________________
બનાવીને પાપમય જીવન જીવે છે. પાપપ્રવૃત્તિમાં હરખાય છે. અને મરણ સમયે રીબાઈને રડીને મરે છે. આવાં મૃત્યુને અકામ મરણ કહે છે. આવા મરણથી મરનાર સંસારમાં અનંતીવાર જનમ-મરણ કરતો રહે છે.
સકામ મરણ : મરણ સમયે જે ભયભીત નથી ખનતો, મૃત્યુને પણ એક ઉત્સવ માની તેને વધાવીને જે મૃત્યુ પામે છે. તેને
સકામ મરણ કહે છે.
જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુથી બચવાનો કોઈ જ ઉપાય નથી, તો મૃત્યુ સામે હાયવોય શા માટે કરવી ? આવું વિચારી મરણ સમયે જે શુભ વિચાર કરે છે, સૌની ક્ષમા માંગે છે અને આપે છે અને એ શુભભાવમાં જે મૃત્યુ પામે છે, તેને સકામ મરણ કહે છે.
આમ તો આગળ જ્યાં તપની ચર્ચા છે. ત્યાં અનશન સંભારવામાં આવ્યું છે. પણ અહીં સકામ મરણની ચર્ચામાં તેના અન્ય નામો સંભારવા જોઈએ. તે આમ છે : સકામ મરણ, સમાધિ મરણ, અનશન, સંથારો, સંલેખના.
અંતરમાં તમામ પરિતાપો વિસરીને શાંતચિત્તે ધર્મમય બનીને મૃત્યુને સ્વીકારવું તે સમાધિમરણ,
અનશન વિશે. આગળ ઉલ્લેખ છે. સંથારો એટલે અનશનનો જ એક પ્રકાર. આહાર, વિહાર, ત્યાગીને મૃત્યુને અપાતુ સ્વૈચ્છિક આમંત્રણ.
સંલેખના પણ એક તપ જ છે. પણ તેનો સંબંધ મૃત્યુ સાથે હોવાથી અહીં ઉલ્લેખ કર્યો છે, સંલેખનાનો સાધક નિશ્ચિત સમય મર્યાદાનું વિશિષ્ટ તપ કરે છે પણ તેમાં સંસાર સંબંધી કે પરલોક સંબંધી સુખોપભોગની ઝંખનાથી તે તપ ‘શલ્યરૂપ' બની જાય છે. એટલે આ તપના સાધકોએ અંતરના નિર્માળ ભાવપૂર્વક નિરીહ બનીને સંલેખના તપ કરવું જોઈએ.
અકામ મરણને ખાલ મરણ અને સકામ મરણને પંડિત મ૨ણ કહે છે.
સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે ઉત્તરાધ્યયન સૂત્ર, ભગવતી સૂત્ર, આદિ ગ્રંથો વાંચવા.
Jain Education International
૭૬
For Private & Personal Use Only
www.jainelibrary.org