________________
3. જૈન સાધુ-સાધ્વી કોઈપણ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતા નથી. એક સ્થળેથી બીજા સ્થળે હંમેશા ચાલતા જ જાય છે. તેઓ પદયાત્રા જ કરે છે.
૪.
જૈન સાધુ-સાધ્વીનું પોતાની માલિકીનું કોઈ ઘર નથી હોતું. જૈનોએ પોતાની આરાધના માટે બનાવેલ ઉપાશ્રય પૌષધશાળામાં તેઓ રહે છે.
૫. તેઓ ઉપાશ્રયમાં પણ કાયમ માટે નથી રહેતા. ચોમાસાના ચાર મહિના જ તે સ્થિરવાસ રહે છે અને બાકીના આઠ મહિના સુધી ગામોગામ વિહાર (પદયાત્રા) કરીને લોકોને ધર્મોપદેશ આપે છે.
૬. જૈન સાધુ-સાધ્વી સ્થાનમાં હોય કે સ્થાનની બહાર હોય ત્યારે તેઓ પોતાની પાસે ઓઘો અને મુહપત્તિ અવશ્ય રાખે છે અને સ્થાન બહાર જવાના પ્રસંગે તેમજ પદયાત્રા સમયે એક દાંડો પણ રાખે છે.
૭. જૈન સાધુ-સાધ્વી સૂર્યાસ્ત થયા પછી સ્થાનની બહાર જતા નથી.
૮. જૈન સાધુ-સાધ્વી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી નથી. પાણી પીતા. નથી કંઈ ખાતા. સૂર્યોદય થયા પછી અડતાલીસ મિનિટ બાદ જ તે ખાણી-પીણી કરે છે અને સૂર્યાસ્ત પછી રાતે કંઈ જ ખાતા નથી. પાણી સુદ્ધા પણ પીતા નથી. આમ તેઓ રાત્રિભોજન ત્યાગી હોય છે.
૯. જૈન સાધુ-સાધ્વી જાતે રાંધતા નથી. પોતાના માટે ખીજા પાસે રસોઈ કરાવતા નથી. તેઓ ભિક્ષા માંગીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે, ગાય જેમ ફરીને ફરીને ચારો ચરે છે, તેમ જૈન સાધુ-સાધ્વી એકથી વધુ ઘરેથી નિર્દોષ અને ઉચિત ભિક્ષા લે છે. આ ભિક્ષાને ‘ગોચરી' કહે છે. આ ગોચરી માટે તેઓ કાષ્ઠ પાત્રનો જ ઉપયોગ કરે છે. ૧૦. જૈન સાધુ-સાધ્વી જીવનભર માટે ઉકાળેલું પાણી પીએ છે. ૧૧. જૈન સાધુ હજામત કરાવતા નથી. જાતે દાઢી પણ કરતા નથી. વરસમાં એક વખત તેઓ માથા અને દાઢીના વાળ હાથથી ખેંચી નાખે છે. આ ક્રિયાને લોચ કહે છે. જૈન સાધ્વીઓ પણ લોચ કરે છે.
Jain Education International
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org