________________
પ્રમાણ :
જેનાથી વસ્તુ બરાબર જણાય અને સમજાય તેને પ્રમાણ કહે છે. સાચુ જ્ઞાન થતાં શંકા, ભ્રમ વગેરે દૂર થાય છે અને યથાર્થ સમજાય છે. યથાર્થ સમજને પ્રમાણ ગણવામાં આવે છે પ્રમાણ થવાથી જાણવા યોગ્ય જાણી શકાય છે. છોડવા યોગ્ય છોર્ડ શકાય છે અને આચરવા યોગ્ય આચરી શકાય છે.
પ્રમાણ પણ જ્ઞાન છે. પ્રમાણના ચાર પ્રકાર છે.
૧. પ્રત્યક્ષ પ્રમાણ : વસ્તુનું પ્રત્યક્ષપણે જ્ઞાન થવું તે પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનાં એકથી વધુ ભેદ અને પ્રભેદ છે
૨. અનુમાન પ્રમાણ : અનુમાનથી તર્કથી વસ્તુનું જ્ઞાન થયું તે
હોવાનું જાણવું. તેના એકથી વધુ ભેદ અને પ્રભેદ છે,
3.
,
આગમ પ્રમાણ : આસ પુરુષો દ્વારા કથિત શાસ્ત્રોથી પદાર્થનું જ્ઞાન થવું તે આગમ પ્રમાણ છે. તેના ત્રણ પ્રકાર છે.
૪. ઉપમા પ્રમાણ : ઉપમાથી વસ્તુનું જ્ઞાન થવું તે ઉપમા પ્રમાણ. દા.ત. આગામી ચોવીશીમાં પદ્મનાભ તીર્થંકર થશે તે વર્તમાન ચોવીશીના તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જેવાં થશે.
સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે પ્રમાણ-નય-તત્ત્વલોકાકાર' ગ્રંથ વાંચવો.
Jain Education International
૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org