________________
મોક્ષ નિત્ય છે, અચલ છે અને આલંબન રહિત છે.
જ્યાં કોઈ ન દુઃખ છે, ન કોઈ સુખ છે, ન પીડા છે, ન બાધા છે, ન મરણ છે, ન જન્મે છે ત્યાં મોક્ષ છે. - જ્યાં ન કોઈ ઈન્દ્રિયો છે, ન ઉપસર્ગ છે, ન મોહ છે, ન આશ્ચર્ય છે, ન નિદ્રા છે, ન તૃષ્ણા છે, ન ભૂખ છે, ત્યાં મોક્ષ છે.
જ્યાં ન કર્મ છે, ન ચિંતા છે, ન આર્ત અને રૌદ્ર ધ્યાન છે, તેમ જ ન તો ઘર્મધ્યાન, અને ન તો શુલ ધ્યાન છે ત્યાં મોક્ષ
મુક્તાત્માઓમાં કેવલજ્ઞાન, કેવલ સુખ, કેવલ દર્શન, અમૂર્તત્વ, અસ્તિત્વ અને પ્રદેશત્વ આ ગુણો હોય છે.
મોક્ષ સ્થાન : કર્મથી સંપૂર્ણપણે મુક્ત બનેલો આત્મા મુક્ત આત્મા લોકના અગ્રભાગે જાય છે. લોકના અગ્રભાગથી આગળ ધમસ્તિકાય નામનું કોઈ દ્રવ્ય નથી. આથી તેનાથી આગળ મુક્ત જીવો જઈ શકતા નથી.
મો ક્ષના સ્થાનના આટલા નામ છે : સિદ્ધાલય, સિદ્ધશિલા, મુક્તિ, ઈષત, પ્રાગુભારાપૃથ્વી.
સિદ્ધશિલાની ભૂમિ મનુષ્યલોકની ભૂમિ જેટલી જ છે. તેના જેવી જ લંબાઈ પહોળાઈ ધરાવે છે. મોક્ષભૂમિની મધ્યભાગની મોટાઈ આઠ યોજનાની છે. તેનો છેવટનો ભાગ માખીની પાંખથી પણ વધુ પાતળો છે. તેનો આકાર સીધી છત્રી જેવો છે, અને એ તસ્વર્ણમય હોય છે.
મોક્ષ અધિકાર સભ્ય કુદર્શન, સભ્ય જ્ઞાન, સમ્યકુચારિત્ર અને ત૫ - આ ચારની વિશુદ્ધ સાધના કરીને કોઈપણ માણસ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે ઉત્તરાધ્યયન સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથો વાંચવા.
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org