Book Title: Jain Dharm
Author(s): Vatsalyadeep
Publisher: Vatsalyadeep Foundation Ahmedabad

View full book text
Previous | Next

Page 98
________________ અનુવાદ કરી થોડાં વર્ષ પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્ન પરીક્ષા વગેરે ગ્રંથો પણ એ વિષયમાં મોજુદ છે. ધનુર્વેદ ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ, ગજપરીક્ષા પક્ષીવિજ્ઞાન વગેરે ગ્રંથો પણ જુદા જદા ભંડારોમાંથી મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો છે. મંત્ર તંત્ર વિશે ઘણું લખાયું છે. મંત્રો વિષે અગત્યનો ગ્રંથ વિદ્યાનું શાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્રી વિષયના જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદમાવતી કલ્પ, શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય ક૯૫ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે છે. જ્યોતિષ માં ભદ્રબાહુ નામ થી ભદ્રબાહુ સંહિતા છે. હર્ષ કીર્તિ એ જ્યોતિષસારોદ્વાર નામનો ગ્રંથ રચ્યો છે. જેમાં તારાઓ સંબંધી ઘણું ઉંડું જ્ઞાન છે. વળી એ માં સ્વપ્ન, મંત્ર અને બીજ ગુપ્ત વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધ કાંડ, ચંદ્રરજૂ, ચક્કવિવરણ જાતકદીપિકા જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક, વગેરે અનેક ગ્રંથો છે. ૨ટ્ટાચાર્ય નામના જૈન સાધુએ ૨ટ્ટાસૂત્ર નામે ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે. જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી અને એવા અનેક વિષયોના પૂર્વલક્ષણો બતાવ્યાં છે. વૈદકમાં પણ અનેક ગ્રંથો છે, જેવા કે આયુર્વેદ મહોદધિ ચિકિત્સોત્સવ, દ્રવ્યાવલિ (નિ ઘંટુ) પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, રત્નાસાગ૨ રસચિંતામણિ, વૈદક સારોદ્ધાર વગેરે. ગણિતના અનેક ગ્રંથો પેકી શ્રી મહાવીરાચાર્યે ઈ.સ.ના નવમાં સૈકામાં રચેલ ગણિત સારસંગ હનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચુક્યો છે. નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો લો કહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન ગ્રંથ એ વિષે ઉપયોગી માહિતી આપે છે. દુગદેવે રિષ્ઠસમુચ્ચય નામનો ગ્રંથ બનાવ્યો છે. વિજ્ઞાનકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો શાખ આપેલી છે. ગ્રંથોની અંતે તે તે આચાયોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે સમયના રાજાઓ મંત્રીઓ, ગૃહસ્થો અને તેમણે કરાવેલા શુભ કાર્યોની નોંધ પણ આપી હોય છે. તે પ્રશસ્તિઓ ઈતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી જ રીતે એ પુસ્તકોની અંતે લેખન સમયની પણ પ્રશસ્તિઓ હોય છે તે પણ ઘણી માહિતીઓ આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલે ખ જેટલી જ પ્રામાણિક મનાય છે. આ લેખમાં થયેલી સમગ્ર ચર્ચા જૈન ધર્મની છે. મૂ. પરંપરાને સંલગ્ન છે. ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100