________________
આ કર્મ પાંચ પ્રકારનું છે.
શેનાથી બંધાય ? કોઈ દાન દેતું હોય તો તેમાં આડખીલીરૂપ બનવાથી, કોઈને લાભ મળતો હોય તો તે લાભ મળતો રોકવાથી, કોઈના ખાન-પાન કરતા અટકાવવાથી, કોઈન ધર્મધ્યાન કરતો રોકવા વગેરેથી આ અંતરાય કર્મ બંધાય છે.
કર્મ ફળ : આ કર્મના લીધે જીવાત્મા દાન દઈ શકતો નથી. લાભ મેળવી શકતો નથી. ભોગ અને ઉપભોગ ભોગવી શકતો નથી. તેમજ ધર્મની આરાધના કરી શકતો નથી.
આ આઠ કર્મો અને તેના ભેદકમથી આત્મા જ્યાં સુધી સંયુક્ત અને સંબદ્ધ હોય છે, ત્યાં સુધી જીવાત્માને પુનર્જન્મ થતો જ રહે છે.
પુનર્જન્મ એટલે કર્મથી બંધાયેલા જીવાત્માનું જન્મ અને મૃત્યુનું પુનઃ પુનઃ પુનરાવર્તન.
મુક્તિ/મોક્ષ શક્ય છે. માણસ પોતાના આત્માને કર્મથી મુક્ત પણ કરી શકે છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન, જપ આદિ ધર્મ સાધના કરીને તે પોતાના આત્માને નિર્મળ અને નિર્મમ બનાવી શકે છે. ધર્મની ઉત્કટ અને ઉગ્ર સાધનાથી તમામ ' કમનો ક્ષય કરીને જીવાત્મા મુક્ત અને બુદ્ધ થઈ શકે છે.
જીવાત્મા તમામ કર્મોનો નાશ કરે છે ત્યારે તે પરમાત્મા બને છે.
કષાય : રાગ અને દ્વેષ ઉત્પન્ન કરનાર કર્મ-પુદ્ગલને કષાય કહે છે. કર્મ બંધ થવાનું મુખ્ય કારણ કષાય છે.
કષાયમાં બે શબ્દ છે. કષ અને આય. કષ એટલે જન્મ જન્માંત૨. આય એટલે કરાવના૨. જે જીવાત્માને જન્મ જન્માંતર કરાવે તેને કષાય કહે છે.
૫૬
. :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org