________________
૧૦. વિષ વાણિજ્ય : વિવિધ પ્રકારના ઝેર, ઝેરી પદાર્થો તેમજ - જીવલેણ શસ્ત્રો બનાવવાનો કે વેચવાનો ધંધો. ૧૧. યંત્રપાલન કર્મ : યંત્રો ચલાવવાનો, વેચવાનો કે ભાડે આપવાનો
ધંધો.
૧૨. નિલછન કર્મ : પશુ-પંખીઓના અવયવો કાપવા તેમ જ તેમને
નપુંસક બનાવવાનો ધંધો, ગર્ભપાત કરાવવાનો ધંધો વગેરે. ૧૩. દવ-દાનવ કર્મ : પૈસા રળવા કે દુશ્મનાવટથી જંગલો, ઘરો,
બસો વગેરે બાળવાનો ધંધો. ૧૪. જલશોષણ કર્મ : તળાવ, નદી, નહેર, કૂવા વગેરે ખાલી
કરાવી આપવાનો ધંધો. ૧૫. અસતી પોષણ કર્મ : માંસ, ઈંડા, માછલી આદિનો વેપાર
ક૨વો, પશુ –પંખીઓ રાખીને તેમની પાસે ખેલ-તમાશા કરાવવાનો ધંધો તે મ જ સ્ત્રીઓ પાસે વેશ્યાગીરી કરાવવાનો ઘે ધો વગેરે.
આ પંદર પ્રકારના ધંધા રોજગારમાં જીવોની નિર્દયતાથી હિંસા થાય છે. આથી શ્રાવક-શ્રાવિકાઓએ તે ઘંઘા ન કરવા.
પાપ - ત્યાગ (૧૮ પાપ સ્થાનકો) : પાપ તો અસંખ્ય છે. ભગવાન મહાવીરે મોટાં ૧૮ પાપનાં સ્થાન બતાવ્યા છે. એ સ્થાનનો સંપર્ક કરવાથી આત્મા દોષિત બને છે. ભગવાને એ અઢા૨ પાપ સ્થાન કોનો ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. એ ૧૮ ૫૫ સ્થાનકો આ પ્રમાણે છે. ૧. પ્રાણાતિપાત (હિંસા કરવી) ૨. મૃષાવાદ (જુઠું બોલવું) ૩. અદત્તાદાન (ચોરી કરવી) ૪. મિથુન (કામવાસનાજન્ય પ્રવૃત્તિ કરવી) ૫. પરિગ્રહ (વસ્તુ, વ્યક્તિ અને વિચારમાં આસક્તિ રાખવી) ૬. ક્રોધ (ગુસ્સો કરવો) ૭. માન (અભિમાન કરવું) ૮. માયા (કૂડકપટ દંભ કરવા)
૩૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org