્રતિજ્ઞા. ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ આ નિત્ય કર્તવ્ય ઉપરાંત ચૌદ પ્રકારની ચીજ વસ્તુઓના વપરાશ નો નિયમ પણ કરવાનો હોય છે. આમાં આરાધકે સંખ્યા અને મર્યાદા નક્કી કરવાની હોય છે. ચૌદ નિયમથી તે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે : ૧. સચિત્ત-સજીવ દ્રવ્યોના ઉપયોગની મર્યાદા બાંધવી. ૨. દ્રવ્ય -ખાદ્ય વસ્તુઓની સંખ્યા નક્કી કરવી. ૩. વિગઈ - દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુ - આ છ વિગઈની મર્યાદા બાંધવી. ૪. વાહ - બૂટ, ચંપલ વગેરે પગરખાં ની સંખ્યા બાંધવી. ૫. તંબોલ - પાન, સોપારી વગેરે મુખવાસની મર્યાદા બાંધવી. ૬. વસ્ત્ર - પહેરવા, ઓઢવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ૭. ફુલ - ફુલના પ્રકાર, સંખ્યા વગેરેની સીમા બાંધવી. ૮. વાહન - વાહનની સંખ્યા નક્કી કરવી. ૯. શયન – સૂવાનાં સાધનો (પલંગ, પથારી વ.)ની મર્યાદા બાંધવી. ૧૦. વિલેપન - દેહની સાજસજા માટેના પ્રસાધન સાધનોની મર્યાદા બાંધવી. ૧૧. બ્રહ્મચર્ય - મૈથુન સંબંધની સંખ્યા બાંધવી. ૧૨. દિશા - આવવા જવાની દિશાઓના વિસ્તારની મર્યાદા બાંધવી. ૧૩. સાન - નહાવાની સંખ્યા બાંધવી. ૧૪. ભોજન પાણી - ભોજન અને પાણીની મર્યાદા બાંધવી. દેશવિરતિ ધર્મ (શ્રાવકના બાર વ્રત)નો આરાધક સવારનું પ્રતિક્રમણ કરતા સમયે જ મનથી, પોતાના આત્માની સાક્ષીએ નક્કી કરે છે કે આજે હું માત્ર છ વાનગી જ ખાઈશ, માત્ર બે ટંક જ ખાઈશ, ખાવામાં પણ તળેલી વસ્તુ નહિ ખાઉં, આજ હું ટ્રેનના ઉપયોગ નહિ કરું વગેરે. આમ ચૌદ પ્રકારનું રોજ નિયમન કરવાનું હોય છે. ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ દિન ચર્યા ખાર વ્રત અંગીકાર કરનાર શ્રાવક-શ્રાવિકાની દિનચર્યા મુખ્યત્વે આ પ્રકારની હોય છે. ૧. વહેલી સવારમાં ઊઠીને સર્વ પ્રથમ તેઓ ત્રણ કે બાર વખત નવકાર મંત્ર ગણે છે. ૨. પ્રતિક્રમણ કરે છે. ૩. દેરાસરે જઈને ગુરુવંદન કરે છે, અને ગુરૂ ભગવંત પાસે નવકારશીથી માંડી ઉપવાસ સુધીનું યથાશક્ય પચ્ચક્ખાણ લે છે. ચા-નાસ્તો. ૫. સ્નાન કરીને જિનપૂજા કરે છે. ૬.ગુરૂભગવંત પાસે ઉપદેશ સાંભળે છે. ૭. સૂર્યાસ્ત થતાં પહેલાં જમી લે છે. ૮. સૂર્યાસ્ત બાદ પ્રતિક્રમણ કરે છે. ૪. ૯. ત્રણ કે ૧૨ નવકાર ગણીને સૂઈ જાય છે. આ ઉપરાંત સમયની અનુકૂળતા મુજબ તેઓ રોજ સામાયિક, સ્વાધ્યાય, જાપ વગેરે પણ કરે છે. 어 સાહિત્ય સાધુ-સાધ્વીની આચાર સંહિતાની વિશદ્ સમજ મેળવવા માટે આચારરાંગ, દશવૈકાલિક આદિ ગ્રંથો વાંચવા. શ્રાવક-શ્રાવિકાના ખાર વ્રત આદિ આચારોના સવિસ્તર અભ્યાસ માટે શ્રાવક પ્રગતિ, ધર્મબિન્દુ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ પ્રકરણ આદિ ગ્રંથો વાંચવા. ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ જેન ઘર્મની આહાર વિહાર સંહિતા દેવો નહિ, દાનવો તો નહિ જ, પશુ-પંખીઓ પણ નહિ, માત્ર માણસ જ ઉચિત અને જરૂરી સાધના કરીને મુક્તિ પામી શકે છે. આથી માનવજીવનનું ૫૨મ લક્ષ્ય છે મોક્ષ. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરે સાધના માર્ગનું નિરૂપણ કર્યું. સાઘના માર્ગને સરળ અર્થ છે આચાર સંહિતા. સાધુ-સાધ્વી માટે પાંચ મહાવ્રત અને શ્રાવક-શ્રાવિકા માટે બા૨ વ્રત આચા૨ છે. આ સાધ્વાચાર અને શ્રાવ કાચારને વધુ શુદ્ધ અને સુદ્દઢ કરવા માટે ભગવાન મહાવીરે આહાર સંહિતા (૫), વિહાર સંહિતા (અષ્ટપ્રવચન માતા) અને વિચાર સંહિતા (ભાવના)નું પણ નિરૂપણ કર્યું. આહાર સંહિતા ઉકાળેલું પાણી : સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ હંમેશ માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ. વિજ્ઞાને આજે શોધ કરી. શ્રી તીર્થંકર પરમાત્માઓએ હજારો વરસ પહેલાં કહ્યું કે પાણી માં અસંખ્ય જીવો છે. જીવયુક્ત પાણી પીવાથી જીવોની હિંસા થાય છે અને અનેક શારીરિક રોગો પણ થાય છે. કોલેરા, મેલેરિયા આદિ રોગચાળાના સમયે આથી જ ઉકાળેલું પાણી પીવાનો આગ્રહપૂર્વક જાહેર પ્રચાર થાય છે. જીવહિંસાથી અને રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ. અને કાચું પાણી ગાળીને પછી જ વપરાશમાં લેવું જોઈએ. પાણી ગાળીને તે મ જ ઉકાળીને પીવાથી વધુ હિંસાના પાપથી તેમ જ સંભવિત રોગોથી બચી શકાય છે. અભક્ષ્યભક્ષણ ત્યાગ : કહેવત છે, અન્ન તેવો ઓડકાર. ખાટું ખાધું હોય તો ખાટો ઓડકાર આવે. આહાર-પાણીની તને મન ઉપ૨, આચાર અને વિચાર ઉ૫૨ નિશ્ચિત અસર પડે છે. જે આહાર-પાણી લેવાથી મન વિકૃત બને, પ્રવૃત્તિઓ ઉકેરાય, વિચારો બગડે તેથી તેને અભક્ષ્ય ગણવામાં આવે છે. આરાધકોએ/સાધકો એ તેવા ભોજન-પાણીનો ત્યાગ કરવો જોઈએ. ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મમાં અભક્ષ્ય પદાથોં નું એક વિસ્તૃત વિજ્ઞાન છે. જીવવિચાર' આદિ ગ્રંથો માં તેની વિસ્તારથી સમજ અપાઈ છે. સંક્ષેપમાં પણ મુખ્યત્વે આમ છે : ૧. માંસાહાર : માંસાહારનો ત્યાગ કરવો જોઈએ .-કો ઈપણ પ્રકારના નાના મોટાં જીવોનું માંસ, માછલી તેમજ ઈંડાનું ભક્ષણ ન કરવું જોઈએ. (શક્ય હોય તો એ બધાનો જેમાં ઉપયોગ થયો હોય એવી દવાઓ અને વસ્તુઓનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.) કંદમૂળ : કંદમૂળનો ત્યાગ કરવો જોઈએ. જમીન કંદવાળા પદાર્થોમાં અસંખ્ય જીવો હોય છે. તે માં ભક્ષણથી જીવહિંસા તો થાય જ છે. તે ખાવાથી મન વિકૃત બને છે. કાંદા, લસણ, આદુ, મૂળા, રીંગણા વગેરે ૨૨ પ્રકારનાં કંદમૂળ છે. તે ખાવાથી લોહી ગ૨મ બને છે, મન વાતવાતમાં ઉશ્કેરાયા છે અને વૃત્તિઓ વિકૃત બને છે. ૩. મઘનિષેઘ : દારૂના ઉત્પાદનમાં અસંખ્ય જીવોને મારવામાં આવે છે. દારૂ પીવાથી જીવહિંસા તો થાય જ છે. દારૂ પીનાર વિવેક ગુમાવીને ઘણીવાર ન કરવાનું કરી બેસે છે. બુદ્ધિ તેનાથી કુંઠિત બને છે. વૃત્તિઓ ઝડપથી ઉત્તેજીત થાય છે. તન મનને શાંત, સ્વસ્થ અને નિષ્પા૫ રાખવા માટે જીવનભર માંસાહાર, કંદમૂળ અને દારૂનો ત્યાગ કરવો જોઈએ. ૪. રાત્રિભોજન ત્યાગ : રાત્રિભોજનનો ત્યાગ શક્ય હોય તો સૂર્યાસ્ત થયા બાદ ભોજન અને પાણી બંને નો ત્યાગ કરવો જે ઈએ. પાણીનો ત્યાગ ન થઈ શકે તો રાત્રિભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. આરોગ્ય વિજ્ઞાન પણ કહે છે કે સૂર્યાસ્ત પછી જમેલું બરાબર પચતું નથી. ભોજન નહિ પચવાથી અજીર્ણ, કબજિયાત વગેરે રોગો થાય છે. પેટ બગડેલું હોય તો પરમાત્માની ભક્તિ સ્વસ્થ અને પ્રસન્નચિત્ત ન થઈ શકે. બીજે રાત્રે વધુ જીવોની ઉત્પત્તિને મૃત્યુ થાય છે. રાત્રિ ભોજનથી આવા અસંખ્ય જીવોની હિંસા થાય છે. જીવહિંસાના પાપથી બચવા અને આરોગ્યને નિરોગી રાખવા માટે પણ રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. ૩૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ ત૫ : જૈન ધર્મમાં તપનું અનિવાર્ય અને આગવું સ્થાન છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવે લાગલગાટ ૪૦૦ દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા. ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ સુધી વિવિધ તપસ્યા કરી હતી. ઈન્દ્રિયો અને મનને સંયમિત કરવા માટે વિવિધ પ્રકારના ત૫ ક૨વામાં આવે છે. તપ કર્મનો ક્ષય કરવા માટે છે. આત્માને નિર્મળ અને નિર્મમ બનાવવા માટે તપ કરવાનું છે. શ્રમણ ભગવાન મહાવીરે બે પ્રકારના તપ કદા છે. બાદા તપ અને અત્યંત૨ તપ. આ બાહા તપનો સંબંધ આરાધકના તન સાથે છે. બાહા તપ એટલે સામેની વ્યક્તિ જોઈને કહી શકે કે આ તપસ્વી છે, એ તપ કરે છે. ત્યાગ અને સહિષ્ણુતા આ તપના મુખ્ય લક્ષણ છે. તેના છ પ્રકાર છે : ૧. અનશન : અન્ન, પાણી, મેવો અને મુખવાસ - આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો. આ આહાર ત્યાગ કે અનશન બે પ્રકારે છે. ૧. મર્યાદિત સમય સુધી અનશન ક૨વું. ૨. ચાવજીવ અનશન કરવું. સમય મર્યાદિત અનશન વિવિધ પ્રકારનું છે. શ્રેણી ત૫, પ્રત૨ તપ, ઘત ત૫, વર્ગ તપ અને વર્ષાવર્ગ ત૫ - એ તેનાં પાંચ મુખ્ય પ્રકાર છે. - આ ઉપરાંત જે સર્વાધિક પ્રચલિત સમય મર્યાદિત અનશન છે, તે આ પ્રમાણે : (એ) ઉપવાસ : એક આખા દિવસના ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને ઉપવાસ કહે છે. (બી) છઠ્ઠ : બે સળંગ આખા દિવસના ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને છઠ્ઠ કહે છે. (સી) અઠ્ઠમ : સળંગ ત્રણ દિવસ સુધી ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને અઠ્ઠમ કહે છે. (ડી) અઠ્ઠાઈ : લાગલગાટ આઠ દિવસ સુધી ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને અઠ્ઠાઈ કહે છે. ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ () માસક્ષમણ : પૂરા એક મહિના સુધી ભોજન પાણી બંને કે માત્ર ભોજન ત્યાગને માસક્ષમણ કહે છે. યાવ ક્રીવ અનશન બે પ્રકારનું છે. એક ભત્ત પ્રત્યાખ્યાન. તેના અંતિમ શ્વાસ સુધી ચારેય પ્રકારના આહા૨ ૧. આહા૨ ૨. પાણી ૩. મેવા-મીઠાઈ ૪. મુખવાસ વ. ચારેય આહારનો ત્યાગ કરવાનો હોય છે. બે, પાદો પગ મન, તેમાં ચારેય આહારનો ત્યાગ કરી લાકડાની જેમ હલન ચલન કર્યા વિના એ ક જ આસને રહી આત્મધ્યાનમાં લીન રહેવાનું હોય છે. વિશિષ્ટતા : ઉપવાસમાં માત્ર ઉકાળેલું જ પાણી પીવાનું હોય છે. સૂર્યાસ્ત પછી પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે. અને પાણી પણ એક જગ્યાએ બેસીને જ પીવાનું હોય છે. ભોજન અને પાણી બંનેને આખા દિવસના ત્યાગને ચઉવિહાર ઉપવાસ કહે છે. પર્યુષણમાં આ તપ વિશેષ પ્રકારે થાય છે. આ પર્વમાં મોટી સંખ્યામાં આરાધકો અદ્રમ, અઠ્ઠાઈ કે માસક્ષમણની તપસ્યા કરે ૨. ઉણોદરી : ભૂખ કરતા થોડુંક ઓ છું ખાવું-પીવું. ૩. વૃત્તિ સંક્ષે ૫ : ભ ગ ૫ભ ગની તે મ જ ખાવા પીવાની ચીજવસ્તુઓની મર્યાદા ઘટાડવી. જીવનની જરૂરિયાતો ઘટાડતા જવી. ૪. રસત્યાગ : મનને દૂષિત અને દોષિત કરે, વૃત્તિયોને વિકૃત કરે તેવા ખાદ્ય પદાર્થો, પ્રસાધનોનો ત્યાગ કરવો. આમાં વિગઈ તથા મહાવિગઈનો સંબંધ મુખ્ય સમજવાનો છે. દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ અને તળેલી વસ્તુઓ (આ વિગઈઓ છે.) તથા માંસ, માખણ, મદિરા અને મધ (આ મહાવિગઈઓ છે.)નો ત્યાગ કરવો જોઈએ. ૫. કાયકલેશ : દુઃખના પ્રસંગોમાં પણ ચિત્તની શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા અખંડ અને અકબંધ રહે છે કે નહીં તેની કસો ટી કરવા માટેનો પ્રયોગ. ધોમ તડકામાં ઉઘાડા પગે ને માથે ચાલવું, કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે ધ્યાન ધરવું. ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૬.સંલીનતા : મન વારંવાર અશુભ વિચાર કરે છે. ઈન્દ્રિયો અશુભ આચાર કરે છે અશુભ વિચાર અને આચાર તરફ દોડી જતા મન અને ઈન્દ્રિયોને શુભ વિચાર અને આચારમાં સ્થિર કરવા તેને સંલીનતા તપ કહે છે. એક જ આસને કલાકો સુધી બેસીને કે ઊભા રહીને ધ્યાન ઘરવું વગેરે કાયકલેશ તપ છે. આત્યંતર તપ : આ તપનો મુખ્ય સંબંધ આરાધકના મન સાથે છે. આ તપમાં અંતરની શુભ ભાવનાનું મહત્ત્વ છે. આ ભાવના દેખી શકાતી નથી. આથી આ તપને આશ્ચંત૨ તપ કહ્યું છે. તેના પણ છ પ્રકાર છે : ૧. પ્રાયશ્ચિત : જાણતાં કે અજાણતાં માણસથી ભૂલ થઈ જાય છે. પાપ થઈ જાય છે. દોષનું સેવન થઈ જાય છે. આવું જે કંઈ પાપ થઈ ગયું હોય, આવો જે કંઈ દોષ સેવાઈ ગયો હોય તેનો ખરા અંત: કરણથી પસ્તાવો કરવો. સદ્ગુરુ પાસે જઈને એ પાપનો આંસુભીની આંખે એકરાર કરવો. એ પાપની સજાની માંગણી કરવી અને થઈ ગયેલું પાપ ફરીથી નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી, તેને પ્રાયશ્ચિત તપ કહ્યું છે. ૨. વિનય : જેઓ પોતાનાથી ઉંમરમાં મોટાં છે, જેઓ પોતાનાથી વધુ જ્ઞાની અને ગુણવાન છે તે સૌ વડીલો, સંતો, સજ્જનો આદિનો આદા૨-સત્કાર કરવો. તેમનું બહુમાન કરવું. તેમનાં ગુણોની પ્રશંસા કરવી. તેને વિનય તપ કહ્યું છે. ૪. ૩. વૈયાવચ્ચ : જ્ઞાની અને તપસ્વી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુસાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બિમાર આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી. સ્વાધ્યાય : આત્માને નિર્મળ અને નિર્મમ બનાવવામાં પ્રેરણા અને બળ આપે, સદ્ વિચાર અને સદાચારને સુદૃઢ કરે તેવાં ગ્રંથો- પુસ્તકોનો અભ્યાસ કરવો. તેનું વાંચન-શ્રવણ કરવું. ૫. ધ્યાન: પવિત્ર ને નિર્દોષ આસન ઉપર સ્થિરને અડોલ બેસીને કે ઊભા રહીને, એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતનમનન કરવું. ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૬. ઉત્સર્ગ : ઘ૨ અને ધંધાની તમામ બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, આત્મા સિવાયના અન્ય તમામ વિચારોનો ત્યાગ કરીને, નિશ્ચિત સમય સુધી પરમાત્માનું ધ્યાન ધરવું. આ કાર્યોત્સર્ગ તપ કે ધ્યાન તરીકે તે વધુ પ્રચલિત છે. આ તપમાં કાયાની માયા-મમતાનો ત્યાગ અને આત્મભાવમાં રમણ મુખ્ય છે . વિશિષ્ટ તપ : બાહ્ય તપમાં પહેલું અનશન તપ અને ચોથું રસત્યાગ તપ કહ્યું છે. આ બંને તપને આધારશીલા ખનાવીને બંનેની વિશિષ્ટ તપસ્યાનું આયોજન કરાયું છે. તે આ પ્રમાણે : ૧. વરસી તપ : આ તપની સમયમર્યાદા પૂરા ચારસો દિવસની છે. આ તપમાં ચારસો દિવસ સુધી એકાંતરે ઉપવાસ કરવાનો હોય છે. મતલબ કે એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે બેસણું કરવાનું હોય છે. બેસણું એટલે એક સ્થિર આસને બેસીને દિવસમાં માત્ર બે ટંક જ જમવાનું. ફાગણ વદ ૮માના રોજ આ તપનો પ્રારંભ થાય છે અને બીજા વરસના વૈશાખ સુદ ત્રીજના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. તપનું પારણું શેરડીના રસથી કરવાનું હોય છે. ૨. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે એક વરસના સળંગ ઉપવાસ કર્યા બાદ શેરડીના રસથી પારણું કર્યું હતું. આથી આ વરસી તપ ભગવાનના તપની પ્રતિકૃતિરૂપે કરવામાં આવે છે. દર વરસે હજારો આરાધકો આ તપ પ્રસન્ન ચિત્તે કરે છે. આ તપ કુલ ૪૦૦ દિવસોનું છે. નવપદ ઓળી : આ તપમાં નવપદ' મુખ્ય અને મહત્ત્વના છે. આથી પહેલાં તેનો મિતાક્ષરી પરિચય કરી લઈએ . આત્માને નિર્મળ અને નિર્મમ બનાવવા માટે નવપદ'નું ધ્યાન ખૂબ જ પ્રેરક અને પ્રોત્સાહક બને છે. નવપદના એકાગ્ર ધ્યાનથી આત્મા ઉજ્જવળ અને ઉજમાળ બને છે. આ નવપદની આરાધના અને સાધના માટે સવિસ્તર માર્ગદર્શન અપાયું છે. આ નવપદ આ પ્રમાણે છે : ૧. અરિહંત : જૈનોના આ શ્રદ્ધેય અને આરાધ્ય ભગવાન છે.રાગ દ્વેષ અને મોહ ઉપર જેમણે સર્વથા અને સંપૂર્ણ વિજય મેળવ્યો ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ છે અને જે પૂજાતિ પૂજ્ય છે, તે અરિહંત છે. તેમને વીતરાગ, તીર્થકર, અહંત, જિન, જિનેશ્વર આદિ પુણ્ય નામોથી પણ ઓ ખાળવામાં આવે છે. ૨. સિદ્ધ : શુભ અને અશુભ તમામ કામોનો નાશ કરીને જેઓએ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તેવા મુક્ત, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્માઓને સિદ્ધ કહે છે. આચાર્ય : જૈન સાધુઓના એક સમુદાયના વરિષ્ઠ નાયકને આચાર્ય કહેવાય છે. જે સાધુ જ્ઞાન, ચારિત્ર અને સંયમની સાધનામાં વિશિષ્ટ હોય, ધર્મ વ્યવસ્થાની જવાબદારી વહન કરવામાં સક્ષમ અને સમર્થ હોય તેવા જૈન સાધુને આચાર્યની સર્વોચ્ચ પદવી અપાય છે. આવા આચાર્યનો જીવન વ્યવહાર જ એવો હોય છે કે તેમનું આચરણ પણ મૌન અને પ્રેરક ઉપદેશ બની રહે છે. અરિહંતની ચિર અનુપસ્થિતિમાં આચાર્ય, સાધુ -સાધવી, શ્રાવ ક-શ્રાવિ કા રૂ૫ શ્રી ચતુર્વિધ સંઘ ની જવાબદારીઓનું વહન કરે છે. ૪. ઉપાધ્યાય : જે જૈન સાધુ જ્ઞાન, ચારિત્ર અને સંયમમાં વિશેષ હોય, જેમણે ધર્મ અને દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને બીજાઓને ભણાવવા જેટલું શાસ્ત્રો પર પ્રભુત્વ મેળવ્યું હોય તેવા સાધુને ઉપાધ્યાય કહે છે. આ પણ એક પદવી છે. ૫. સાધુ : શ્રમણ ભગવાન મહાવીર પ્રરૂચિત પાંચ મહાવ્રતોનું પાલન કરી આત્મસાધનામાં રમમાણ રહેતા ભેખધારીને સાધુ જેનો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચને પંચ પરમેષ્ઠિ કહે છે. તેઓ પાંચેયની ભગવાનની જેમ પૂજા - ભક્તિ કરે છે. તેમના પર તે ઓ અનહદ આસ્થા અને આ દર ઘરાવે છે. ૬. દર્શન : દર્શન એટલે અડગને સુદ્દઢ શ્રદ્ધા. શ્રમણ ભગવાન મહાવીરે ચીંધેલા આત્મસાધના માટેના તત્ત્વો, આલંબનો અને માર્ગમાં દૃઢ શ્રદ્ધા રાખવી, તેને દર્શન કહે છે. આ દર્શન સભ્ય કુત્વ, સમક્તિ અને સ મ્યગ્દર્શન ના મો થી પણ, ઓખળાય છે. ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૭. જ્ઞાન : આત્માની ઓળખ અને અનુભૂતિ કરાવે તેને જ્ઞાન કહે છે. રાગ, દ્વેષ અને મોહરૂપી અંધકારને દૂર કરવામાં આ જ્ઞાન- આત્મજ્ઞાન ઉપયોગી બને છે. ૮. ચારિત્ર : લશ્કરના સૈનિક ઊંઘનું સહેજપણ ઝોકું ખાધા વિના ખડે પગે દેશના સીમાડાઓ ની ચાંપતી રક્ષા કરે છે તે પ્રમાણે થાક્યા કે કંટાળ્યા વિના, ગાફેલ રહા વિના સતત સાવધપણે આત્મભાવમાં જીવવું, આત્મમય બનવું તેને ચારિત્ર કહે છે. ૯. ત૫ : તન અને મનની વૃત્તિ, વિચાર અને આચારને સંયમિત કરવા માટેનું અનુષ્ઠાન કે ક્રિયા તેને તપ કહે છે. આ નવપદની સળંગ નવ દિવસ સુધી વિધિપૂર્વકની આરાધનાને નવપદની ઓળી કહે છે. આ નવ દિવસ સુધી માત્ર એક જ ટંક અને તે પણ ઘી, દૂધ, દહીં, ગોળ, તેલ અને તળેલી વસ્તુઓ વિનાનું લૂખું અને રૂક્ષ ભોજન લેવાનું હોય છે. આવા એ ક ટંકના ભોજનને આયંબિલ તપ કહે છે. દર વરસે આસો અને ચૈત્ર માસની સુદ ૭ થી પૂર્ણિમા સુધી આ નવ ૫ દની આયંબિલ ના ત૫ અને અન્ય વિધિ સહિત આરાધના કરવામાં આવે છે. આ તપ ઓછામાં ઓછું સાડા ચાર વર્ષ સુધી કરવાનું હોય છે. વ૨સી ત૫, નવપદ ઓળી ઉપરાંત વર્ધમાન તપ, ચંદનબાળા તપ, અક્ષયનિધિ વગેરે ૧૦૦ થી વધુ પ્રકારના તપો છે. આ દરેક તપમાં ઉકાળેલું પાણી પીવાનું હોય છે. તેમ જ એ ત૫માં જિન દર્શન-જિનપૂજા, ગુરવ દિન-ઘર્મ શ્રવણ, સવાર-સાંજ બંને સમય પ્રતિક્રમણ તેમજ જ જા ૫, ધ્યાન વગેરે કરવાના હોય છે. વિહાર સંહિતા : (અષ્ટ પ્રવચન માતા) આત્મસાધક પોતાની આત્મસાધના સરળતાથી, સુદ્દઢતાથી અને શુદ્ધિપૂર્વક કરી શકે તે માટે શ્રમણ ભગવાન મહાવીરે વિશ દૂ માર્ગદર્શન આપ્યું છે. તપ અને ત્યાગની સાથે, વ્રતોનું પાલન કરવાની સાથે સાધકે કેવી રીતે ચાલવું, બોલવું, વર્તવું વગેરેનું પણ યથાયોગ્ય નિરૂપણ કર્યું છે. ભગવાને કહ્યું કે આત્મસાધકે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબ૨ પાલન કરવું જોઈએ. ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમિતિ : સમિતિ પાંચ છે. સમિતિ એટલે હરવા - ફરવા, બોલવા વગેરેની પ્રવૃત્તિઓનું નિયમન. ૧. ઈર્ષા સમિતિ : એ ટલે હરવા-ફરવા, બેસવા ઉઠવાની પ્રવૃત્તિ, સાધકે આ બધી પ્રવૃત્તિઓ એવી રીતે કરવી જોઈએ કે જેનાથી કોઈ પણ જીવને દુ:ખ ન પહોંચે, કાળજીપૂર્વક ચાલવું જોઈએ જે થી ચાલતા પગ તળે કોઈ જીવ જંતુ કચડાઈ ન જાય, સામેની કે બાજુની વ્યક્તિને ધક્કો કે પગની ઠેસ ન લાગે. ભાષા સમિતિ : બોલવાની પ્રવૃત્તિ, શક્ય તેટલા વધુ સમય મૌન રહેવું. અનિવાર્ય જરૂર હોય તો જ બોલવું. કોઈનું અહિત થાય, કોઈનું અપમાન થાય, કોઈનું હૈયું દુભાય કે ઘવાય તેવું ન જ બોલવું. હંમેશા હિત, મિત અને પ્રિય બોલવું. ૩. એષણા સમિતિ : ભોજન પાણીના પાત્રો મૂકવાની પ્રવૃત્તિ. ભોજન પાણીના પાત્રો (વાસણો) બરાબ૨ ધોઈ, ચોખા કરીને નિદોષ સ્થાને વ્યસ્થિત મૂકવા. એ ઠી થાળી રાખી મૂકવી નહિ. પીવાનું પાણી ગ્લાસ માં અ [ રાખી મૂકવું નહિ. (સાધુ-સાધ્વી માટે આ સમિતિનું પાલન ફરજીયાત છે.) ૪. આદાનનિક્ષેપણા સમિતિ : રોજબરોજના ઉપયોગમાં લેવાની ચીજવસ્તુઓ મૂકવાની પ્રવૃત્તિ. દા.ત. વસ્ત્રો, પુસ્તકો વગેરે એવી રીતે લેવા મૂકવા કે જેથી કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે. પારિષ્ઠાપાનિકા સમિતિ : ફેંકવાની પ્રવૃત્તિ. લીંટ હોય કે ગળ ફો હોય તે એવી રીતે ફેંકવો કે જેથી તેના દબાણમાં કોઈ જીવ મરી ન જાય. કચરો ફેંકતા સમયે, એ ઠવાડ નાં ખાતા સમયે, પાણી ફેંકતા સમયે પણ આ બરાબર કાળજી રાખવી. ગુમિ : ત્રણ પ્રકારની ગુણિ એટલે રોકીને વાળવું. ૧. મનગુપ્તિ : માણસ મનથી વિચારે છે. એ સારું પણ વિચારે છે અને ખરાબ પણ વિચારે છે. મને ખરાબ વિચાર કરતું ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ હોય, ન કરવા યોગ્ય વિચાર કરતું હોય તો તેને તેમ કરતું રોકીને મનથી સદવિચાર કરવા. મનને આત્માના ચિંતનમાં રત રાખવું. ૨. વચનગુપ્તિ : માણસ બોલે છે. એ સારું પણ બોલે છે અને ખરાબ પણ બોલે છે. બોલવા યોગ્ય પણ બોલે છે. અને ના બોલવા યોગ્ય પણ બોલે છે. અપશબ્દો ન બોલવા. કડવું અને કૂર ન બોલવું. અમંગળ અને અહિતકારી ન બોલવું. હિત, મિત, પ્રિયને પ્રેરક બોલવું. કાયમુસિ : માણસ શરીરથી ઘણી પ્રવૃત્તિઓ કરે છે. સારી પ્રવૃત્તિ પણ કરે છે, ખરાબ પ્રવૃત્તિ પણ કરે છે. જરૂરની પ્રવૃત્તિ કરે છે, બીન જરૂરી પ્રવૃત્તિ પણ કરે છે. શરીર સાધનાનું મુખ્ય સાધન છે. આત્મ સાધનામાં સહાય ક થાય તેવી કાયાની પ્રવૃત્તિ વિશેષ કરવી અને આસને આત્મસાધન ઘરવું વગેરે. સાધુ-સાધ્વી માટે આ પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું પાલન ફરજીયાત છે. પાંચ મહાવ્રતોના પાલન ઉપરાંત તે બંને આ આઠનું પણ પાલન કરે છે. વિચાર સંહિતા (સોળ ભાવના) વ્યક્તિત્વના નિર્માણમાં વિચાર મહત્ત્વનો ભાગ ભજવે છે. માણસ સારા વિચાર કરે છે. માણસ ખરાબ વિચાર કરે છે. તને, મન અને આત્મા ત્રણેય ઉ૫૨ આ વિચારની ચો કસ અસર પડે એક વિચારને સતત વિચારવો, એ વિચારનું સમગ્રતયા ચિંતન કરવું તેને ભાવના કહે છે. ભાવના ભાવવાથી સ્વયં ભગવાન બની શકાય છે. આથી શ્રમણ ભગવાન મહાવીરે આત્મસાધનાને વેગ અને બળ મળે તે માટે એ ક વિચાર સંહિતા ઘડી આપી. અને કવિધ ભાવનાઓ માંથી તેમણે મુખ્ય અને મહત્ત્વની ૧૬ ભાવનાઓ બતાવી. આત્મસાધકોએ નિત્ય અને નિરંતર આ ભાવનાઓ ભાવવી જોઈએ. તે આ પ્રમાણે છે : ૧. અનિત્ય ભાવના : સંસારમાં કશું જ કાયમી અને અમર નથી. જીવ જન્મે છે અને મારે છે. મૃત્યુ કોઈપણ પળે આવે છે. બાળ મૃત્યુ થાય છે અને યુવા મૃત્યુ પણ થાય છે. સંબંધો તૂટે છે. સંબંધો બદલાય છે. સવારે જે સ્વરૂપ હોય છે તે ४४ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩. સાંજે નથી હોતું. સાંજે જે સ્વરૂપ હોય છે તે બીજી સવારે નથી હોતું. આમ સંસારના તમામ રૂપ, સ્વરૂપ, સંબંધો વગેરે અનિત્ય છે, ક્ષણભંગુર અને અલ્પકાલીન છે. તો એમાં મોહ અને મમતા રાખવાનો શું અર્થ ? આ પ્રમાણે સતત વિચારણા કરવી તે અનિત્ય ભાવના છે. અશરણ ભાવના : માણસ આધિમાં હોય કે વ્યાધિમાં હોય કે પછી એ ઉપાધિમાં હોય, એ સમયે તેને કોઈ મદદ કરી શકે. એ દુ:ખનો ઉપચાર પણ થઈ શકે. પરંતુ એ દુઃખની વેદના, એ સંતાપ અને પરિતા૫માં કોઈ જ ભાગ પડાવી શકતું નથી. એ પીડા અને પરિતાપ તો માણસે ખુદ એ કલાએ પોતે જ ભોગવવા પડે છે. તેમાં માત્ર શરણ અને સહારો પરમાત્માએ ઈંધેલો એક માત્ર ઘર્મ જ બની શકે છે, - આ પ્રમાણે સતત વિચારવું તેને અશરણ ભાવના કહે છે. સંસાર ભાવના : સંસાર એટલે અનેક જન્મો જન્મ. જીવાત્માએ ક્યારેક માણસનો જન્મ લીધો છે તો ક્યારેક દેવનો જન્મ લીધો છે. જ્યારે ક પશુ- પંખીનો જન્મ લીધો છે, તો ક્યારેક નરકમાં નારકીનો જન્મ લીધો છે. એવું બને છે કે, ગયા ભવમાં જે માતા હોય તે જ માતા આ ભવમાં પત્ની પણ હોય. આમ સંસા૨માં સંબંધો વિચિત્ર રીતે બદલાતા રહે છે. તો આવા સંસારમાં રહેવાનો શો અર્થ ? આ પ્રમાણે વિચારવું તે સંસા૨ ભાવના છે. એકત્વ ભાવના : જીવનયાત્રા હોય કે મરણયાત્રા. જીવાત્માએ આ યાત્રા એ કલાએ જ કરવી પડે છે. એ જન્મે છે એ કલો અને મરે છે પણ એ કલો. સારાં કે ખરાબ કર્મના ફળ પણ તે એ કલો જ ભોગવે છે. સગાં-સંબંધી- મિત્રો વચ્ચે પણ તે એ કલો જ હોય છે. કર્મના ફળના ભોગવટામાં જીવ એ કલો જ હોય છે. સંસા૨માં બધા જ સંબંધ સ્વાર્થના હોય છે. કોઈ કોઈનું સગું-સંગી નથી, - આ પ્રમાણે વિચારવું તે એકત્વ ભાવના છે. અન્યત્વ ભાવના : દેહના અણુ-પરમાણુમાં, રોમેરોમ અને લોહીના હ૨ કણમાં આત્માનો વ્યાપ અને વાસ છે, પરંતુ દેહ સ્વયં પોતે આત્મા નથી. દેહ અને આત્મા બંને ભિન્ન છે. દેહ મર્ચે છે. આત્મા અમર છે. દેહના રૂપ-રંગ આકાર Page #55 -------------------------------------------------------------------------- ________________ બદલાય છે. આત્મા અપરિવર્તનીય છે. તો દેહના રંગ-રાગમાં શું રાચવું ? આ પ્રમાણે વિચારવું તે અન્યત્વ ભાવના છે. ૬. અશુચિ ભાવના : દેહનું રૂપ-સૌન્દર્ય ગમે તેટલું સોહામણું અને લોભામણું હોય, પરંતુ દેહ આખો ગંધાતા ને ગંદા પદાર્થોથી ખનેલો છે. મળ-મૂત્ર ગંદા ને ગંધાતા. માંસ અને મજ્જા ગંદા અને ગંધાતા. સુંવાળી અને રૂપાળી ચામડીના આવરણ હેઠળ ભયંકર ગંદવાડ અને દુર્ગંધ છે. આવા ગંદા અને ગંધાતા દેહનો શું મોહ રાખવો ? આવું વિચારવું તે અશુચિ ભાવના છે. ૭. આશ્રવ ભાવના : આશ્રવ એટલે આવવાનો માર્ગ, જે માર્ગ આવવાનો છે તે માર્ગ જવાનો પણ છે. ખુલ્લા દરવાજામાં ખુલ્લા બારીબારણામાંથી આવી પણ શકાય અને જઈ પણ શકાય. મન એક એવું દ્વાર છે. મનથી શુભ અને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ બંને થાય છે. અશુભ અને અસદ્ વૃત્તિને પ્રવૃત્તિ આત્માને મલિન બનાવે છે. શુભ અને અસદ્ વૃત્તિ અને પ્રવૃત્તિ આત્માને વિમળ અને વિશુદ્ધ અનાવે છે, વિચારવું તે આશ્રવ ભાવના છે. આમ ૮. સંવર ભાવના : સંવર એટલે રોકવું. સંવર એટલે અટકાવવું. મનને, વાણીને અને કાયાને અસદ્ વૃત્તિ અને વ્યવહાર કરતાં અટકાવવા અને મન, વાણી અને કાયા ત્રણેયને સદાચાર ને સદૂવિચાર તરફ વાળવા, આને સંવર ભાવના કહે છે. - ૯. નિર્જરા ભાવના : નિર્જરા એટલે ક્ષય કરવો. રાગ, દ્વેષ અને મોહના બંધનોનો ક્ષય કરવો. મમતા અને આસક્તિને ઓછા અને મોળાં કરવા. આત્મા ઉપર જામીને બાઝી ગયેલાં કર્મોનાં ગંજનો ક્ષય કરવો. તપસ્યા કરવાથી કર્મની નિર્જરા થાય છે, આમ વિચારવું તે નિર્જરા ભાવના છે. ૧૦. લોકસ્વરૂપ ભાવના : ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના સ્વભાવવાળા ૧૪ રાજલોકનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ભાવના છે. ૧૧. બોધિ દુર્લભ ભાવના : બધુ સુલભ અને સરળ છે. માનવજન્મ મળે. માનવ-જન્મમાં તમામ પ્રકારનાં સુખ અને આરોગ્ય મળે. સદ્ગુરુ પણ મળે. આ બધું મળવું સુલભ છે, પરંતુ ૪૬ Page #56 -------------------------------------------------------------------------- ________________ માનવજન્મમાં આત્મજ્ઞાન અને આત્માનુભૂતિ દુર્લભ છે. (પણ અશક્ય તો નથી જ), - આમ વિચારવું તે બોધિ દુર્લભ ભાવના ૧૨. ઘર્મસ્યાખ્યાત ભાવના : એ કમાત્ર આત્મધર્મ જ તરણતારક છે. આત્મધર્મની આરાધના અને સાધનાથી જ મુક્તિ પામી શકાય છે. આમ ચિંતવવું તે ધર્મસ્યાખ્યાત ભાવના છે. આ બાર ભાવનામાં માત્ર કોરું અને લુખ્ખું ચિંતન જ નથી કરવાનું. વિચારને આચરણમાં પણ મૂકવાનો છે. અનિત્ય ભાવના ભાવીને અનિત્ય પદાથો પ્રત્યેની આસક્તિ અને મમતા નો ત્યાગ કરવાનો છે. અશરણ ભાવના ભાવીને એકમાત્ર આત્મધર્મનું જ શરણ સ્વીકારવાનું છે. સંસાર ભાવના ભાવીને જીવનને વૈરાગ્યના ઘેરા રંગથી રંગવાનું છે. એ કત્વ ભાવના ભાવીને એક માત્ર આત્માનું હિત થાય તેવું જીવન જીવવાનું છે. અન્યત્વ ભાવના ભાવીને દેહની આળ પંપાળ છોડીને આત્માનુભૂતિ કરવાની છે. અશુચિ ભાવના ભાવીને દેહથી ભોગવાતાં ભોગોપભોગથી વિ૨મવાનું છે. આશ્રવ ભાવના અને સંવર ભાવના ભાવીને ચિત્તને હરહંમેશ આત્મમય રાખવાનું છે. નિર્જરા ભાવના ભાવીને તપસ્યા દ્વારા કર્મોનો ક્ષય કરવાનો ૧૦. લોકસ્વરૂપ ભાવના ભાવીને અહમ અને મમુ - હું અને મારાપણાની વૃત્તિનો વિલય કરવાનો છે. ૧૧-૧૨. બોધિ દુર્લભ અને ધર્મ સ્વાખ્યાત ભાવનાઓ ભાવીને આત્મધર્મની અથાક અને અવિરત આરાધના કરવાની છે. ४७ Page #57 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી ભાવના : અખિલ સૃષ્ટિમાં જેટલાં પણ જીવાત્માઓ છે તે તમામ પ્રત્યે મૈત્રી સંબંધ રાખવો. દરેકના મિત્ર બનવું. કોઈના શત્રુ બનવું નહિ. કોઈને શત્રુ બનાવવો નહિ. ૧૫. ૧૪. પ્રમોદ ભાવના : પ્રમોદ એટલે રાજી થવું. બીજાના સુખ અને પ્રગતિ જ ઈન રાજી થવું. આપણાથી વિશેષ ગુણી, જ્ઞાની અને કલાવાનને જોઈ આનંદ અનુભવવો. ગુણાનુરાગી અને ગુણપ્રશંસક બનવું. ગુણ જ જોવાં સૌ માં. ગુણ દ્રષ્ટિ રાખવી. કોઈના દોષ જોવાં નહિ. કોઈના દોષ ઉઘાડાં પાડવા નહિ. કોઈના દોષની નિંદા-કુથલી કરવી નહિ. કરૂણા ભાવના : નિરપેક્ષ અને નિ:સ્વાર્થભાવે દુઃખીઓના દુ:ખના સહભાગી થવું. જીવન જીવવા માટે, ધર્મમાં સ્થિર થવા માટે એવાં જીવાત્માઓને હંફ, હામ અને હેત આપવા. ૧૬. માધ્યસ્થ ભાવના : સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા છતાંય જેઓ પોતાના જીવનને સુધારે નહિ, તેવા જીવાત્માઓ પર ગુસ્સે ન થતાં, હૈયે તેમનું હિત ચિંતવીને, તેમની ઉપેક્ષા કરવી, તટસ્થ રહેવું. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, શાંત સુધા૨સ, ઘર્મબિન્દુ, પંચાશક આદિ ગ્રંથો વાંચવા. ४८ Page #58 -------------------------------------------------------------------------- ________________ Subs જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન Karman (૧) કર્મ (૨) કષાય (૩) લેશ્યા શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું અને તેમણે સર્વપ્રથમ ધર્મ-પ્રવચન આપ્યું. પ્રારંભમાં જ તેમણે કહ્યું : ઉત્પન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા. આ ત્રણ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ-શબ્દો દ્વારા ભગવાન મહાવીરે જૈન તત્ત્વજ્ઞાનની ભવ્ય અને વિરાટ ઈમારતનો પાયો બાંધી આપ્યો. તેમણે કહ્યું : દ્રવ્ય ઉત્પન્ન થાય છે. દ્રવ્ય નાશ પામે છે. દ્રવ્ય સ્થિર રહે છે. દ્રવ્યના પ્રત્યેક અંશમાં નિત્ય અને નિયમિત પરિવર્તન થાય છે. પ્રતિપળ તે ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને સ્થિર પણ રહે છે. દ્રવ્યનું મૂળ સ્વરૂપ અકબંધ અને અખંડ રહે છે, પણ તેમાં પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (સ્થિરતા) આ ત્રયાત્મક સ્થિતિને સત્ કહે છે, જે સત્ છે તે દ્રવ્ય છે. અને દા.ત. સોનું એ સુવર્ણરૂપે સ્થિર રહે છે. તેનાં રૂપ અને ઘાટ બદલાય છે. પણ સોનું નથી બદલાતું. તાત્પર્ય દ્રવ્યનો નાશ નથી થતો. દ્રવ્યનું રૂપાંતર થાય છે. મૂળ દ્રવ્ય તો જેવું હોય તેવું ને તેવું જ રહે છે. આપણે જોઈએ છે કે જીવ મરી જાય છે. વાસ્તવમાં જીવ કયારેય મરતો નથી. જીવ બીજો જન્મ લે છે. તેનો દેહ માત્ર બદલાય છે. તેનો આત્મા દ્રવ્ય રૂપે તો તે સ્થિર જ રહે છે. અક્ષય અને સનાતન રહે છે. જીવ કહો, આત્મા કહો, ચેતન કહો, તે ખધાં એક જ અર્થવાચી શબ્દો છે. જૈન ધર્મ કહે છે કે આત્મા અનાદિકાળથી કર્મથી અંધાયેલો છે. જૈન ધર્મમાં જીવ અને કર્મ વિષે સૂક્ષ્મ, ગહન અને વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે. ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વરૂપ જેનામાં સહજ અને સ્વાભાવિક વૃત્તિ અને પ્રવૃત્તિ હોય તે જીવ છે. તે ચેતન છે. ખાવાની વૃત્તિ, ભયની વૃત્તિ, મૈથુનની વૃત્તિ અને મારાપણા (પરિગ્રહ)ની વૃત્તિ - આ ચાર મુખ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ જેમાં હોય તે જીવ છે. દેહની સાથે આત્મા એકાકાર ને સંયુક્ત હોય છે ત્યારે એ જીવાત્મા માં ઉપર્યુક્ત ચાર સહજ વૃત્તિ અને પ્રવૃત્તિ હોય છે. જીવાત્માની આ બાહ્ય ઓળખ છે. જીવાત્માનું ભીતરી સૌન્દર્ય પણ છે. અનુભૂતિથી તે અભિવ્યક્ત થાય છે. આત્માનું આ ભીતરી સૌન્દર્ય નિરંજન અને નિરાકાર છે. કર્મથી એ મુક્ત છે. તત્વની અપેક્ષાએ આત્મા ન એ સ્ત્રી છે, ન પુરુષ છે, ન નપુંસક. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અસીમ સુખ રહેલાં છે. આ તેના મૂળભૂત ગુણો છે. જૈનધર્મ માને છે કે કર્મના આવરણના કારણે આત્માનું અનુપમ સૌન્દર્ય અવગુંઠિત રહે છે. જીવાત્મા જેવા કર્મો કરે છે તેવું તેને ફળ મળે છે. કર્મના લીધે જ જીવાત્મા જન્મમરણનાં દુઃખો ભોગવે છે, અને આ જ કર્મના કારણે તે વિવિઘ સુખો ભોગવે છે. જીવાત્માને કોઈ સુખ કે દુઃખ આપતું નથી. એ પોતે જ તેનો કત અને ભોક્તા છે. કર્મનું સ્વરૂપ આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે, પણ અનંત નથી. આ અનાદિ સંબંધનો કાયમ માટે અંત કરી શકાય છે. કર્મ પુદગલ છે. શરીર પર દુગલિક છે. તેનું કારણ કર્મ છે. આથી કર્મ પણ પુદ્ગલ છે. પૌગલિક કાર્યનું સમવાયી કારણ પોદ્ગલિક હોય છે. માટી પુગલ છે | ભૌતિક છે, તો તેનાથી બનનાર પદાર્થ પણ પૌદ્ગલિક | ભૌતિક જ હોવાનો. આહા૨ આદિ સાનુકૂળ સામગ્રીથી સુખની અનુભૂતિ થાય છે શસ્ત્ર આદિ વાગવાથી દુઃખની. આહાર અને શસ્ત્ર બંને પૌગલિક છે. એ જ પ્રમાણે સુખ દુઃખનું કારણ કર્મ પણ પૌગલિક છે. બેડીથી જીવાત્મા બંધાય છે. દારૂ પીવાથી તે બકવાસ કરે ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ છે કે પાગલ બને છે. ક્લોરોફોર્મ સુંઘાડવાથી તે બેભાન બને છે. બેડી, દારૂ, ક્લોરોફોર્મ વગેરે જડ પદાર્થો છે. પૌદ્દગલિક વસ્તુઓ છે. તેની અસર, માણસના તન, મન અને આત્મા ઉપર પડે છે, તે જ પ્રમાણે જડ પુદ્ગલ એવાં કર્મના સંયોગથી જીવાત્માના મૂળભુત જ્ઞાન દર્શનાદિ ગુણો ઢંકાય છે અને તે સુખ-દુ:ખ અનુભવે છે. છે કર્મના પ્રકાર : કર્મ એક જ પ્રકારનું નથી. તેના અનેકવિધ પ્રકાર છે. કાર્યભેદની દ્રષ્ટિએ કર્મનાં મુખ્ય આઠ વિભાગ છે. તેને પ્રકૃતિબંધ કહે છે. કર્મની મૂળ પ્રકૃત્તિ આઠ છે. પ્રકૃત્તિ એટલે સ્વભાવ. કર્મનો આઠ પ્રકારનો સ્વભાવ છે. તે આ પ્રમાણે : ૧. જ્ઞાના વરણીય કર્મ : આત્માના જ્ઞાન-ગુણને આવૃત્ત કરનાર પુદૂગલને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. આંખે પાટો બાંધ્યો હોય તો આંખ હોવા છતાંય કંઈ જોઈ શકાતું નથી. આત્મામાં અનંતજ્ઞાન રહેલું છે, પરંતુ આ કર્મ આ આત્મા ઉપર આવરણ બનીને રહે છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞાન-પ્રાપ્તિ કરવામાં આ કર્મ અવરોધક બને છે. આ કર્મ પાંચ પ્રકારનું છે. શેનાથી બંધાય ? જ્ઞાન અને સાનીની નિંદા કરવાથી, જ્ઞાન અને જ્ઞાનીનો દ્વેષ કરવાથી, જ્ઞાન અને જ્ઞાનીનું અપમાન કરવાથી, જ્ઞાનીના ઉપકાર ભૂલવાથી, જ્ઞાની સાથે અકારણ ઝઘડાં કરવાથી, તેમ જ જ્ઞાન ભણનારને અને ભણાવનારને અંતરાય પાડવાથી આ છે કૃત્યો કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કર્મ-ફળ : જ્ઞાનાવરણીય કર્મના લીધે જીવાત્મા બહેરો હોય, મૂંગો હોય, મંદ બુદ્ધિનો હોય, નિર્મળ બુદ્ધિ ન હોય, તે આત્માનું સાન પામે નહિ વગેરે ફળ ભોગવે છે. - ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨. દર્શનાવરણીય કર્મ : આત્માને અનંત દર્શન - ગુણને આવૃત્ત કરનાર પુદ્ગલને દર્શનાવરણીય કર્મ કહે છે. ગુરખો કે ચોકીદાર ચોકી કરતો હોય તો એ વિસ્તારમાં પ્રવેશ કરી શકાતો નથી. એ જ પ્રમાણે આ કર્મ આત્માનું દર્શન થવામાં અવરોધક બને છે. આ કર્મ નવ પ્રકારનું છે. શેનાથી બંધાય ? ગુણીજનોની નિંદા-કુથલી કરવાથી, ગુણી અને જ્ઞાનીજનોની અવહેલના કરવાથી, કત ધ થવાથી, ભગવાનના વચનોમાં શંકાકુશંકા કરવાથી, ધર્મ સાધનામાં અવરોધ ઉભો કરવા વગેરેથી દર્શનાવરણીય કર્મ બંઘાય છે. કર્મ ફળ : દર્શનાવરણીય કર્મના લીધે જીવાત્માને આંખે ઓછું દેખાય. અંધાપો આવે, અનિદ્રાનો ભોગ બને, બેઠાં બેઠાં કે ચાલતા ચાલતા ઊંઘે, આત્માનું દર્શન કરી શકે નહિ વગેરે ફળ ભોગવે છે. ૩. વેદનીય કર્મ : સુખ અને દુઃખની અનુભૂતિ કરાવનાર પુદ્ગલને વેદનીય કર્મ કહે છે. તલવારની ધાર જેવું છે. આ કર્મ. તલવારની ધા૨ ૫૨ મધ ચોપડયું હોય અને તે ચાટવાથી પહેલાં તો મીઠાશનો અનુભવ થાય, પણ પછી તે ધા૨ વાગવાથી દુઃખને વેદનાનો અનુભવ થાય છે, અને અફીણ ચો પડેલ તલવારની ધાર ચાટવાથી પહેલાં અને પછી બંને સમયે કડવાશનો અનુભવ થાય છે. આ કર્મથી સુખની પણ અનુભૂતિ થાય છે અને દુઃખની પણ અનુભૂતિ થાય છે. આ કર્મ બે પ્રકારનું છે. શેનાથી બંઘાય ? જીવ માત્ર ઉ૫૨ દયા-કરૂણા કરવાથી, દુ:ખીઓના દુ:ખમાં સહભાગી બની તેમના દુઃખ હળવા કરવાથી શાતા વેદનીય કર્મ પર Page #62 -------------------------------------------------------------------------- ________________ બંઘાય છે. અને જીવોને ત્રાસ સંતાપ આપવાથી, તેમનાં દુ:ખોથી રાજી થવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે. કુર્મ ફળ શાતા વેદનીય કર્મના લીધે જીવાત્માને મનગમતા અને મનભાવતા ભોગોપભોગ મળે છે. અશાતા વેદનીય કર્મના લીધે ગરીબાઈ, રોગ વગેરે દુ:ખો મળે છે. ૪. મોહનીય કર્મ : આત્માને વિકૃત અને મૂઢ બનાવનાર પુદ્દગલને મોહનીય કર્મ કહે છે. નશીલા પદાર્થોનું સેવન કરનાર માણસ કોઈપણ પ્રકારનો વિવેક જાળવી શકતો નથી. તેજ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા આત્મભાન ભૂલી જાય છે અને ક્ષણભંગુર ભોગોપભોગમાં આસક્ત ખને છે. આ કર્મ ૨૮ પ્રકારનું છે. શેનાથી બંધાય ? તીવ્રપણે ક્રોધ, માન, માયા અને લોભ ક૨વાથી, ધર્મના નામે અધર્મનું આચરણ કરવાથી, અનાચાર-વ્યભિચાર કરવા વગેરેથી મોહનીય કર્મ બંધાય છે. કર્મ ફળ : આ કર્મના લીધે જીવાત્મા મોહાંધ, રાગાંધ અને વિષયલુબ્ધ અને છે. તે ઈર્ષાળુ, ઝઘડાખોર, માયાવી અને દંભી બને છે. અકારણ- સકારણ ભયભીત અને શોકાકુળ બને છે, વગેરે વગેરે. ૫. આયુષ્ય કર્મ : જીવનનું નિર્માણ કરતાં પુગલને આયુષ્ય કર્મ કહે છે. કેદખાના જેવું છે આ કર્મ. કેદ/જેલમાં પુરાયેલ માણસ પોતાની ઈચ્છા મુજબ આવાગમન નથી કરી શકતો. તે પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા દેહરૂપી કેદખાનામાં પુરાયેલો રહે છે. આ કર્મ ચાર પ્રકારનું છે. ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ શેનાથી બંધાય ? ૧. જીવોની જેમાં પ્રતિપળ હિંસા થતી હોય તેવા કામ-ધંધા કરવાથી ૨. સંગ્રહાખોરી કરવાથી ૩. માંસાહાર કરવાથી અને ૪. પંચેન્દ્રિય જીવની હત્યા કરવાથી જીવાત્મા નરક ગતિમાં જાય છે. ૧. કપટ સહિત જુઠું બોલવાથી ૨. વિશ્વાસઘાત કરવાથી ૩. જુઠું બોલવાથી અને ૪. ખોટા તોલ-માપ કરવાથી જીવાત્મા તિર્યંચ મતિમાં જાય છે. અર્થાત્ પશુ-પંખીનો અવતાર પામે છે. ૧. સ્વભાવથી નિષ્કપટી ૨. સ્વભાવથી વિનીત ૩. દયાળુ અને ૪. ઈરહિત હોય તે મનુષ્યભવ પામે છે. ૧. દીક્ષા લઈને સંયમ પાળવાથી ૨. ગૃહસ્થપણમાં બાર વ્રતનું પાલન કરવાથી ૩. તપ કરવાથી અને ૪. પરવશપણે સમતાભાવે દુઃખ સહન કરવાથી જીવાત્મા દેવગતિમાં જાય છે. અર્થાત્ દેવ-દેવી-ઈન્દ્ર-ઈન્દ્રાણી બને છે. કર્મ ફળ : ઉપરોક્ત પ્રમાણે કર્મ બાંધવાથી તે તે કર્મ ફળ જીવાત્મા ભોગવે છે. ૬. નામ કર્મ : જે પુદ્દગલના નિમિત્તથી જીવનની વિવિધ સામગ્રી મળે છે તેને નામ કર્મ કહે છે. ચિત્રકાર જેવું છે આ કર્મ. ચિત્રકાર પેન્સિલ અને પીંછીથી જાતજાતના ચિત્રો બનાવે છે. તે જ પ્રમાણે આ કર્મના લીધે જીવાત્મા વિવિધ રૂપ અને આકારનાં શરીરને પ્રાપ્ત કરે છે. આ કર્મ ૧૦૩ પ્રકારનું છે. શેનાથી બંધાય ? મન, વચન અને કાયાને સરળ અને પવિત્ર રાખવાથી તેમ જ સહુ સાથે પ્રેમ અને મિત્રતાભાવથી વ્યવહાર કરવાથી શુભનામ કર્મ બંધાય છે અને મન, વચન અને કાયાને વક્ર અને અપવિત્ર રાખવાથી તેમ જ સહુ સાથે કલેશ-કંકાસ કરવાથી અશુભ નામ કર્મ બંધાય છે. ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મ ફળ : શુભ નામ કર્મથી મનગમતાં ભોગો ભોગ મળે છે, યશ મળે છે, રૂપ મળે છે, આરોગ્ય વગેરે સુખો મળે છે. અશુભ નામ કર્મથી અભાવ, દુર્ભાવ અને પીડા મળે છે. બદનામી મળે છે. બિમારી આવે છે વગેરે અને ક દુઃખો ભોગવવા પડે છે. ૭. ગોત્ર કર્મ : ઉચ્ચ અને નીચ એમ બે પ્રકારનું આ કર્મ છે. જે પુદ્ગલના પ્રભાવથી ઉચ્ચ ગોત્ર મળે તે ઉચ્ચ ગોત્ર કર્મ અને જે પુદગલના પ્રભાવથી નીચ ગોત્ર મળે તે નીચ ગોત્ર કર્મ કહેવાય છે. કુંભારના જેવું છે. આ કર્મ. કુંભાર એક જ માટીમાંથી અનેક પ્રકારનાં ઠામ બનાવે છે, તે પ્રમાણે આ કર્મના લીધે એક જ શરીરમાં અને ક પ્રકારનાં અનુભવ થાય છે. શેનાથી બંઘાય ? જાતિ, ફળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને ઐશ્વર્ય - આ આઠમાંથી કોઈ એકનું કે એકથી વધુનું અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે અને એવું અભિમાન ન કરવાથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. ઉચ્ચ ગોત્ર કર્મથી સુખી-સંપન્ન અને સંસ્કારી કુટુંબમાં જન્મ મળે છે, રૂપ મળે છે, બળ મળે છે, સમૃદ્ધિ મળે છે, વગેરે ઉત્તમ સામગ્રી મળે છે, જ્યારે નીચ ગોત્ર કર્મથી એથી વિપરિત મળે છે, અર્થાત્ હલ કાં જાતિ, કૂળ માં જન્મ મળે છે, ગરીબાઈ, રોગ, કુરૂપ વગેરે મળે છે. ૮. અંતરાય કર્મ : ક્રિયાત્મક શક્તિમાં અવરોધ ઊભા કરતાં પુદ્ગલને અંતરાય કર્મ કહે છે. ખજાનચી જેવું છે. આ કર્મ. સંસ્થાએ એ માલિકે આપવાની ૨કમની મંજુરી આપી દીધી હોય પરંતુ એ રકમ ખજાનચી આપે ત્યારે જ એ રકમ મળી શકે છે. એ જ પ્રમાણે આત્મામાં અનંત શક્તિ અને ગુણો રહેલાં છે, પરંતુ આ કર્મના લીધે તે પ્રાપ્ત થઈ શકતાં નથી. પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ આ કર્મ પાંચ પ્રકારનું છે. શેનાથી બંધાય ? કોઈ દાન દેતું હોય તો તેમાં આડખીલીરૂપ બનવાથી, કોઈને લાભ મળતો હોય તો તે લાભ મળતો રોકવાથી, કોઈના ખાન-પાન કરતા અટકાવવાથી, કોઈન ધર્મધ્યાન કરતો રોકવા વગેરેથી આ અંતરાય કર્મ બંધાય છે. કર્મ ફળ : આ કર્મના લીધે જીવાત્મા દાન દઈ શકતો નથી. લાભ મેળવી શકતો નથી. ભોગ અને ઉપભોગ ભોગવી શકતો નથી. તેમજ ધર્મની આરાધના કરી શકતો નથી. આ આઠ કર્મો અને તેના ભેદકમથી આત્મા જ્યાં સુધી સંયુક્ત અને સંબદ્ધ હોય છે, ત્યાં સુધી જીવાત્માને પુનર્જન્મ થતો જ રહે છે. પુનર્જન્મ એટલે કર્મથી બંધાયેલા જીવાત્માનું જન્મ અને મૃત્યુનું પુનઃ પુનઃ પુનરાવર્તન. મુક્તિ/મોક્ષ શક્ય છે. માણસ પોતાના આત્માને કર્મથી મુક્ત પણ કરી શકે છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન, જપ આદિ ધર્મ સાધના કરીને તે પોતાના આત્માને નિર્મળ અને નિર્મમ બનાવી શકે છે. ધર્મની ઉત્કટ અને ઉગ્ર સાધનાથી તમામ ' કમનો ક્ષય કરીને જીવાત્મા મુક્ત અને બુદ્ધ થઈ શકે છે. જીવાત્મા તમામ કર્મોનો નાશ કરે છે ત્યારે તે પરમાત્મા બને છે. કષાય : રાગ અને દ્વેષ ઉત્પન્ન કરનાર કર્મ-પુદ્ગલને કષાય કહે છે. કર્મ બંધ થવાનું મુખ્ય કારણ કષાય છે. કષાયમાં બે શબ્દ છે. કષ અને આય. કષ એટલે જન્મ જન્માંત૨. આય એટલે કરાવના૨. જે જીવાત્માને જન્મ જન્માંતર કરાવે તેને કષાય કહે છે. ૫૬ . : Page #66 -------------------------------------------------------------------------- ________________ કષાય મુખ્યત્વે બે છે. રાગ અને દ્વેષ. વિસ્તારથી કષાય ચાર પ્રકારના છે. ૧. ક્રોધ ૨. માન ૩. માયા અને ૪. લોભ આ કષાય એક મનોવેગ છે. આવેશ છે. ગમો, અણગમો, ભય, શોક, જુગુપ્સા, ધૃણા આદિ કષાયને જન્મ આપે છે. આ કષાયથી આત્મા દૂષિત બને છે. કર્મથી બંધાય છે. કષાયના ભેદ : તરતમતાથી કષાય ચાર પ્રકારના છે. ૧. અનંતાનુબંધી : જે આવેગમાં ઉત્પન્નની નિત્યતા અને નિરંતરતા હોય છે, અંતહીન ઉત્પન્નનું ય ઉત્પન્ન હોય તેને અનંતાનુબંધી કહે છે, સ૨ળ શબ્દમાં તેને તીવ્રતમ કહી શકાય. આ અનંતાનુબંધી કે તીવ્રતમ આવેગ પથ્થરમાં પડેલ રેખા જેવો હોય છે. આ રેખા પડી તે પડી. પયા પછી તે ભૂંસી શકાતી નથી. કષાય તીવ્રતર હોય છે ત્યારે સત્ય સૂઝતું નથી. તે માટે રૂચિ પણ થતી નથી. અનંતાનુબંધી કષાયના કારણે સમ્યગ્દર્શન ઉપલબ્ધ થતું નથી. ૨. અપ્રત્યાખ્યાની : કષાયના આવેગની આ બીજી અવસ્થા છે. આ આવેગ તીવ્રતર હોય છે. માણસ જાણે છે કે કષાય ન કરવા જોઈએ, પણ તે કર્યા સિવાય રહી શકતો નથી. તીવ્રતાથી એ કષાય કરી બેસે છે. 3. આ અપ્રત્યાખ્યાની કે તીવ્રતર કષાય જમીન પર દોરેલી રેખા જેવાં છે. જમીન ૫૨ દોરેલી રેખા પ્રયત્નથી ભૂંસી શકાય છે. તેમ દ્રઢ મનોબળથી તીવ્રતર કષાય પર વિજય મેળવી શકાય છે. જ્યાં સુધી તીવ્રતર કષાય હૈયે હોય, ત્યાં સુધી માણસ ખાર વ્રતોનું પાલન યથાયોગ્ય કરી શકતો નથી. પ્રત્યાખ્યાની : કષાયના આવેગની આ ત્રીજી અવસ્થા છે. આ આવેગ મંદ હોય છે. તીવ્રતર કષાયો મોળા અને પાતળા પડે છે ત્યારે આ ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે . ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ પરંતુ જ્યાં સુધી હૈયે મંદ કષાય હોય છે ત્યાં સુધી માણસ યથાર્થમાં સાધુ નથી બની શકતો. આ પ્રત્યાખ્યાની કે મંદ કષાય રેતીમાં દોરેલ રેખા જેવો છે. ભૂમિ ઉપર દોરેલી રેખાને ભૂંસવા માટે જેટલો પ્રયત્ન કરવો પડે છે. તેનાથી ઓછા પ્રયત્ન રેતીમાં દોરેલી રેખા ભૂંસી શકાય છે. એ જ પ્રમાણે થોડાક વધુ વિવેક અને સજગતા રાખવાથી કષાયથી બચી શકાય છે. ૪. સંજ્વલન : કષાયના આવેગ મંદતર હોય છે. મંદતર કષાયને સંજવલન કહે છે. આવેગની આ ચોથી અવસ્થા છે. પાણીમાં દોરેલી રેખા જેવા આ કષાય હોય છે. પાણીમાં રેખા દોરી નથી કે ભૂંસાઈ નથી. રેખા પૂરી દોરાઈ રહે ત્યાં સુધીમાં તો એ ભૂંસાઈ જાય છે. આ મંદતર કષાય હોય ત્યાં સુધી વીતરાગતા પ્રાપ્ત થતી નથી. આ ચારેય પ્રકારના કષાય સંપૂર્ણ ક્ષીણ અને ખત્મ થઈ જાય છે, ત્યારે જ વીતરાગ બનાય છે. કષાય - નિયંત્રણ : શ્રમણ ભગવાન મહાવીરે કષાય - નિયંત્રણની ત્રણ પદ્ધતિ બતાવી છે : ૧. ઉપશમન ૨. ક્ષયો પશમન અને ૩. ક્ષયીકરણ. આવેગનું એવું અને એટલું દમન કરી તેને કચડીને ખત્મ કરી નાંખવો કે તે ફરીથી ઊભો ન થાય. આ ઉપશમન છે. આ દમન પદ્ધતિ છે. થોડુંક દમન કરવું. થોડો ક ક્ષય કરવો. દમન અને ક્ષય એક સાથે કરવા તેને ક્ષયો પશમ કહે છે. સ૨ળ અર્થમાં કહીએ તો કષાયનો રસ્તો બદલી નાંખવો. ક્રોધને ક્ષમાથી જીતવો. આમ ઉદાત્ત બનવું. આ માગતરણ પદ્ધતિ છે. _કષાયોને પૂરેપૂરાં ક્ષીણ કરી દેવા. ખત્મ કરી નાંખવા. કષાયોને સવંત સુધી વિલય કરતાં જવું તેને ક્ષયી કરણ કહે છે. આ વિલયની પદ્ધતિ છે. કષાયોનું ઉપશમન થાય છે. ક્ષયો પશમ થાય છે અને ક્ષયીકરણ થાય છે. ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ આ કરવા માટે કષાયના પ્રતિપક્ષની મંદદ લેવી જોઈએ. કષાયનો પ્રતિપક્ષ છે ભાવનાઓ. ભાવનાઓને સુદ્દઢને સઘન કરવાથી કષાયનો વિલય થઈ જાય છે. ક્રોધને પ્રતિપક્ષ છે શાંતિ. માનનો પ્રતિપક્ષ છે મૃદુતા. માયાનો પ્રતિપક્ષ છે સરળતા. લોભને પ્રતિ પક્ષ છે સંતોષ. શાંતિ, મૃદુતા, સરળતા અને સંતોષના સંસ્કારનો પુષ્ટ કરવાથી કષાયો ખત્મ થઈ જાય છે. કષાયો સર્વથા ને સંપૂર્ણ વિલય થાય છે ત્યારે જ સાધક વીતરાગ બને છે. સાહિત્ય : કર્મ સિદ્ધાંતની વધુ જાણકારી અને અભ્યાસ માટે છ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચ સંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથો વાંચવા. લેશ્યા : ધાર્મિક સાહિત્યમાં ત્રણ શબ્દો ખૂબ જાણીતા છે : રજો ગુણ, સત્ત્વગુણ અને તમો ગુણ. આનું વિવેચન કરતાં કહેવાયું છે કે રજો ગુણ મનને મોહરંજિત કરે છે, આથી એ લાભ છે. સત્ત્વગુણથી મન નિર્મળ બને છે, આથી તે શુક્લ છે. તમોગુણથી જ્ઞાન આવૃત્ત થાય છે, આથી તે કૃષ્ણ છે. કર્મ ની વિશુદ્ધ કે રંગના આધા૨ ૫ ૨ જીવો ની વિવિધ અવસ્થાઓનું ભારતીય ચિંતકોએ મનનીય ચિંતન-વિવેચન કર્યું છે. શ્રમણ ભગવાન મહાવીરે આ સંદર્ભમાં જે નિરૂપણ કર્યું છે તે “લે શ્યા” નામે ઓળખાય છે. પુદ્ગલ દ્રવ્યના સંસર્ગથી જીવાત્માને જે ભાવ કે વિચાર જાગે છે, તેને વેશ્યા કહે છે. લેશ્યાઓ પૌદૂગલિક છે, આથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. લેશ્યાઓ છ છે. રંગના આધાર ઉપર તે દરેકનું નામાભિધાન કરવા માં આવ્યું છે. jain Education International For Privateucersonal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાના રૂપ-સ્વરૂપ : ૧. કૃષ્ણ લેશ્યા : રંગ કાજળથીય વધુ કાળો, રસ લીમડાથીય વધુ કડવો, તેની ગંધ મરેલા સાપની દુર્ગધથી અનંતગુણી અને તેનો સ્પર્શ ગાયની જીભની કર્કશતાથી ય વધુ કર્કશ હોય છે. લક્ષણ : આ વેશ્યાવાળો (મનોભાવવાળો) માણસ તીવ્રતમ કષાય કરે, સ્વછંદી અને બે ફામ વિલાસી જીવન જીવે. આલોક અને પરલોકનો ડર રાખ્યા વિના હિંસા-હત્યા પણ કરે. માંસાહાર કરે. ફળ : આવા કાજળ શ્યામ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટતાએ એ પાંચમી, છઠ્ઠી કે સાતમી નરકે જાય. ૨. નીલ લેગ્યા : તેનો રંગ નીલમ જેવો લીલો, રસ જંગલી કાંટાથી ય વધુ તીક્ષ્ણ હોય છે અને તેના ગંધ અને સ્પર્શ કૃષ્ણ લેયા જેવાં હોય લક્ષણ : આ લે શ્યાવાળો (મનો ભાવવાળો) માણસ ઈષ ળ અને અદેખો હોય, પોતે કંઈ ભણે ગણે નહિ અને બીજાને પણ ભણવા દે નહિ, સુખશીલીયો અને વિષયલંપટ હોય છે. ફળ : આવા લીલાછમ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટતાએ એ ત્રીજી, ચોથી કે પાંચમી નરકે જાય. ૩. કાપોત લેશ્યા : તેનો રંગ પારેવડાંની ડોક જેવો, રસ કાચી કેરીથી ય વધુ ખાટો હોય છે. તેના ગંધ અને સ્પર્શ કૃષણ લેશ્યા જેવાં હોય છે. લક્ષણ : આ વેશ્યાવાળો (મનોભાવવાળો) માણસ વાંક દેખો, કટુ અને કઠોરભાષી, પ૨દોષ પ્રકાશક, પોતાના દોષોને ઢાંકના૨, ચોર ને વ્યભિચારી હોય છે. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો એ ઉત્કૃષ્ટતાએ પહેલી, બીજી કે ત્રીજી નરકે જાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪. તેઓ વેશ્યા : તેનો રંગ સિન્દુર જેવો લાલ, રસ અધ પાકેલી કેરી જેવો ખાટો- મીઠો, ગંધ ફેલ સુગંધી અને સ્પર્શ માખણ જેવો ન૨મ હોય છે. લક્ષણ : આ લે શ્યાવાળો (મનો ભાવવાળો) માણસ સરળ, પાપભીરૂ, ધર્મપ્રિય, સ્થિરચિત્ત, વિનીત અને ન્યાયી હોય છે. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો એ ઉત્કૃષ્ટતાએ પહેલાં કે બીજા સ્વર્ગમાં જન્મે. ૫. પદ્મ લેશ્યા : તેનો રંગ હળદર જેવો પીળો, રસ મધ જેવો મધુર, ગંધ ફુલ જેવી સુગંધી અને સ્પર્શ માખણ જેવો મુલાયમ હોય છે. લક્ષણ : આ લે શ્યાવાળો (મનોભાવવાળો) માણસ કષાયોને મંદ કરતો રહે, મિતભાષી અને પ્રિયભાવી હોય, સંયમી હોય. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો તે પાંચમાં સ્વર્ગે જન્મે. ૬. શુક્લ લેશ્યા : તેને રંગ શંખ જેવો સફેદ, રસ સાકર જેવો મીઠો, ગંધ ગુલાબ જેવો સુગંધી અને રસ માખણથી ય અનંતગુણો મુલાયમ હોય છે. લક્ષણ : આ લે શ્યાવાળો (મનોભાવવાળો) માણસ ધર્મ ધ્યાનમાં ૨મ ખાણ રહે, રાગ અને દ્વેષને મંદત૨ કરે, સંયમી અને સમતાવંત હોય. ફળ : આ ભાવ અને વિચારમાં માણસ મૃત્યુ પામે તો એ સ્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મ પામે. આ છ લેશ્યા (મનોભાવ ને વિચાર)ઓમાંથી પ્રથમની ત્રણ લેશ્યાઓ અશુભ છે. અનિષ્ટ પરિણામી છે. તેનો ત્યાગ કરવો અને છેલ્લી ત્રણ લેશ્યાઓ (મનો ભાવ ને વિચા૨) શુભ છે અને ઈષ્ટ પરિણામી છે. તે ત્રણેયનો ઉત્તરોત્તર વધુ ઉપયોગ કરવો. સાહિત્ય : લે શ્યાઓ ની વધુ જાણકારી માટે “પ્રજ્ઞાપના સૂત્રો અને ઉત્તરાધ્યયન સૂત્ર વાંચવા. Page #71 -------------------------------------------------------------------------- ________________ છે જેન ધર્મનું તત્ત્વજ્ઞાન સમ્યક્ત્વ : સમ્યકત્વ આત્મ સાધનાની નાભિ-શ્વાસ છે. શ્રમણ ભગવાન મહાવીરે કદાં કે જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી તેમને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થતી નથી. સમ્યકત્વ આત્મસાધનાની બારાખડીનો પહેલો અક્ષર છે. સમ્યક્ત્વ વિના કર્મની નિર્જરા થતી નથી. સમ્યકત્વ જીવન માં ન હોય તો બધી જ આરાધના અને સાધના એ કડા વિનાના મીંડા જેવી નિરર્થક કહેવામાં આવી છે. સમ્યક્ત્વનો સરળ અર્થ છે શ્રદ્ધા. સનાતન જે સત્ય છે તેમાં શ્રદ્ધા હોવી તેને સમ્યકત્વ કહે છે. સનાતન (ધ્રુવ) સત્ય છ છે. ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય (અમ૨) છે. ૩. આત્મા જ કર્મનો કર્યો છે. ૪. આત્મા જ કમનો ભોક્તા છે. ૫. આત્મા કર્મથી બંધાય છે અને ૬. આત્મા કર્મમુક્ત બની મોક્ષને પામે છે અર્થાત્ મોક્ષ છે. - આ છ ધ્રુવ સત્ય માં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે, અથવા જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સં વ૨, નિર્જરા, બંધ અને મોક્ષ-આ નવ તત્ત્વમાં શ્રદ્ધા હોવી તેને સમ્યકત્વ કહે છે. સભ્ય કુત્વને સમક્તિ પણ કહે છે. જે પદાર્થ જેવાં સ્વરૂપે છે તેને તેવાં જ સ્વરૂપે જોવો - જાણવો - વિચારવો-કહેવો તે સમક્તિ કે સમ્યક્ત્વ, કહેવાય છે. જીવ માત્રમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર હોય છે, પરંતુ એ ત્રણ હોવા માત્રથી સાધના સ ફળ નથી બનતી. આ માટે સાધનાની યશસ્વી સિદ્ધિ માટે સમ્યકત્વ હોવું એ કદમ અનિવાર્ય છે. આથી જ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સભ્ય કુ ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. અને આ ત્રણેય ક્રમિક છે. સમ્યક્ દર્શન વિના જ્ઞાન નથી. થતું. સમ્યકુ જ્ઞાન વિના સમ્યકુ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી અને સમ્યક્ ચારિત્ર વિના કર્મ ક્ષય થયો નથી અને કર્મક્ષય વિના મોક્ષ થતો નથી. આમ સમ્યક્ત્વ આત્મસાધનાની આધારશીલા છે. સમ્યક્ત્વના એ કથી વધુ ભેદ અને પ્રભેદ છે. ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ : સમ્યક્ત્વ કે સંમતિ જીવનમાં રસાયું છે કે નહિ તેની ઓળખ માટેના પાંચ ચિ લ બતાવાયા છે. જીવનમાં એ પાંચ વ્યવહારમાં વર્તાય તેને સમકિતીની કહે છે. લક્ષણ આ પ્રમાણે છે. ૧. શમ : રાગ અને દ્વેષ, સુખ અને દુ:ખ, સંયોગ અને વિયોગ, શત્રુ અને મિત્ર વગેરે તમામ ઢંઢો માં સમભાવ રાખે. દુઃખો થી દીન ન બને, સુખોથી અભિમાની ન બને. ૨. સવેગ : જીવનના તમામ ભૌતિક પદાર્થોને ક્ષણભંગુર માની તે માં આસક્ત ન બને અને સંસારના સર્વ સંબંધો પ્રત્યે ઉદાસીન રહીને હરપળ વૈરાગ્ય ભાવમાં રમણ કરે. ૩. નિર્વેદ : પરિગ્રહમાં મમતા ન રાખે. આરંભ-સમારંભો કરે નહિ. આરંભ-પરિગ્રહને મહાઅનાથનું મૂળ જાણીને તેનાથી તે શક્ય વધુ દૂર રહે, સંયમમાં રહે અને સંસારને અસા૨ સમજે. અનુકંપા : જીવ માત્ર પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ અને પ્રયત્ન રાખે. કોઈપણ જીવને ઈરાદાપૂર્વક દુ:ખ પહોંચાડે નહિ અને દુ:ખી જીવોના દુઃખ હળવા કરવાનો યથાશક્ય પ્રયત્ન ૪. કરે. આતિય : સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મતત્ત્વ પર પૂર્ણ શ્રદ્ધા રાખવી ને તે મુજબ વર્તવું તથા નિરંતર ધર્મમય જીવન જીવવું અને શ્રદ્ધા પરિણત મનો ભાવના ટકાવી રાખવી તે આસ્તિ ક્ય કહેવાય છે. આ સિવાય પણ સમક્તિના અન્યવિધ લક્ષણો બતાવાયા છે. મિથ્યાત્વ કર્મબંધનું મુખ્ય અને મહત્ત્વનું કારણ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે દરેક બાબતમાં ઊંધું અને ઊલટું સમ જવું, માનવું, વિચારવું અને આચરવું. દા.ત. જેઓ મિથ્યાત્વી છે, તેઓ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માને છે. સાધુને આ સાધુ અને અસાધુને સાધુ માને છે વગેરે. મિથ્યાત્વ ૨૫ પ્રકારનું છે. સાહિત્ય : વિશે જ અભ્યાસ માટે તત્વાર્થ સૂત્ર, સમ્ય કુત્વ, સપ્રતિકા, સમ્યક્ત્વના ૬૭ બોલની સઝાય આદિ ગ્રંથો વાંચવી. ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ વાદ-વિવાદમાં સંવાદ સ્થાપિત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરે જે વિચાર પદ્ધતિનું નિરૂપણ કર્યું તે સ્યાદ્વાદ, અનેકાન્તવાદ નામે ઓળખાય છે. આ વિચાર પદ્ધતિ જૈનધર્મની જગતને મૂલ્યવાન અને મૌલિક દેણગી છે. સ્યાત્ વત્તાવાદ ખરાખર સ્યાદ્વાદ. સ્યાત્ એટલે અમુક અપેક્ષાએ. સ્યાત્ એટલે અમુક દ્રષ્ટિકોણથી. અનેક અપેક્ષા અને દ્રષ્ટિકોણથી વિચારવું, સમજવું તે સ્યાદ્વાદ છે. અનેકાન્ત પણ અનેક અને અન્ત એમ બે શબ્દોનો બનેલો છે. અન્ત એટલે આખરી કે છેડો કે પૂર્ણવિરામ કે સમાપ્ત નહિ. અહીં અન્ત એટલે દ્રષ્ટિ, અપેક્ષા, દિશા, બાજુ, ધર્મ વગેરે. અનેક દ્રષ્ટિએ, અનેક અપેક્ષાએ, અનેક દિશાએ, અનેક બાજુથી વિચારવું, સમજવું તે અનેકાન્તવાદ છે. આ બંને સ્યાદ્વાદ અને અનેકાન્તવાદ શબ્દો એક અર્થી છે. આ વાદ માણસને સત્ય સામે છેડે પણ છે તે જોવા સમજવા સૂચવે છે. વસ્તુને વ્યાપકતાથી જોવા-વિચારવાનું તે શીખવે છે. હું કહું છું તે જ સત્ય છે એમ નહિ પરંતુ સામો કહે છે તેમાં પણ સત્ય છે, એ સ્વીકારવાની આ વિચાર પદ્ધતિ ઉદારતા અને સહિષ્ણુતા કેળવે છે. - સ્યાદ્વાદને સાત પ્રકારે સમજાવાયો છે. તેને સપ્તભંગી' કહે છે તે આ પ્રમાણે : ૧. છે (અસ્તિ) ૨. નથી (નાસ્તિ) ૩. છે, નથી (અસ્તિનાસ્તિ) ૪. કહી શકાતું નથી (અવ્યક્તવ્ય) પ. છે, કહી શકાતું નથી. (અસ્તિ, અવ્યક્તવ્ય) ૬. નથી, નથી કહી શકાતું (નાસ્તિ, અવ્યક્તવ્ય) ૭. છે, નથી, નથી કહી શકાતું (અસ્તિનાસ્તિ, અવ્યક્તવ્ય). ઉદાહરણ : કોઈ સ્વજન મરણ પથારીએ પટકાયો છે. ડોકટર સારવાર કરે છે. બિમારના સગાં ડોકટરને સાત પ્રશ્નો પૂછે છે, ત્યારે ડોકટર તેના જવાબ સાત પ્રકારે આપે છે. ૧. સારી તબિયત છે. (અસ્તિ) ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨. તબિયત સારી નથી. (નાસ્તિ) ૩. કાલથી તો સારી છે, (અસ્તિ) પણ એવી સારી નથી કે વધુ આશા બાંધી શકાય. (અસ્તિ-નાસ્તિ). ૪. તબિયત સારી છે કે ખરાબ કંઈ કહી શકાતું નથી. (અવ્યક્તવ્ય). ૫. કાલથી તો સારી છે. (અસ્તિ), છતાં કહી શકાતું નથી કે શું થશે. (અવ્યક્તવ્ય) (અસ્તિ, અવ્યક્તવ્ય) ૬. કાલથી તો સારી નથી (નાસ્તિ) છતાં કહી શકાતું નથી કે શું થશે. (અવ્ય ક્તવ્ય) (નાસ્તિ, અવ્યત્વ) છે. આમ તો સારી નથી (નાસ્તિ), પણ કાલ કરતાં સારી છે. (અસ્તિ), તો પણ કંઈ કહી શકાતું નથી. (અસ્તિ નાસ્તિ, અવ્ય ક્તવ્ય) આ સપ્તભંગીને સમજવા માટે સાત અંધ અને એક હાથી દ્રષ્ટાંત જગપ્રસિદ્ધ છે. આમ આ સ્યાદ્વાદથી વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે સ્યાદ્વાદ રત્નાકર, સ્યાદ્વાદ મંજરી, સમ્મતિ તર્ક ગ્રંથો વાંચવા. નયવાદ વાદ અને વિવાદ વધારવા માટે નહિ પરંતુ વાદવિવાદમાં ય સંવાદ સ્થાપિત કરવા શ્રમણ ભગવાન મહાવીરે જે વિચાર પદ્ધતિનું નિરૂપણ કર્યું તે સ્યાદ્વાદ, અને કાંતવાદ કે નયવાદના નામે ઓળખાય છે. જૈનધર્મની આ મૌલિક વિચાર પદ્ધતિ છે. વસ્તુ, વ્યક્તિ અને વિચાર અનંત ઘમત્મક છે. તેમાંથી કોઈ એક વિશેષ ધર્મને ગ્રહણ કરીને, અન્ય ધમાં ત૨ફ ઉદાસીન ભાવ રાખીને તે વસ્તુ આદિનો વિચાર કરવો તેને નય કહે છે. પ્રમાણને અંશ જોવો, વિચારો તે નય છે. નય એટલે અમુક અપેક્ષાએ.' 'અથર્ કોઈપણ વિષયની સાપેક્ષ પણે વિચારણા કરવી તે નય છે. નય સાત પ્રકા૨ના છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧. મૈગમ નય : કોઈપણ વસ્તુમાં અંશ માત્ર ગુણ હોય તો પણ તેને પૂર્ણ માનવી અને નામ પ્રમાણે પૂર્ણ ગુણ હોય તો પણ તે વસ્તુ માનવી તે નૈગમ નય છે. આ નયમાં ધર્મ અને ધર્મીમાંથી કોઈ એકને ગૌણરૂપે અને બીજાને મુખ્યરૂપે વિચારવામાં આવે છે. 3. દા.ત. ચા પીતા પીતા કપડાં પર ઢોળાઈ, માણસ તરત ખોલી ઊઠે છે : મારું પેન્ટ બગડયું' લખતા લખતાં સ્ટીલ તૂટી ગયું. માણસ ખોલી ઉઠે છે : પેન તૂટી ગઈ.' ૨. સંગ્રહ નય : વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરવું તે સંગ્રહ નય છે. સરળતાથી કહી શકાય કે થોડામાં ઘણું સમજવું તે સંગ્રહ નય છે. આ નયવાળો સામાન્યને માને છે. તે વિશેષને બતાવતો નથી. અહીં વાસ્તવમાં ન આખું પેન્ટ બગડયું છે. ન તો પૂરેપૂરી પેન ભૂકો થઈ ગઈ છે. છતાંય અંશને પૂર્ણ માનીને એમ કહેવામાં આવે છે. ૫. દા.ત. કોઈ કહે કે ત્યાં માગ છે. આ સાંભળનાર તરત જ સમજી જાય છે કે ત્યાં ઝાડ, ફૂલ વગેરે બધું છે. વ્યવહાર નય : વસ્તુનો વિગતવાર વિચાર કરવો તે વ્યવહાર નય છે. દા.ત. સંગ્રહનયવાળો કહે છે કે ત્યાં કાપડની દુકાન છે. વ્યવહાર નયવાળો કહેશે કે ત્યાં અમુક મિલના કાપડની દુકાન છે. ૪. ૠજુસૂત્ર નય : માત્ર વર્તમાનકાળનો જ વિચાર કરવો તે જસૂત્ર નય છે. ઋજુ એટલે સરળ. સૂત્ર એટલે વિચારવું. સરળ વિચારવું. સામે પ્રત્યક્ષ દેખાય તે જ સ્વીકારવું તે *જુ સૂત્ર નય છે. દા.ત. સાધુનો વેશ પહેર્યાં હોય પરંતુ સાધુધર્મનું પાલન ન કરતો હોય તો આ નયવાળો તેને સાધુ નહિ કહે. નવકારવાળી ફેરવતાં માણસ જો ખરાબ વિચાર કરે તો આ નયના હિસાબે તે ઢેઢવાડે ગયો' એમ કહેવાય. શબ્દ નય : પર્યાય ભેદ હોવા છતાં પણ જે કાળ, લિંગ વાચક શબ્દને એકરૂપ માનવા તે શબ્દ નય છે. આ નયવાળો ૬૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં નામનાં શબ્દોના અર્થ પ્રમાણે તે વસ્તુમાં ગુણ છે કે નહિ તે જોતો નથી. તે તો મૂળ નામને જ માને છે. દા.ત. પુરંદર, શચિ પતિ, દેવેન્દ્ર વગેરે ઈન્દ્રના ઘણાં નામો છે. પરંતુ આ નયવાળો એ દરેકને ઈદ્રને નામે જ ઓળખે છે. એ દરેકનો તે ઈન્દ્ર જ અર્થ ગ્રહણ કરે છે. મોહ, આસક્તિ, રાગ, મમત્વ, વાસના, પ્રેમ આ બધાં પર્યાયવાચી શબ્દો છે. પણ આ નયવાળો દરેકનો અર્થ પ્રેમ જ કરે છે. ૬. સમભિરૂઢ નય : દરેક શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ વિચારવો તે સમભિ રૂઢ નય છે. આ નયવાળો શબ્દના મૂળ અર્થને પકડે દા.ત. સ્ત્રી અને પુરુષના સંબંધમાં કામવૃત્તિને પ્રવૃત્તિ જણાશે તો આ નયવાળો તેને પ્રેમ સંબંધ નહિ માને. પણ વાસનાનો સંબંધ કહેશે. એવંભૂત નય : જે શબ્દ વિઘામાન અર્થનો વાચક અને તે અર્થની ક્રિયાકારીમાં બરાબરી રાખે તેને એવંભૂત નય કહે છે. નામ, કામ, અને પરિણામ ત્રણેયનો સંપૂર્ણ વિચાર કરવો તે એ વંભૂત નય છે. આ નયવાળો એને જ પોલીસ માને છે કે જે પોલીસની ફરજ બજાવતો હોય. પૂજા જે કરી રહ્યા હોય તેને જ તે પૂજારી કહે છે. આ સાત નયના કુલ ૭૦૦ ભેદ છે. મુખ્ય તથા ગામના ૧૦, સંગ્રહના ૬ કે ૧૨, વ્યવહારના ૮ કે ૧૪, જસૂત્રના ૪ કે ૬, શબ્દના ૭, સમભિ રૂઢના ૨ અને એવંભૂતનો ૧ એમ ભેદ છે. નયદ્રષ્ટિએ ઘર્મની વિચારણા : ૧. નૈગમનથી કહે છે : બધાં ઘર્મ ઘર્મ છે. ૨. સંગ્રહની કહે છે : મારાં વડવા-વડીલોએ આદય તે ધર્મ ૩. વ્યવહારનયી કહે છે : સુખનું કારણ ધર્મ છે. પુણ્યકરણી એ ધર્મ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪. ૠજુસૂત્રનયી કહે છે : ઉપયોગસહિત વૈરાગ્ય પરિણામ તે ધર્મ છે. ૫. શબ્દનયી કહે છે : ધર્મનું મૂળ સમક્તિ છે અને સમક્તિ એ જ ધર્મ છે. ૬. સમભિરૂઢનયી કહે છે : નવ તત્ત્વને જાણવા, તેના જે છોડવા યોગ્ય તત્ત્વ છોડવા અને આદરવા યોગ્ય તત્ત્વ આદરવા તે ધર્મ છે. ૭. એવંભૂતનયી કહે છે : કર્મનો ક્ષય કરાવીને મોક્ષ મેળવી આપે તે ધર્મ છે. આમ સાત નયથી નવ તત્ત્વને તેમ જ અન્ય બાબતોનો વિચાર કરવાથી સાપેક્ષ-આંશિક સત્યનો સ્વીકાર થાય છે. તેથી વિવાદ રહેતો નથી અને સંવાદ સધાય છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે નય રહસ્ય, અનુયોગદ્વાર સૂત્ર આદિ ગ્રંથો વાંચવા. ૬૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ : જેનાથી વસ્તુ બરાબર જણાય અને સમજાય તેને પ્રમાણ કહે છે. સાચુ જ્ઞાન થતાં શંકા, ભ્રમ વગેરે દૂર થાય છે અને યથાર્થ સમજાય છે. યથાર્થ સમજને પ્રમાણ ગણવામાં આવે છે પ્રમાણ થવાથી જાણવા યોગ્ય જાણી શકાય છે. છોડવા યોગ્ય છોર્ડ શકાય છે અને આચરવા યોગ્ય આચરી શકાય છે. પ્રમાણ પણ જ્ઞાન છે. પ્રમાણના ચાર પ્રકાર છે. ૧. પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થવું તે પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનાં એકથી વધુ ભેદ અને પ્રભેદ છે ૨. અનુમાન પ્રમાણ : અનુમાનથી તર્કથી વસ્તુનું જ્ઞાન થયું તે હોવાનું જાણવું. તેના એકથી વધુ ભેદ અને પ્રભેદ છે, 3. , આગમ પ્રમાણ : આસ પુરુષો દ્વારા કથિત શાસ્ત્રોથી પદાર્થનું જ્ઞાન થવું તે આગમ પ્રમાણ છે. તેના ત્રણ પ્રકાર છે. ૪. ઉપમા પ્રમાણ : ઉપમાથી વસ્તુનું જ્ઞાન થવું તે ઉપમા પ્રમાણ. દા.ત. આગામી ચોવીશીમાં પદ્મનાભ તીર્થંકર થશે તે વર્તમાન ચોવીશીના તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જેવાં થશે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે પ્રમાણ-નય-તત્ત્વલોકાકાર' ગ્રંથ વાંચવો. ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨. નિક્ષેપ જ્ઞાનનું વાહન ભાષા છે. અમૂર્ત જ્ઞાન ભાષાના માધ્યમથી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે. ભાષા શબ્દાત્મક છે. સામાન્યત: શબ્દોનો અર્થ પ્રયોગ ચાર રીતે થાય છે. આ અર્થપ્રયોગને નિક્ષેપ કહે છે. કોઈપણ એક નામવાળી વસ્તુમાં ગુણનું કે અવગુણનું અવલોકન કરીને તેનું શુદ્ધ કે અશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવું તેને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપ ચાર પ્રકારના છે. ૧. નામ નિક્ષેપ : જે કહેવાથી વસ્તુનો બોઘ થાય તેને નામ કહે છે. દા.ત. ટેબલ કહેવાથી ટેબલનો બોધ થાય છે. આ નિક્ષેપના ત્રણ પ્રકાર છે. સ્થાપના નિક્ષેપ : મૂળ વસ્તુની પ્રતિકૃતિથી જેનો બોધ થાય તેને સ્થાપના નિક્ષેપ કહે છે. દા.ત. ભગવાનની પ્રતિમા કે ચિત્ર જો વાથી ભગવાનનો બોધ થાય છે. આ નિક્ષે ૫ ૪૦ પ્રકારના છે. ૩. દ્રવ્ય નિક્ષેપ : પદાર્થ તો છે પરંતુ તેમાં નામ પ્રમાણે ગુણ નથી અથવા હજી સુધી ગુણ પ્રકટ થયા નથી તે દ્રવ્ય નિક્ષેપ છે. દા.ત. શાસ્ત્રો કે સૂત્રો ભણે પણ તેનો કંઈ અર્થ સમજે નહિ અથવા શૂન્યચિતે ભણે. તેના એકથી વધુ ભેદ અને પ્રભેદ છે. ૪. ભાવ નિક્ષેપ : વસ્તુમાં વસ્તુનો નિરગુણ હોય તેને ભાવ નિક્ષે ૫ કહે છે. દા.ત. એ કાગ્ર ચિત્તે શાસ્ત્રો કે સૂત્રો ભણવા, તેના અર્થ અને મર્મ જાણવા. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે અનુયોગદ્વાર સૂત્ર વાંચવું. ( ૭૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય જીવાત્મા જે કંઈ સુખ-દુઃખ અનુભવે છે, તેના જીવનમાં જે કંઈ સૌભાગ્ય કે દુર્ભાગ્ય જોવા મળે છે, તે માટે માત્ર કોઈ એક જ કારણ કે શક્તિ કે ઈશ્વર મુખ્ય નથી. પરંતુ પાંચ કારણની તરતમતાથી જીવનમાં વૈવિધ્ય જોવા અને અનુભવવા મળે છે. સુખદુઃખના કારણના વિવાદમાં સંવાદ સ્થાપિત કરવા શ્રમણ ભગવાન મહાવીરે તદ્દન નવી નકોર વિચાર પદ્ધતિ આપી છે. પંચ સમવાય' નામે તે પ્રતિષ્ઠિત અને પ્રચલિત છે. સમવાય એટલે સમુહ. પંચ એટલે પાંચ. જીવનના વૈવિધ્યમાં આ પાંચ સમુહનો અવિભાજ્ય ફાળો છે તે આ પ્રમાણે : ૧. કાળ : સૃષ્ટિના તમામ તત્ત્વો પર કાળનું સામ્રાજ્ય છે. કાળ કર્તા અને હર્તા છે. કાળ એટલે સમય. સમય પાર્ક જ પરિણામ આવે છે. અકાળે કશું બનતું નથી. દા.ત. કોઈપણ બીજ વાવો તો તેનું ફળ તરત જ ઉગતું નથી. અમુક ફળ પાક્યા પછી જ ખીજ ફળવાળું વૃક્ષ બને છે. ૨. ગર્ભાધાન થાય કે તરત જ બાળક જન્મતું નથી. અમુક નિશ્ચિત સમયે જ બાળક જન્મે છે. સૂર્ય, ચંદ્ર, ભરતી, ઓટ વગેરે સમયની અદબ જાળવે છે. પરંતુ આટલા માત્રથી કાળ જ સૃષ્ટિ સંચાલક અને નિયંતા છે, તેમ માનવું મિથ્યા છે. આ માટે અન્ય કારણો પણ વિચારવા અનિવાર્ય છે. સ્વભાવ : જે કંઈ બને છે તેમાં સ્વભાવ મુખ્ય છે. કાળ પામ્યો હોય તો પણ સ્ત્રીને દાઢી-મૂઢ ઉગતા નથી. વંધ્યાને સંતાન પ્રાપ્તિ નથી થતી. કેટલાક વૃક્ષોને કાળ પાક્યો હોવા છતાંય ફળ ઉગતા નથી. આથી કાળ જ મુખ્ય નથી, સ્વભાવ પણ ભાગ ભજવે છે. પંખીનો સ્વભાવ છે આકાશમાં ઉડવાનો. માછલીનો સ્વભાવ છે પાણીમાં તરવાનો. કોયલનો સ્વભાવ છે મધૂર સ્વરનો. આમ દરેકને પોતાનો સ્વભાવ હોય છે. સ્વભાવ અનુસાર પણ જીવનમાં બહુરંગ જોવા મળે છે. ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ 3. નિયતિ : બધું જ નિશ્ચિત છે. જે બનવાનું હોય છે તે અને જ છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. આવું માનવું તે નિયતિવાદ છે. ૪. આ નિયતિવાદી કાળ અને સ્વભાવને માનતો નથી. તે દરેક ઘટનાને નિશ્ચિત માને છે. પ્રયત્ન કરવાં છતાંય જે નિશ્ચિત છે તે મિથ્યા નથી થઈ શકતું, એવી તેની એકાંતિક માન્યતા હોય છે. કર્મ : જેવી કરણી તેવી ભરણી. સારાં કર્મ કર્યા હોય તો સારાં ફળ મળે. ખરાબ કર્મ કર્યો હોય તો ખરાબ ફળ મળે. આમ માનનાર કર્મવાદી કાળ. સ્વભાવ અને નિયતિ ત્રણેયનો ઈન્કાર કરે છે અને કર્મને જ મુખ્ય અને મહત્ત્વનું માને છે. ૫. પુરુષાર્થ : પ્રયત્નથી જ બધું થાય છે. પ્રયત્નથી દુ:ખને સુખમાં બદલી શકાય છે. પુરુષાર્થવાદી કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મ આ ચારેયનો અસ્વીકાર કરે છે અને માત્ર પુરુષાર્થને જ પ્રાધાન્ય આપે છે. આ પાંચમાંથી કોઈ એકને મુખ્ય અને અન્યને ગૌણ કરવા તે મિથ્યાત્વ છે. પરિણામમાં પાંચેયનો તરતમતાએ ફાળો હોય છે. દા.ત. એક જીવનો મોક્ષ થયો. તેનો મોક્ષ થવામાં ઉપર્યુક્ત પાંચેયનો ફાળો હોય છે. ૧. કાળ પામ્યો એટલે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. ૨. ભવ્ય જીવોનો જ સ્વભાવ હોય છે કે તે મોક્ષ માટે પુરુષાર્થ કરે. ૩. પુરુષાર્થ કર્યો સાધના કરી. ૪. કર્મનો ક્ષય થયો. ૫. નિયતિ હતી કે તેનો મોક્ષ થાય એટલે થયો. આમ પાંચ સમવાય સાથે રહે છે. સાહિત્ય : - વિશેષ અભ્યાસ માટે અનુયોગદ્વાર સૂત્ર વાંચવું. ૭૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ 'O જેન ઘર્મમાં ધ્યાન શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે ધ્યાન ચાર પ્રકારના છે. - મનને સદાય, સર્વત્ર અને સતત એક વિચારમાં ૨મતું રાખવું અથવા માત્ર એક જ વસ્તુ કે વિચારમાં એ કાગ્ર કરવું તેને ધ્યાન કહે છે, આ ધ્યાન સારું અને યોગ્ય પણ હોય અને ખરાબ અને અયોગ્ય પણ હોય. આમ શુભ-અશુભના ભે દથી ધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે. 1800 ૧. આર્તધ્યાન : અણગમતી વસ્તુ કે વ્યક્તિ મળતા તેનાથી છૂટા પડવા માટે, મનગમતી વસ્તુનો વિયોગ થતાં તેને મેળવવા માટે, રોગથી છૂટવા માટે, પ્રાસ સુખ-સુવિધાનો વિયોગ ન થાય તે માટે આતુર અને આકુળ-વ્યાકુળ થવું તે આર્તધ્યાન ૧. હાય વોય ક૨વી ૨. ઉદાસ થવું. ૩. ૨ડવું, ૪. માથાં કુટીને પોક મૂકવી એ આ ધ્યાનની ઓળખના લક્ષણ છે. આર્તધ્યાન કરનાર તિર્યંચગતિમાં જાય છે. ૨. રૌદ્ર ધ્યાન : પ્રાસ ભોગ સામગ્રીના રક્ષણ માટે હિંસા, જુઠ અને ચોરીના વિચાર કરવા તે રૌદ્ર ધ્યાન છે. રૌદ્ર એ ટલે કૂર. ક્રૂર અને ઘાતકી વિચાર કરવા તે રૌદ્ર ધ્યાન છે. ઓછી કે વધુ હિંસાનું આચરણ, હિંસક શસ્ત્રોને સંગ્રહ અને તાલીમ, મોત આવતાં સુધી પણ દોષનું પ્રાયશ્ચિત ન કરવું તે આ ધ્યાનની ઓળખનાં લક્ષણ છે. રૌદ્ર ધ્યાન કરનાર નરકગતિમાં જાય છે. ઉક્ત બંને ધ્યાન કરવા યોગ્ય નથી. ઘર્મ ધ્યાન : આગમ કે વીતરાગ વાણીનો નિર્ણય કરવો, દોષનો નિર્ણય કરવો, દોષના પરિણામનો નિર્ણય કરવો તે ઘર્મ ધ્યાન છે. ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ વીતરાગની વાણીમાં રસ રૂચિ થવા, તેમનાં અંધેલ ઉપદેશ પ્રમાણે વર્તવાના ભાવ અને પ્રયત્ન થવા તે આ ધ્યાનની ઓળખના લક્ષણ છે. ધર્મધ્યાન કરનાર મનુષ્યગતિ અને દેવગતિમાં જાય છે. ૪. શુકુલ ધ્યાન : તે ચાર પ્રકારનું છે : ૧. ભેદ ચિંતન - દેહ અને આત્મા અલગ છે. તેવું ચિંતન કરવું તેને પૃથકત્વ - વિતર્ક સવિચાર કહે છે. ૨. અભેદ ચિંતન - હું આત્મા છું. આત્મ સ્વરૂપનું જ ચિંતન કરવું તેને એ કત્વ વિતક અવિચાર કહે છે. ૩. મન-વાણી અને કાયાની પ્રવૃત્તિનો નિરોઘ કરવો. તેને સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ કહે છે. ૪. શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિનું નિરોધપૂર્ણ અકંપ દશા તેને સમુચ્છિન્નક્રિય - અનિવૃત્તિ કહે છે. વિવેક, વ્યુત્સર્ગ, અસમ્મોહ અને અચળ ઉપસર્ગ સહિષ્ણુતા - આ ચાર શુકલ ધ્યાનની ઓળખના લક્ષણ છે. શુકુલ ધ્યાન કરનાર મોક્ષને પ્રાપ્ત કરે છે. સિદ્ધગતિમાં જાય સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે યોગશાસ્ત્ર, યોગ દીપક, જ્ઞાનાવર્ણવ, ધ્યાન શતક, જ્ઞાન સા૨ આદિ ગ્રંથો વાંચવા. ७४ Page #84 -------------------------------------------------------------------------- ________________ }} જૈનધર્મનું મરણ વિજ્ઞાન જીવન યાત્રાના બે પડાવ છે. જન્મ અને મૃત્યુ. જીવન કળા છે. તો મૃત્યુ પણ કળા છે. જૈન ધર્મે મૃત્યુને વરવાની કળા પણ શીખવી છે. જૈન ધર્મમાં મૃત્યુ વિશે સઘન ચર્ચા કરવામાં આવી છે. જૈન પૂર્વ-સૂરિઓએ મૃત્યુના ૧૭ પ્રકાર કહ્યાં છે. તેના માત્ર નામ જાણવા પણ રસપ્રદ અને જ્ઞાન પ્રદ બનશે : ૧. આવિચી મરણ, ૨. અધિ મરણ ૩. આત્યન્તિક મરણ, ૪. વલન્મરણ ૫. વાર્ત્ત મરણ ૬. અન્તઃ શલ્ય મરણ ૭. તદ્દભવ મ૨ણ ૮. ખાલ મરણ ૯. પંડિત મરણ ૧૦, બાલ પંડિત મરણ ૧૧. છદ્મસ્થ મરણ ૧૨. કેવલ મરણ ૧૩. વૈહાયસ મરણ ૧૪. ગુ૯પૃષ્ઠ મરણ ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન મ૨ણ ૧૬. ઈંગિની મરણ અને ૧૭. પાદોપગમન મરણ. - જીવન અને મૃત્યુ બંને ગહન ઘટના છે. કોઈ પણ જીવે મૃત્યુ પામતા પહેલાં આયુષ્ય બાંધી લીધું ન હોય, તો મૃત્યુની અંતિમ પળે જેવી પરિણતિ વિચારધારા હોય છે, તેવા પ્રકારના આયુષ્યનો બંધ પડે છે. સામાન્ય કક્ષાના જીવો આર્ત અને રૌદ્ર ધ્યાન કરી દુર્ગતિ ખાંધી લે છે. ઉત્તમ કક્ષાના જીવો ધર્મ અને શુકલ ધ્યાન કેળવીને સદૂગતિ મેળવી લે છે. મૃત્યુનું ચિંતન કરતાં જૈન પૂર્વસૂરિઓએ એમ કહ્યું છે કે એક સમયમાં જીવને એક મ૨ણ, એ મરણ, ત્રણ મરણ, ચાર મરણ અને પાંચ મરણ પણ થઈ શકે છે. જે જીવ કેવલ મરણ એટલે કે નિર્વાણ મેળવે છે. તેમનું તો પુન: મૃત્યુ નથી. ઉપર કહેલા મૃત્યુના ભેદો સામાન્ય જીવો માટે છે. આ તમામ મૃત્યુમાં અકામ મરણ અને સકામ મરણ એમ મુખ્ય બે ભેદ સમજવા રહ્યાં. અકામ મરણ : વિષયમાં આસક્ત બનીને જે મરવા નથી ઈચ્છતો, પરંતુ આયુષ્ય પુરું થયે જ મરવા ઈચ્છે છે તેનું મ૨ણ વિવશતાથી થાય છે, આથી તેને અકામ મરણ કહે છે. પરલોકને, પુનર્જન્મ અને મોક્ષને નહિ માનનારા અજ્ઞાની જીવાત્માઓ ‘આ ભવ મીઠાં તો પરભવ કોણે દીઠાં' તે જીવનસૂત્ર ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ બનાવીને પાપમય જીવન જીવે છે. પાપપ્રવૃત્તિમાં હરખાય છે. અને મરણ સમયે રીબાઈને રડીને મરે છે. આવાં મૃત્યુને અકામ મરણ કહે છે. આવા મરણથી મરનાર સંસારમાં અનંતીવાર જનમ-મરણ કરતો રહે છે. સકામ મરણ : મરણ સમયે જે ભયભીત નથી ખનતો, મૃત્યુને પણ એક ઉત્સવ માની તેને વધાવીને જે મૃત્યુ પામે છે. તેને સકામ મરણ કહે છે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુથી બચવાનો કોઈ જ ઉપાય નથી, તો મૃત્યુ સામે હાયવોય શા માટે કરવી ? આવું વિચારી મરણ સમયે જે શુભ વિચાર કરે છે, સૌની ક્ષમા માંગે છે અને આપે છે અને એ શુભભાવમાં જે મૃત્યુ પામે છે, તેને સકામ મરણ કહે છે. આમ તો આગળ જ્યાં તપની ચર્ચા છે. ત્યાં અનશન સંભારવામાં આવ્યું છે. પણ અહીં સકામ મરણની ચર્ચામાં તેના અન્ય નામો સંભારવા જોઈએ. તે આમ છે : સકામ મરણ, સમાધિ મરણ, અનશન, સંથારો, સંલેખના. અંતરમાં તમામ પરિતાપો વિસરીને શાંતચિત્તે ધર્મમય બનીને મૃત્યુને સ્વીકારવું તે સમાધિમરણ, અનશન વિશે. આગળ ઉલ્લેખ છે. સંથારો એટલે અનશનનો જ એક પ્રકાર. આહાર, વિહાર, ત્યાગીને મૃત્યુને અપાતુ સ્વૈચ્છિક આમંત્રણ. સંલેખના પણ એક તપ જ છે. પણ તેનો સંબંધ મૃત્યુ સાથે હોવાથી અહીં ઉલ્લેખ કર્યો છે, સંલેખનાનો સાધક નિશ્ચિત સમય મર્યાદાનું વિશિષ્ટ તપ કરે છે પણ તેમાં સંસાર સંબંધી કે પરલોક સંબંધી સુખોપભોગની ઝંખનાથી તે તપ ‘શલ્યરૂપ' બની જાય છે. એટલે આ તપના સાધકોએ અંતરના નિર્માળ ભાવપૂર્વક નિરીહ બનીને સંલેખના તપ કરવું જોઈએ. અકામ મરણને ખાલ મરણ અને સકામ મરણને પંડિત મ૨ણ કહે છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, આદિ ગ્રંથો વાંચવા. ૭૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. જેને ધર્મમાં મોક્ષ જૈન ધર્મ ત્યાગપ્રધાન ધર્મ છે, મોક્ષ પ્રધાન ધર્મ છે. જૈન ધર્મમાં પ્રરૂપિત તમામ ક્રિયાઓ, અનુષ્ઠાનો, વ્રતો, આરાધના સાધનાઓ, વગેરેનું અંતિમ લક્ષ મોક્ષ હોય છે. જૈન ધર્મ મોક્ષને માને છે, અને મોક્ષની ] પ્રાપ્તિ માટેના ઉપાય પણ સવિસ્તર બતાવે છે. આત્મવાદી તમામ ધર્મોએ મોક્ષનો સ્વીકાર કર્યો છે અને તેને મેળવવાના ઉપાય પણ બતાવ્યા છે. દરેક ધર્મની મોક્ષની માન્યતા અને વ્યાખ્યા ભિન્ન ભિન્ન છે. - મોક્ષ અંગે જૈનધર્મનું ચિંતન અને નિરૂપણ સુરેખ છે, સુસ્પષ્ટ જૈનધર્મ માને છે કે તમામ પ્રકારના કર્મનો સંપૂર્ણ ક્ષય થાય અને પછી આત્મસ્વભાવમાં ૨મણાં ચઢે - લીનતા આવે તે મોક્ષ છે. આત્માનો સ્વભાવ આત્માના જ સગુણોમાં વસવાનો છે. સદ્ગુણમાં વસવું એ ટલે સ્વભાવમાં વસવું. આ સ્વભાવ એટલે દર્શન, જ્ઞાન, ચરિત્ર. આ ત્રણેયની પૂર્ણતા થવી તે જ મોક્ષ. આવા મો ક્ષને પામેલા જીવો મુક્ત હોય છે. એવા પવિત્ર જીવોના નિવાસ સ્થાનને - સિદ્ધાલય કે સિદ્ધશિલાને પણ “મોક્ષ' કહે છે. મોક્ષ એટલે મૃત્યુનું પણ મૃત્યુ. મોક્ષ પામેલા જીવનો પુનઃ જન્મ થતો નથી પુન: મરણ થતું નથી. એ માત્ર આત્મા બની રહે છે, પ૨મદશાને પામીને પરમાત્મા બની રહે છે. કર્મમુક્ત નિર્મળતા સાથેનું અમરત્વ છે એ. મોક્ષનું સ્વરૂપ આ છે : મોક્ષ જન્મ, જરા અને મરણથી રહિત છે. મોક્ષ આઠેય કર્મોથી રહિત છે. મોક્ષ ક્ષય રહિત છે. વિનાશથી રહિત છે. મોક્ષ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંત સામર્થ્યથી યુક્ત છે. મોક્ષ અતીન્દ્રિય છે, અનુપમ છે. ( ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ નિત્ય છે, અચલ છે અને આલંબન રહિત છે. જ્યાં કોઈ ન દુઃખ છે, ન કોઈ સુખ છે, ન પીડા છે, ન બાધા છે, ન મરણ છે, ન જન્મે છે ત્યાં મોક્ષ છે. - જ્યાં ન કોઈ ઈન્દ્રિયો છે, ન ઉપસર્ગ છે, ન મોહ છે, ન આશ્ચર્ય છે, ન નિદ્રા છે, ન તૃષ્ણા છે, ન ભૂખ છે, ત્યાં મોક્ષ છે. જ્યાં ન કર્મ છે, ન ચિંતા છે, ન આર્ત અને રૌદ્ર ધ્યાન છે, તેમ જ ન તો ઘર્મધ્યાન, અને ન તો શુલ ધ્યાન છે ત્યાં મોક્ષ મુક્તાત્માઓમાં કેવલજ્ઞાન, કેવલ સુખ, કેવલ દર્શન, અમૂર્તત્વ, અસ્તિત્વ અને પ્રદેશત્વ આ ગુણો હોય છે. મોક્ષ સ્થાન : કર્મથી સંપૂર્ણપણે મુક્ત બનેલો આત્મા મુક્ત આત્મા લોકના અગ્રભાગે જાય છે. લોકના અગ્રભાગથી આગળ ધમસ્તિકાય નામનું કોઈ દ્રવ્ય નથી. આથી તેનાથી આગળ મુક્ત જીવો જઈ શકતા નથી. મો ક્ષના સ્થાનના આટલા નામ છે : સિદ્ધાલય, સિદ્ધશિલા, મુક્તિ, ઈષત, પ્રાગુભારાપૃથ્વી. સિદ્ધશિલાની ભૂમિ મનુષ્યલોકની ભૂમિ જેટલી જ છે. તેના જેવી જ લંબાઈ પહોળાઈ ધરાવે છે. મોક્ષભૂમિની મધ્યભાગની મોટાઈ આઠ યોજનાની છે. તેનો છેવટનો ભાગ માખીની પાંખથી પણ વધુ પાતળો છે. તેનો આકાર સીધી છત્રી જેવો છે, અને એ તસ્વર્ણમય હોય છે. મોક્ષ અધિકાર સભ્ય કુદર્શન, સભ્ય જ્ઞાન, સમ્યકુચારિત્ર અને ત૫ - આ ચારની વિશુદ્ધ સાધના કરીને કોઈપણ માણસ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે ઉત્તરાધ્યયન સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથો વાંચવા. ૭૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ ! : પરિશિષ્ટ જેને સાહિત્ય : એક છબી જે ન સાહિત્ય માં અસંખ્ય પુસ્તકો છે. પ્રભુ મહાવીરના સમયથી આજસુધીમાં અનેક મહાન જૈનાચાર્યોએ સર્જકો એ સંખ્યાબંધ પુસ્ત કો રચ્યા છે. આ ચાર્ય શ્રી ઉમાસ્વાતિ વાચકે ૫૦૦ ગ્રંથ રચ્યાં છે. શ્રી હરિભ દ્રસૂરિ એ કલાએ ૧૪૪૪ ગ્રંથો ની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિપુલ સાહિત્ય રચ્યું છે. ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ૧૦૮ મહાન ગ્રંથો લખ્યાં છે. આવા અનેક જ્ઞાની મહાત્મા ઓ એ અસંખ્ય પુસ્તકો લખેલાં છે. હિંદુઓ માં ગીતા મુખ્ય મનાય છે. મુસલમાનો માં કુરાને શરી ફ મુખ્ય મનાય છે. ખ્રિસ્તીઓમાં બાઈબલ મુખ્ય મનાય છે એમ જૈનધર્મમાં આગમો એ જૈન ધર્મનું પરમ પવિત્ર અને પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે નિગ્રંથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. આગમોની સંખ્યા પહેલાં ૮૪ની હતી. હાલ ૪૫ની છે. આ પિસ્તાલીસ આગામોમાં પ્રથમ આગમ-અંગ આચારાંગસૂત્ર છે, જેમાં સાધુઓના શુદ્ધ આચાર અને વિચારોનું સૂક્ષ્મ અને સૂત્રમય વર્ણન છે. આ એ કજ મહાગ્રંથને કદાચ જૈન સાહિત્યના અતિટૂંકસારરૂપ કે પ્રતિનિધિ પણ ગણી શકીએ. આમ, આચારાંગસૂત્ર એ જૈન સાહિત્યનું મુખ્ય પુસ્તક કે ગ્રંથ માની શકાય. ટૂંકું સૂત્રાત્મક હોવાથી તેના અને ક સૂત્રોના અસંખ્ય અર્થ તા૨વી શકાય છે. ભગવાન મહાવીર ઉપને ઈ ધુવેઈવા વિગમે ઈવા” એ ત્રણ જ શબ્દમાં સંસા૨ના સમગ્ર સમ્યગુ જ્ઞાનનો સાચે જણાવે છે. સ્ત્રી બાળકો વ. પણ સમજી શકે તેવી (જૈન) અર્ધમાગધી ભાષામાં તેઓ ઉપદેશ ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ » જે # આપતા. એમના મુખ્ય શિષ્યો-ગણધરો ભગવાન મહાવીરના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજા તેનો મુખપાઠ કરી લે છે. તેમના દીર્ધાયુ મહાજ્ઞાની શિષ્ય સુધમ સ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના બાર ભાગ છે અને દરેક ભાગ અંગ કહેવાય છે. કરે ૪૫ આગમો . (૧. ૧૧ અંગ ૨. ૧૨ ઉપાંગ ૩. ૧૦ પન્ના ૪. ૬ છેદસૂત્ર ૨ સૂત્ર અને ૪ મૂળ સૂત્ર ૧૧ અંગ આચારાંગ સૂત્રકૃતાંગ સમવાયાંગ ઠાણાં ગ વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી જ્ઞાતા ધર્મકથા ઉપાસકદશા અંતકૃત દશા ૯. અનુત્તરો ૫પાતિક દશા ૧૦. પ્રશ્ન વ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર અને ૧૨. દૃષ્ટિવાદ બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી શકે છે. ૧૨ ઉપાંગ ઓ ૫પાતિક રાજપ્રશ્રીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ નિરયાવલિયાઓ કલ્પાવતંસિકા પુષ્પિકો પુ૫ચૂલિકા વૃષ્ણિદશા ૭. ૨. ને જે ૪ નું છે ? : જે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પન્ના ચતુ શરણ આતુ૨પ્રત્યાખ્યાન તં દુલયાલિયા દેવેન્દ્રસ્વ મહા પ્રત્યાખ્યાન સસ્તાર ભક્ત પરિજ્ઞા ચં દાવિજય ગણિવિદ્યા વી૨સ્તવ ૪ હું ૨. ૬ છેદસૂત્ર ૧. નિશિથ વ્યવહા૨ બૃહત્કલ્પ જે ૪ મહાનિશિથી દશાશ્રુતસ્કંધ જીત કલ્પ - ૨. અનુયોગદ્વાર ૨ સૂત્ર નંદીસૂત્ર ૪ મૂળસૂત્ર આવશ્યક-ઓધનિયુક્તિ ઓઘ-નિર્યુક્તિ ૧. ૨. ૪. દશવૈકાલિક - ઉત્તરાધ્યયન આગમોમાં કયા કયા વિષયોની ચર્ચા છે ? ૧ આચારંગ એ પહેલું અંગ છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય વગેરે આચારો તથા ગોચરી, વિનય, શિક્ષા, ભાષા અભાષા, સદ્ વર્તન ક્રિયા વગેરેનું વર્ણન છે. બીજું અંગ સૂત્રકતાંગ છે. એમાં લોક, અલો ક, લો કાલો ક જીવ, સમય તથા ૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી - એમ ૩૬૩ મતોનું ખંડન કરી અને કાતિક મંતવ્ય રજૂ કર્યું છે. સ્થાનાંગ સૂત્રમાં જીવ, સમય, લોક તથા ભૂગોળની સ્થાપના છે. સમવાયાંગમાં એકથી આરંભ * ww ** 3 2 / 3 ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સંખ્યાવાળા પદાર્થોનો નિર્ણયને દવાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું છે. વ્યાખ્યા -પ્રાપ્તિ સૂત્રનું બીજું નામ ભગવતી સૂર છે. જીવાદિનું તલસ્પર્શી વિવેચન છે. જ્ઞાતાધર્મ કથામાં દરેક કથાનાયકનું જન્મભૂમિથી મોક્ષ સુધીનું વર્ણન છે. ઉપાશ કદશામાં શ્રમણોપાસકના જીવનો છે. અંત કૃ દ્રશામાં મોક્ષગામીઓનાં જીવનો છે. પ્રશ્ન વ્યાકરણમાં પુછાતા વિદ્યામંત્રો, અ પુછાતા વિદ્યા મંત્રો, મિશ્ર પુછાતા વિદ્યામં ત્રો અંગૂઠાદિના પ્રશ્નો, વિદ્યાતિશયો, દેવો સાથે ના દેવી સંવાદો છે. વિપાકસૂત્રમાં સુખ-દુઃખનાં કારણોની ચર્ચા છે. બારમું અંગ દૃષ્ટિવાદ છે, પણ તે હાલ નાશ પામ્યું એ કલા સુધમસ્વામીએ જ બધા આગમો લખ્યા નથી. ચોથું ઉપાંગ પ્રજ્ઞા પના શ્રી શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃ શરણસૂત્ર શ્રી વીરભદ્રગણીએ રચેલું છે. બીજા પયા ૨ચનારાના નામ હજુ સુધી જણાયા નથી. છેદસૂત્રોમાં પહેલાં બે સિવાય બાકીના ભદ્રબાહ સ્વામીએ રચ્યાં છે. મહાનિશિથ મૂળ ગણધર ભગવાન સુધમસ્વામીએ રચેલું, પણ તેનો ઉદ્ધાર શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે. નંદિસૂત્ર શ્રી દેવવાચ કગણિએ રચ્યું છે. દશવૈ કાલિકસૂત્રથી શ્રી શયંભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચી છે. સ્મરણશક્તિ ઘટવાથી સાધુ ઓ સૂરો વિસરવા લાગ્યા. તેથી પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહસ્વામીના વખતમાં શ્રી શ્રમણ સંઘ એ કઠો થયો અને જેને જે અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લીધું. ત્યારપછી લગભગ પાંચસો વર્ષે આર્ય સ્કંદિલાચાર્યું સૂત્રોના અનુયોગ (વ્યાખ્યા) કર્યો. એ વખતે જે સૂત્રોનાં વ્યાખ્યાનો થયાં તેને માધુરી વાચના કહે તક છે. महिलाशयकवादिकोशिककलमीतिवाणादशामा तक्षिातायामा यगणिविजयातजिनलश्नामाश्यिया प्रशवानीगलीराधनामकलमाथावकवर्गद्यावा छोदिवाधिला सश्रीमशिनराणिदामाश्रमाचा बाबशायमान लावतापज्ञादिलिपचीयमानांकिमान આ જ ને ? કે સારો ૮૨. Page #92 -------------------------------------------------------------------------- ________________ यादव लिन सुतायत रणिः श्रीवईमा नाजि प्रसादपरिवर्द्धितश्रद्वावाधाः पारं यडतिधि यायागितां चविज्ञाय वरापूर्वधारणश्रीम दयास्यामकामनकयपययामा रालिनरुचीनांशिष्याणां नामोनमादि ८३ જેસલમેર સંગ્રહ निनाशयतका याकनानाथर वाघा यादिगाघासा अक्षयकारेसा Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. એ પછી વીર સંવત ૯૮૦માં દેવર્ધિગણિ ક્ષમા શ્રમણે વલ્લભીપુર (વલા)માં એક પરિષદ ભરીને તેમાં જૈન આગમોના સિદ્ધાંતો પુસ્તકરૂઢ થયાં. અર્થાત્ પહેલ વહેલા લખાયા. એ વલ્લભીવાચના કહેવાય છે. એની અને ક નકલો ઉતારવામાં આવી ને તેનો ઠામ ઠામ પ્રચાર કરવામાં આવ્યો. આજે એ ૪૫ આગમો મળી શકે છે. સુરતની શ્રી આગમો દય સમિતિ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા તે છપાઈ ગયાં છે. હવે તો તેમાંથી ઘણા આગમોનો ગુજરાતી તથા અન્ય ભાષામાં અનુવાદ પણ થયો છે. આ આગમોમાં અનેક વિષયોનું જ્ઞાન સમાયેલું છે. આજે પ્રાકૃતમાં ફેરફાર થઈ અને ક ભાષાઓ બની છે. આપણે હાલ મૂળ પ્રાકૃત ભાષા બરોબર સમજી શકાતી નથી પણ આ ગ્રંથો સંસ્કૃત, અપભ્રં શા, જુની ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ, તામીલ, અંગ્રેજી, જર્મન વ. ભાષાઓમાં મળે છે. આગમો સિવાય જૈન તત્વજ્ઞાનમાં ખાસ ગ્રંથોમાં તત્ત્વાધિગસૂત્ર સહથી સુંદર ગ્રંથ છે. એના ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. એ સિવાય શ્રી હરિભ દ્રસૂરિનું દર્શન સમુચ્ચય, શ્રી જિનભ દ્રએ માશ્રમણનું વિશે માવશ્ય ક ભાષ્ય શ્રી અનંતવીર્ય ની પરીક્ષા સૂત્રો લઘુ વૃત્તિ, પ્રમાણનયતત્ત્વલો કાલે કા૨ શ્રી મલિસેનની સ્યાદવાદમં જરી અને શ્રી ગુણરત્નની તર્ક રહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનનાં સુંદ૨ ગ્રંથો છે. તત્વજ્ઞાન અને ન્યાયને ઉો સંબંધ હોવાથી એ બંને વિષયના ગ્રંથો જુદા પાડવા કેટલી ક વખત મુકેલ પણ બની જાય છે. જેન ન્યાયના મહાન લેખકો અને તેમની કૃતિઓ : ૧. શ્રી સિદ્ધસેન દિવાકર ૧. સન્મતિતર્ક ૨. ન્યાયાવતાર ૨. શ્રી મઘવાદીસૂરિ ૧. દ્વાદશાનયચક્ર ૨. સન્મતિનીટિકા ૩. શ્રી હરિભદ્રસૂરિ : (અને કાંત જયપતાકા), લલિતવિસ્તરા ૩. ધર્મસંગ્રહણી ૪. શ્રી અભયદેવસૂરિ : ૧. સન્મતિતર્ક ૫૨ મહાદીકા ૫. શ્રી વાદીદેવસૂરિ : ૧. સ્યાદાદરત્નાકર ૬. શ્રી હેમચંદ્રાચાર્ય : ૧. પ્રમાણમિમાંસા ૨. અન્યયોગવયવાહોદ દ્વાત્રિશિક ૭. શ્રી યશોવિજયજી : ૧. જૈન તર્ક પરિભાષા ૨. દ્વાઝિશ૬ ધ્વાત્રિશિકા ૩. ધર્મપરીક્ષા ૪. નચપ્રદીપ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી ગુણરત્નસૂરિ : ૯. શ્રી ચંદ્રસેન : ૧૦. શ્રી ચંદ્રપ્રભસૂરિ : ૧૧. શ્રી પદ્મસુંદરગણિ : ૧૨. શ્રી બુદ્ધિસાગર : ૧૩. શ્રી મુનિચંદ્ર : ૧૪. શ્રી રાજશેખર : ૫. નયામૃતતરંગિણી ૬. ખંડનખંડ ખાઘ ૭. ન્યાયલલોક ૮. નયરહસ્ય ૯. નયોપદેશ ૧૦. અનેકાંતવ્યવસ્થા ૧૧. તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ ૧. ષડ્દર્શનસમુચ્ચયવૃત્તિ ઉન્માદસિદ્ધિ પ્રકરણ પ્રમેયરત્નકોષઃ પ્રમાણસુંદર પ્રમાલક્ષ્મલક્ષણા અનેકાંતવાદ્દજયપતાકાદીપન સ્યાદ્વાદકલિકા રત્નાકરાવતારિકા ૧૫. રત્નપ્રભસૂરિ : ૧૬. શ્રી શુભવિજયજી : ૧૭. શ્રી શાંતિસૂરિ : સ્યાદ્વાદભાષા પ્રમાણપ્રમેય કલિકાવૃત્તિ દિગંબરોમાં પણ ન્યાય ઉપર લખનારા ઘણા પંડિતો થયા છે. યોગ અને અઘ્યાત્મના ગ્રંથો : યોગ બિન્દુ, યોગદ્રષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતક, યોગસાર, સમાધિશતક, પરમાત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાદીપિકા, ધ્યાનવિચા૨, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મક બિન્દુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનાવર્ણવ વગેરે. કર્મસાહિત્ય : તેના મુખ્ય ગ્રંથો કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન પાંચ કર્મગ્રંથો, નવીન છ કર્મગ્રંથો, સંસ્કૃત ૪ કર્મગ્રંથો, કર્મસ્તવ વિવરણ વગેરે છે. એના પર ઘણી ટીકાઓ રચાયેલી છે. સાહિત્યગ્રંથો : સાહિત્યગ્રંથોમાં જૈનોનો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ છંદશાત્ર, અલંકાશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાગો પર આચાર્યોએ લખ્યું છે. પાણિનિના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરીફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લાં અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાનાં વ્યાકરણો પણ લખ્યાં છે. શાક્યયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદિત્તું જેને વ્યાકરણ પણ મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગર વ્યાકરણ, જ્ઞાન વિઞળગણિએ શબ્દ પ્રતિ ભેદ વ્યાકરણ, ને શ્રી વિદ્યાનન્તસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાનાં ખીજા પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તામીલ અને કાનડી ભાષાના મૂળ વ્યાકરણો જૈનાચાર્યેથી જ રચાયાં છે. ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાનો સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત દ્વિસંધાનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સસસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે તેને સાતના જુદા જુદા જીવન સમજાય તેવાં પણ રચાયાં છે. એક અષ્ટલક્ષી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યાં છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. શ્રી વાગ્ભટે પણ કાવ્યલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિકલ્પલતા, છંદો રત્નાવલિ કલા-કલાપ વગેરે ગ્રંથો રચ્યાં છે. શ્રી નમિ સાધુ એ પ્રખ્યાત કાવ્યાલંકાર ૫૨ ટીપ્પન રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભુસૂરિએ અલંકાર મહોદધિ બનાવ્યો છે. શ્રી માણિક્યચંદ્રસૂરિએ કાવ્યપ્રકાશસંકેત બનાવ્યો છે અને કોશની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યે હદ કરી છે. અભિધાનચિંતામણી, અનેકાર્થ કોશ, દેશીનામમાલા, નિઘંટુ એ બધા એમણે એકલાએ જ રચ્યા છે, ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો રચ્યાં છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યું છે. ૮૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ *:8. એ મશ્ન છે. ટે કિ 'અરે કેટ"- hter રર કેટથી ક a જ 10 કરો 2 . કડક કારણ લહી સં - મહાકાવ્યો : ઘણા તીર્થકરોના ચરિત્રો શિષ્ટ કાવ્યોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, નેમિનાથ ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ઘણા કાવ્યો છે. એ સિવાય શ્રી અભયદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચં દ્રસૂરિએ પદમાન દમ્યુઘ મહા કાવ્ય તથા બાળ ભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યઘ મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જેન કુમારસંભવ કાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભસૂરિ મલધારીએ પાં ડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યું છે. શ્રી ધનંજય મહાકવિએ રાધવ પાંડવીય મહાકાવ્ય (દ્વિસંધાન મહાકાવ્યો રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહા કાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધાવ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મયસુંદરગણિએ રાયમલ્લા મ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે. તથા માણિકચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલ ય ન કાવ્ય ની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર તથા દ્વયાશ્રય નામનાં મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજા પણ ઘણાં કાવ્યો છે. ખંડ કાવ્ય, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી. ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ નાટકો : રઘુવિલાસ, નલવિલાસ, રાધવાભ્યુદય, સત્ય હરિશચંદ્ર, કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ (કર્તા, શ્રી હેમચંદ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર) હમીર મદમર્દન (કર્તા, જયસિંહ) રંભામંજરી (કર્તા, નયચંદ્રસૂરિ) મોહપરાજય (કર્તા, યશપાલ) કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રૌપદી સ્વયંવર, ધર્માભ્યુદય વગેરે. કથાઓ : સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પર્વ, શ્રી પાદલિપ્તચાર્યની તરંગલોલા, દાક્ષિણ્ય ચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાલા શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, વસુદેવ હિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાચ્ચિયકહા, શ્રી સિદ્ધર્ષિગણીની ઉપમિતિભવપ્રપંચા કથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી, વગેરે મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રના અનેક સંસ્કરણ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વૈતાલપચીસી, શુક્સસતિ વગેરે વગેરેના પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધની રચનામાં પણ જૈનો આગળ પડતાં છે. શ્રી મેરુતંગાચાર્યે પ્રબંધ ચિંતામણીની રચના કરી છે. શ્રી રાજશેખરસૂરિ એ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધ સંગ્રહ, મહાકવિ રામચંદ્રે પ્રબંધો લખ્યાં છે. આમ જૈનોના કથા અને પ્રબંધગ્રંથો પણ ઘણાં જ છે. કલા અને વિજ્ઞાન ઉપરના ગ્રંથો : શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિઘા, અશ્વપરીક્ષા, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ વગેરે પણ સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહિં પણ આજે વિશ્વકોશની રચના થાય છે, તેવી રચના પણ થયેલી છે. શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જણાઈ આવે છે. એ વિશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય પ્રાસાદમંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે સંગીતમયસાર તથા ખીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગેરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક ગ્રંથ ફ્રાંસના એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં ८८ Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ કરી થોડાં વર્ષ પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્ન પરીક્ષા વગેરે ગ્રંથો પણ એ વિષયમાં મોજુદ છે. ધનુર્વેદ ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ, ગજપરીક્ષા પક્ષીવિજ્ઞાન વગેરે ગ્રંથો પણ જુદા જદા ભંડારોમાંથી મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો છે. મંત્ર તંત્ર વિશે ઘણું લખાયું છે. મંત્રો વિષે અગત્યનો ગ્રંથ વિદ્યાનું શાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્રી વિષયના જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદમાવતી કલ્પ, શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય ક૯૫ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે છે. જ્યોતિષ માં ભદ્રબાહુ નામ થી ભદ્રબાહુ સંહિતા છે. હર્ષ કીર્તિ એ જ્યોતિષસારોદ્વાર નામનો ગ્રંથ રચ્યો છે. જેમાં તારાઓ સંબંધી ઘણું ઉંડું જ્ઞાન છે. વળી એ માં સ્વપ્ન, મંત્ર અને બીજ ગુપ્ત વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધ કાંડ, ચંદ્રરજૂ, ચક્કવિવરણ જાતકદીપિકા જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક, વગેરે અનેક ગ્રંથો છે. ૨ટ્ટાચાર્ય નામના જૈન સાધુએ ૨ટ્ટાસૂત્ર નામે ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી અને એવા અનેક વિષયોના પૂર્વલક્ષણો બતાવ્યાં છે. વૈદકમાં પણ અનેક ગ્રંથો છે, જેવા કે આયુર્વેદ મહોદધિ ચિકિત્સોત્સવ, દ્રવ્યાવલિ (નિ ઘંટુ) પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, રત્નાસાગ૨ રસચિંતામણિ, વૈદક સારોદ્ધાર વગેરે. ગણિતના અનેક ગ્રંથો પેકી શ્રી મહાવીરાચાર્યે ઈ.સ.ના નવમાં સૈકામાં રચેલ ગણિત સારસંગ હનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચુક્યો છે. નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો લો કહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન ગ્રંથ એ વિષે ઉપયોગી માહિતી આપે છે. દુગદેવે રિષ્ઠસમુચ્ચય નામનો ગ્રંથ બનાવ્યો છે. વિજ્ઞાનકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો શાખ આપેલી છે. ગ્રંથોની અંતે તે તે આચાયોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે સમયના રાજાઓ મંત્રીઓ, ગૃહસ્થો અને તેમણે કરાવેલા શુભ કાર્યોની નોંધ પણ આપી હોય છે. તે પ્રશસ્તિઓ ઈતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી જ રીતે એ પુસ્તકોની અંતે લેખન સમયની પણ પ્રશસ્તિઓ હોય છે તે પણ ઘણી માહિતીઓ આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલે ખ જેટલી જ પ્રામાણિક મનાય છે. આ લેખમાં થયેલી સમગ્ર ચર્ચા જૈન ધર્મની છે. મૂ. પરંપરાને સંલગ્ન છે. ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય મુનિશ્રી વાત્સલ્યદીપ કૃત પુસ્તકો - ઘર્મ જૈન ધર્મ ચિંતન ગાતાં ગુલમહોર તુમ ચંદન, હમ પાની રાત ગઈ, હવે જાગો બોઘસૂત્ર પર્યુષણ પ્રવચન ભવનો ભય જૈન ધર્મ અને ગીતા ધર્મ વાર્તા ઝાકળ બન્યું મોતી મેઘધનુષ્યની માયા ૨થી ઝરણા અંતરજ્યોતિ ઝળહળે એક ખોબો ઝાકળ ભીતર સૂરજ હજાર કલ્પતરુ કોઈ ડાળી, કોઈ ફૂલ (ગુજરાતી, રશિયન) ઓસ બના મોતી (હિન્દી) જેન સ્ટોરીઝ ફોમ મુનિ વાત્સલ્યદી૫ (અંગ્રેજી) સુવિચાર (પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ રચિત વાર્તા વિશેષાંક - સપ્ટે. ૧૯૯૩) નિબંધ જેન સાહિત્ય - એક છબી પ્રાપ્તિસ્થાનો શ્રી ઈન્દ્રજીત અ. પરીખ ૧, સેલ ૨, સુમતિનાથ કોમ્પલેક્ષ, પ્રિતમનગર, એલીસબ્રીજ, અમદાવાદ-૬. ફોન : ૭૬ ૮૩ "શ્રી જૈન દર્શન” (જૈન ઉપકરણો માટેજ) ઠે. ધરણીધર દેરાસરની બરાબર સામે, નવા વિકાસગૃહ ચાર રસ્તા, વાસણા, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : પી.પી. ૪૩૪૮૩૦ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ફુવારા પાસે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. - - - - - - - - - - - Page #100 -------------------------------------------------------------------------- ________________