________________
જીવના ભેદ-પ્રભેદ :
જેમણે તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેમને ફરીથી જન્મ લેવાનો નથી, એવા શરીર વિનાના નિરંજન, નિરાકાર આત્માને મુક્ત જીવ કહે છે. આવા મુક્તાત્માઓ અનંત છે.
અને જેઓ વિવિધ કર્મોથી ખદ્ધ છે, જેઓ પુન: પુન: જન્મ મરણ કરીને અવનવા દેહોમાં જીવે છે તેઓ સૌ સંસારી જીવો કહેવાય છે. સંસારી જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવ૨.
ત્રસ જીવો :
જેઓ પોતાની ઈચ્છામુજખ હરેફરે છે, શરીરને સંકોચે છે, વિસ્તારે છે, રડે છે, ભય પામે છે, ત્રાસ અનુભવે છે વગેરે ત્રસ જીવોની ઓળખનાં લક્ષણ છે.
જન્મ : ત્રસજીવો ૮ પ્રકારે જન્મે છે. ૧. ઈંડામાંથી જન્મે તે (પક્ષી વગેરે) ૨. કોથળીમાંથી જન્મે તે (હાથી વગેરે) ૩. ગર્ભાશયમાંથી જન્મે તે (ગાય, માણસ વગેરે) ૪. રસથી જન્મે તે (કીડા વગેરે) ૫. પરસેવાથી જન્મે તે (જૂ, માંકડ વગેરે) ૬. પૃથ્વી ફાડીને નીકળે તે તીડ વગેરે) ૭. સમૂચ્છિમ મળમૂત્રમાંથી જન્મે તે (કીડી, માખી વગેરે) અને ૮, શય્યામાં કે કુંભીમાં જન્મે તે (નારકી, દેવતા વગેરે).
ભેદ : ઈન્દ્રિયો પ્રમાણે ત્રસ જીવો ચાર પ્રકારના છે :
૧. એ ઈન્દ્રિય : કાયા અને મુખ એમ બે ઈન્દ્રિયવાળા જીવ. શંખ છીપ, અળસીયા, કરમીઆ, પોરા વગેરે
૨. તેન્દ્રિય : કાયા, મુખ અને નાક એમ ત્રણ ઈન્દ્રિયવાળા જીવ. જૂ, લીખ, માંકડ, મકોડા, ધનેડાં વગેરે
૩. ચઉરિન્દ્રિય : કાયા, મુખ, નાક અને આંખ એમ ચાર ઈન્દ્રિયવાળા જીવ, ડાંસ, મચ્છર, વીંછી, કરોળિયા વગેરે
૪. પંચેન્દ્રિય : કાયા, મુખ, નાક, આંખ અને કાન એમ પાંચ ઈન્દ્રિયવાળા જીવો. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. સ્થાવર જીવો :
જેમના શરીરમાં જીવ છે પરંતુ દુ:ખને દૂર કરવાનો અને સુખ મેળવવાનો જે પ્રયત્ન નથી કરી શકતા તે સ્થાવર જીવો છે.
Jain Education International
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org