________________
! : પરિશિષ્ટ
જેને સાહિત્ય : એક છબી
જે ન સાહિત્ય માં અસંખ્ય પુસ્તકો છે. પ્રભુ મહાવીરના સમયથી આજસુધીમાં અનેક મહાન જૈનાચાર્યોએ સર્જકો એ સંખ્યાબંધ પુસ્ત કો રચ્યા છે. આ ચાર્ય શ્રી ઉમાસ્વાતિ વાચકે ૫૦૦ ગ્રંથ રચ્યાં છે. શ્રી હરિભ દ્રસૂરિ એ કલાએ ૧૪૪૪ ગ્રંથો ની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિપુલ સાહિત્ય રચ્યું છે. ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ૧૦૮ મહાન ગ્રંથો લખ્યાં છે. આવા અનેક જ્ઞાની મહાત્મા ઓ એ અસંખ્ય પુસ્તકો લખેલાં છે. હિંદુઓ માં ગીતા મુખ્ય મનાય છે. મુસલમાનો માં કુરાને
શરી ફ મુખ્ય મનાય છે. ખ્રિસ્તીઓમાં બાઈબલ મુખ્ય મનાય છે એમ જૈનધર્મમાં આગમો એ જૈન ધર્મનું પરમ પવિત્ર અને પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે નિગ્રંથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. આગમોની સંખ્યા પહેલાં ૮૪ની હતી. હાલ ૪૫ની છે. આ પિસ્તાલીસ આગામોમાં પ્રથમ આગમ-અંગ આચારાંગસૂત્ર છે, જેમાં સાધુઓના શુદ્ધ આચાર અને વિચારોનું સૂક્ષ્મ અને સૂત્રમય વર્ણન છે. આ એ કજ મહાગ્રંથને કદાચ જૈન સાહિત્યના અતિટૂંકસારરૂપ કે પ્રતિનિધિ પણ ગણી શકીએ. આમ, આચારાંગસૂત્ર એ જૈન સાહિત્યનું મુખ્ય પુસ્તક કે ગ્રંથ માની શકાય. ટૂંકું સૂત્રાત્મક હોવાથી તેના અને ક સૂત્રોના અસંખ્ય અર્થ તા૨વી શકાય છે.
ભગવાન મહાવીર ઉપને ઈ ધુવેઈવા વિગમે ઈવા” એ ત્રણ જ શબ્દમાં સંસા૨ના સમગ્ર સમ્યગુ જ્ઞાનનો સાચે જણાવે છે. સ્ત્રી બાળકો વ. પણ સમજી શકે તેવી (જૈન) અર્ધમાગધી ભાષામાં તેઓ ઉપદેશ
૭૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org