________________
દિશા અને અનુદિશા એ તેને કાલ્પનિક વિભાગ છે. અવગાહન એ તેને ગુણ છે. - આકાશ બે પ્રકારના છે : લોકાકાશ અને અલોકાકાશ. ગતિ અને સ્થિરતાના સહાયક તત્ત્વો ધર્મ અને અધર્મ જ્યાં સુધી છે તેને લોકાકાશ કહે છે અને જ્યાં જીવ-અજીવ કશું જ નથી, માત્ર અનંત વિસ્તાર જ છે તેને અલો કાકાશ કહે છે.
પુદ્ગલાસ્તિકાય માત્ર જૈન ધર્મો જ પુદ્ગલ અંગે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કર્યું છે. “ભૌતિક તત્ત્વ' શબ્દ પ્રચલિત છે. જૈન ધર્મ તેને “પુદ્ગલ” કહે છે.
વિજ્ઞાનના ક્ષેત્રે, યંત્રના ક્ષેત્રે પ૨માણુ' શબ્દ આજ ચલણી બન્યો છે. આખો એક “પરમાણુવાદ અસ્તિત્વમાં છે. આ પરમાણુનો સર્વપ્રથમ વિચાર જૈન ધર્મે કર્યો છે.
પૂગલ દ્રવ્ય વિભાગી છે. તેના નાના-મોટાં, સૂક્ષ્મ-સ્થૂળ ભાગ કરી શકાય છે. જીવ, ઘર્મ, અધર્મ અને આ કાશ આ ચાર અવિભાગી છે. તેમાં સંયોગ અને વિભાગ થતો નથી.
પૂગલ અખંડ દ્રવ્ય નથી. તે બને છે, તે બગડે છે. પ્રતિક્ષણ તે બદલાયા કરે છે. નિત્ય અને નિયમિત પરિવર્તન એ તેનો સ્વભાવ છે.
પુદ્ગલનું નાનાથીય નાનું સૂક્ષ્મ રૂપ તે પરમાણું છે. જે આ છેદ્ય, અભેદ્ય, અગ્ર હા, અ દાદા અને નિર્વિભાગી પુદ્ગલ છે, તેને પરમાણુ કહે છે.
આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના રસ, બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારનો વર્ણ - આ ૨૦ પુદ્ગલના ગુણ છે.
પુદ્ગલ ચાર પ્રકારના છે. સ્કન્ધ - પરમાણુનો અખંડ ભાગ દેશ - સ્કન્ધનો કલ્પિત ભાગ પ્રદેશ - ખંઘથી સંલગ્ન પણ અવિભાજ્ય અંશ પરમાણુ - સ્કંધથી અલગ સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org