________________
'O જેન ઘર્મમાં ધ્યાન
શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે ધ્યાન ચાર પ્રકારના છે. - મનને સદાય, સર્વત્ર અને સતત એક વિચારમાં ૨મતું રાખવું અથવા માત્ર એક જ વસ્તુ કે વિચારમાં એ કાગ્ર કરવું તેને ધ્યાન કહે છે, આ ધ્યાન સારું
અને યોગ્ય પણ હોય અને ખરાબ અને અયોગ્ય પણ હોય. આમ શુભ-અશુભના ભે દથી ધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે.
1800
૧. આર્તધ્યાન : અણગમતી વસ્તુ કે વ્યક્તિ મળતા તેનાથી છૂટા
પડવા માટે, મનગમતી વસ્તુનો વિયોગ થતાં તેને મેળવવા માટે, રોગથી છૂટવા માટે, પ્રાસ સુખ-સુવિધાનો વિયોગ ન થાય તે માટે આતુર અને આકુળ-વ્યાકુળ થવું તે આર્તધ્યાન
૧. હાય વોય ક૨વી ૨. ઉદાસ થવું. ૩. ૨ડવું, ૪. માથાં કુટીને પોક મૂકવી એ આ ધ્યાનની ઓળખના લક્ષણ છે.
આર્તધ્યાન કરનાર તિર્યંચગતિમાં જાય છે. ૨. રૌદ્ર ધ્યાન : પ્રાસ ભોગ સામગ્રીના રક્ષણ માટે હિંસા, જુઠ
અને ચોરીના વિચાર કરવા તે રૌદ્ર ધ્યાન છે. રૌદ્ર એ ટલે કૂર. ક્રૂર અને ઘાતકી વિચાર કરવા તે રૌદ્ર ધ્યાન છે.
ઓછી કે વધુ હિંસાનું આચરણ, હિંસક શસ્ત્રોને સંગ્રહ અને તાલીમ, મોત આવતાં સુધી પણ દોષનું પ્રાયશ્ચિત ન કરવું તે આ ધ્યાનની ઓળખનાં લક્ષણ છે.
રૌદ્ર ધ્યાન કરનાર નરકગતિમાં જાય છે. ઉક્ત બંને ધ્યાન કરવા યોગ્ય નથી. ઘર્મ ધ્યાન : આગમ કે વીતરાગ વાણીનો નિર્ણય કરવો, દોષનો નિર્ણય કરવો, દોષના પરિણામનો નિર્ણય કરવો તે ઘર્મ ધ્યાન છે.
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org