________________
છે કે પાગલ બને છે. ક્લોરોફોર્મ સુંઘાડવાથી તે બેભાન બને છે. બેડી, દારૂ, ક્લોરોફોર્મ વગેરે જડ પદાર્થો છે. પૌદ્દગલિક વસ્તુઓ છે. તેની અસર, માણસના તન, મન અને આત્મા ઉપર પડે છે, તે જ પ્રમાણે જડ પુદ્ગલ એવાં કર્મના સંયોગથી જીવાત્માના મૂળભુત જ્ઞાન દર્શનાદિ ગુણો ઢંકાય છે અને તે સુખ-દુ:ખ અનુભવે છે.
છે
કર્મના પ્રકાર :
કર્મ એક જ પ્રકારનું નથી. તેના અનેકવિધ પ્રકાર છે. કાર્યભેદની દ્રષ્ટિએ કર્મનાં મુખ્ય આઠ વિભાગ છે. તેને પ્રકૃતિબંધ કહે છે. કર્મની મૂળ પ્રકૃત્તિ આઠ છે. પ્રકૃત્તિ એટલે સ્વભાવ. કર્મનો આઠ પ્રકારનો સ્વભાવ છે. તે આ પ્રમાણે :
૧. જ્ઞાના વરણીય કર્મ :
આત્માના જ્ઞાન-ગુણને આવૃત્ત કરનાર પુદૂગલને જ્ઞાનાવરણીય કર્મ કહે છે.
આંખે પાટો બાંધ્યો હોય તો આંખ હોવા છતાંય કંઈ જોઈ શકાતું નથી. આત્મામાં અનંતજ્ઞાન રહેલું છે, પરંતુ આ કર્મ આ આત્મા ઉપર આવરણ બનીને રહે છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞાન-પ્રાપ્તિ કરવામાં આ કર્મ અવરોધક બને છે.
આ કર્મ પાંચ પ્રકારનું છે. શેનાથી બંધાય ?
જ્ઞાન અને સાનીની નિંદા કરવાથી, જ્ઞાન અને જ્ઞાનીનો દ્વેષ કરવાથી, જ્ઞાન અને જ્ઞાનીનું અપમાન કરવાથી, જ્ઞાનીના ઉપકાર ભૂલવાથી, જ્ઞાની સાથે અકારણ ઝઘડાં કરવાથી, તેમ જ જ્ઞાન ભણનારને અને ભણાવનારને અંતરાય પાડવાથી આ છે કૃત્યો
કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
કર્મ-ફળ :
જ્ઞાનાવરણીય કર્મના લીધે જીવાત્મા બહેરો હોય, મૂંગો હોય, મંદ બુદ્ધિનો હોય, નિર્મળ બુદ્ધિ ન હોય, તે આત્માનું સાન પામે નહિ વગેરે ફળ ભોગવે છે.
Jain Education International
-
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org